Get The App

ગ્લેન મેક્સવેલે બાજી પલટી... ઓસ્ટ્રેલિયાએ રોમાંચક મુકાબલામાં સાઉથ આફ્રિકાને હરાવ્યું, T20 સીરિઝ પર કર્યો કબજો

Updated: Aug 16th, 2025

GS TEAM

Google News
Google News
ગ્લેન મેક્સવેલે બાજી પલટી... ઓસ્ટ્રેલિયાએ રોમાંચક મુકાબલામાં સાઉથ આફ્રિકાને હરાવ્યું, T20 સીરિઝ પર કર્યો કબજો 1 - image
Image source: IANS 

AUS Vs SA 3rd T20I: ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચોની T20 સીરિઝની છેલ્લી મેચ 16 ઑગસ્ટ (શનિવાર)ના રોજ કેર્ન્સના કૈજલી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટથી રોમાંચક જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયાને મેચ જીતવા માટે 173 રનોનો ટાર્ગેટ મળ્યો હતો, જે ઓસ્ટ્રેલિયાએ 19.5 ઓવરમાં હાસલ કરી લીધો હતો. આ જીત સાથે ઓસ્ટ્રેલિયન ટીમે T20 સીરિઝ પર 2-1થી કબજો જમાવી લીધો.

આ પણ વાંચો: 6,6,6,6,... ફરી બેબી ડિવિલયર્સે કરી તોફાની બેટિંગ, 26 બોલમાં ફટકારી અડધી સદી

જીતનો હીરો ગ્લેન મેક્સવેલ 

ત્રીજી T20 ઇન્ટરનેશનલ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમની જીતનો હીરો ગ્લેન મેક્સવેલ રહ્યો. મેક્સવેલે 8 ફોર અને 2 સિક્સરની મદદથી 36 બોલમાં 62 રન બનાવ્યા હતા. છેલ્લી ઓવરમાં ઓસ્ટ્રેલિયાને જીત માટે 10 રન બનાવવાના હતા. લુંગી એનગિડીની ઓવરમાં મેક્સવેલે પહેલા બોલમાં ડબલ રન લીધા બાદ બીજા બોલ પર ફોર ફટકારી, પછી એનગિડીના પાંચમાં બોલમાં પણ ફોર ફટકારીને મેક્સવેલે ઓસ્ટ્રેલિયાની ટીમને જીત અપાવી.

ટ્રેવિસ હેડ અને મિચેલ માર્શની પાર્ટનરશિપ 

ટાર્ગેટનો પીછો કરતી વખતે ઓસ્ટ્રેલિયન ટીમના ટ્રેવિસ હેડ અને કેપ્ટન મિચેલ માર્શે શાનદાર શરૂઆત કરી હતી. બંનેએ 66 રનની પાર્ટનરશિપ કરી હતી. માર્શે 5 સિક્સર અને ત્રણ ફોરની મદદથી 37 બોલમાં 54 રન બનાવ્યા અને હેડે 3 ફોરની મદદથી 18 બોલમાં 19 રન ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયાની પહેલી વિકેટ 66 રન પર પડી હતી. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ ખરાબ પરિસ્થિતિ પર ઉતરી આવી. ટીમનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 122 રન હતો અહીંથી ગ્લેન મેક્સવેલની ધમાકેદાર ઇનિંગની શરૂઆત થઈ. તેની તોફાની બેટિંગે બાજી પલટી હતી. સાઉથ આફ્રિકા માટે કોર્બિન બૉશે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી. ક્વેના મફાકા અને કગિસો રબાડાને બે-બે સફળતા મળી.

આ પણ વાંચો : એશિયા કપમાં ટીમ ઈન્ડિયામાંથી સ્ટાર ક્રિકેટરનું પત્તું કપાવાનું નક્કી! IPLમાં રહ્યો હતો ફ્લોપ

ડેવાલ્ડ બ્રેવિસની તોફાની બેટિંગ 

આફ્રિકાના બેબી ડિવિલયર્સે ઓસ્ટ્રેલિયા સામેની બીજી T20 મેચમાં અદ્ભૂત પ્રદર્શન આપી એકલા હાથે મેચ જીતાડી હતી. તેણે બીજી T20 મેચમાં 12 ફોર અને 8 સિક્સર ફટકારી 125 રનની ઇનિંગ રમી હતી. અને આજે છેલ્લી અને ત્રીજી મેચમાં પણ તેણે મેદાનમાં આવતાની સાથે જ ફોર અને સિક્સરથી રનો વરસાદ શરૂ કર્યો હતો. ડેવાલ્ડે 6 સિક્સર અને 1 ફોરની મદદે આ મેચમાં 26 બોલમાં 53 રન બનાવ્યા હતા.

Tags :