Get The App

‘શુભમન ગિલથી શીખવું જોઇએ, એણે ભૂલો સુધારી...' ઈંગ્લેન્ડના દિગ્ગજે કોને આપી સલાહ?

Updated: Jul 7th, 2025

GS TEAM

Google News
Google News
‘શુભમન ગિલથી શીખવું જોઇએ, એણે ભૂલો સુધારી...' ઈંગ્લેન્ડના દિગ્ગજે કોને આપી સલાહ? 1 - image


India vs England Test Match Series : ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની બીજી મેચમાં ભારતે ઈંગ્લેન્ડે 336 રને પરાજય આપ્યો છે. આ મેચમાં સુકાની શુભમન ગીલે પ્રથમ ઈનિંગમાં 269 રન અને બીજી ઈનિંગમાં 161 રન નોંધાવ્યા હોવાથી, તેની ચોતરફ પ્રશંસા થઈ રહી છે. બીજીતરફ ઈંગ્લેન્ડની ટીમે નબળું પ્રદર્શન કરતા પૂર્વ સુકાની માઈકલ વૉને નિરાશા વ્યક્ત કરી છે. ટીમના વિસ્ફોટ બેટ્સમેન ઝેક ક્રોલીની ટીકા કરતા વોર્ને કહ્યું કે, ‘ક્રોલી સતત નિષ્ફળ પ્રદર્શન કરી રહ્યો છે, તેમ છતાં તે ભાગ્યશાળી છે કે, તેને ટીમમાં રમવાની તક મળી રહી છે.’ આ સાથે વોર્ને ક્રોલીને સલાહ આપી છે કે, તેણે શુભમન ગીલની બેટિંગ રણનીતીથી શીખવું જોઈએ અને પોતાની બેટિંગમાં સુધારો કરવો જોઈએ.’

વોર્ને ક્રોલીની ઝાટકણી કાઢી

વૉને ધ ટેલીગ્રાફમાં લખ્યું છે કે, ‘કેટલાક વર્ષોથી એવા અનેક ખેલાડીઓએ પ્રશંસકોને નિરાશ કર્યા છે, તેમાં હું પણ સામેલ છું, પરંતુ ક્રોલી સૌથી વધુ નિરાશ કરનાર ખેલાડીઓમાંથી એક છે. જ્યારથી હું ઈંગ્લેન્ડને નજીકથી જોઈ રહ્યો છું, ત્યારથી ક્રોલી સૌથી ભાગ્યશાળી ખેલાડી છે, કારણ કે તે સતત નિષ્ફળ ગયો હોવા છતાં તેને ટીમમાં વધુ ટેસ્ટ રમવાની તક મળી છે.’

આ પણ વાંચો : બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની 336 રનથી ઐતિહાસિક જીત, બર્મિંઘમમાં જીતનારી પહેલી એશિયન ટીમ

વોર્ને શુભમન ગિલના કર્યા વખાણ

ક્રિકેટરમાંથી કોમેન્ટેટર બનેલા વૉને વધુમાં કહ્યું કે, ‘ક્રોલીએ પોતાને ભાગ્યશાળી માનવો જોઈએ કે તેને 56 મેચ રમવા મળી છે અને માત્ર પાંચ સદી ફટકારી છે. ટેસ્ટ ઈતિહાસમાં 2500થી વધુ રન બનાવના તમામ ટોચના બેટ્સમેનોમાં તેની સરેરાશ સૌથી ઓછી 30.3 છે. શુભમન ગિલ (Shubman Gill)ને જુઓ, પરિવર્તન સંભવ છે. આ સીરિઝ તેની સરેરાશ 35 હતી અને હવે ચાર ઈનિંગ બાદ તેની સરેરાશ 42 પર પહોંચી ગઈ છે. ગિલ તેની માનસીકતા અને રણનીતિના કારણે સફળ થયો છે. ગિલ એલબીડબલ્યુ પ્રત્યે સંવેદનશીલ હોવાનું જાણી ગયો છે. તેણે પોતાના ડિફેન્સમાં મહેનત કરી અને પરિણામ પણ દેખાડી દીધું.’

ઝેક ક્રોલીની ટેસ્ટ મેચનો ઈતિહાસ

ઝેક ક્રોલી (Zak Crawley) ઇંગ્લેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટ રમે છે, તે જમણા હાથનો ટોચના ક્રમનો બેટ્સમેન છે અને કેન્ટ કાઉન્ટી ક્રિકેટ ક્લબ માટે સ્થાનિક સ્તરે રમે છે. ક્રોલીના ટેસ્ટ ક્રિકેટ રેકોર્ડની વાત કરીએ તો, તેણે કુલ 56 મેચમાં 101 ઈનિંગ રમી 3111 રન નોંધાવ્યા છે. તેણે ટેસ્ટમાં સૌથી વધુ પાકિસ્તાન સામે 267 રન કર્યા છે. તેની સરેરાશ 31.42 છે અને તેણે કુલ 5 સેન્ચ્યુરી અને 17 અડધી સદી ફટકારી છે. ઝેક ક્રોલીએ અત્યાર સુધી કોઈ આંતરરાષ્ટ્રીય T20 મેચ રમી નથી. તેણે 2023માં આયર્લેન્ડ સામેની બે વન-ડે મેચોમાં ઇંગ્લેન્ડ ટીમનું નેતૃત્વ પણ કર્યું હતું.

આ પણ વાંચો : એજબેસ્ટનમાં ઐતિહાસિક જીત બાદ પણ ગિલ કઈ વાત પર બગડ્યો, કહ્યું - આ રીતે તો ટેસ્ટ...

Tags :