એશિયા કપમાં ટીમ ઈન્ડિયામાંથી સ્ટાર ક્રિકેટરનું પત્તું કપાવાનું નક્કી! IPLમાં રહ્યો હતો ફ્લોપ
Image Source:IANS |
Asia Cup 2025: ભૂતપૂર્વ ક્રિકેટર અને હાલમાં ભારતીય ટીમના મુખ્ય પસંદગીકાર અજીત અગરકરના નેતૃત્ત્વમાં એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત 19 ઓગસ્ટે (મંગળવાર) થઈ શકે છે. ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલ આ ટુર્નામેન્ટમાં રમશે કે નહીં તે હજુ સુધી નક્કી નથી થયું, ત્યારે લેફ્ટ હેન્ડર બેટર રિન્કુ સિંહને કદાચ એ શિયા કપ સ્થાન મળી શકે તેવા એંધાણ છે.
રિન્કુ સિંહનું પત્તું કપાઈ શકે છે
છેલ્લા કેટલાક સમયથી રિન્કુનું ફોર્મ ઘટી રહ્યું છે. T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમમાં જગ્યા બનાવવામાં રિન્કુ નિષ્ફળ રહ્યો હતો. ત્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં પણ રિન્કુ સિંહનું પ્રદર્શન ખાસ નહોતું. રિન્કુએ IPL 2025માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માટે 13 મેચોમાં 29.42ની સરેરાશથી 206 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો શ્રેષ્ઠ સ્કોર 38 રહ્યો હતો. એશિયા કપ માટે અભિષેક શર્મા, સંજૂ સેમસન (વિકેટકીપર બેટર), તિલક વર્મા, કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાની ટોપ-5માં પસંદગી થઈ શકે છે. જો શુભમન ગિલ અને યશસ્વી જાયસવાલ ટીમમાં પાછા આવે તો પસંદીકરોને એક અથવા બે સ્થાન માટે કેટલીક સમજૂતી કરવી પડી શકે છે.
આ પણ વાંચો : એશિયા કપમાં સ્ટાર ખેલાડીને ટીમ ઈન્ડિયામાં તક મળે તો ગેમ ચેન્જર સાબિત થશે, પરફોર્મન્સ-કેપ્ટન્સીમાં માહેર
ભારતના ભૂતપૂર્વ સિલેક્ટરે જણાવ્યું હતું કે, 'મને તો રિન્કુ સિંહના સ્થાન પર શંકા છે, કારણકે ટોપ ઓર્ડર્સના બેટરને તેની જરૂરીયાત નથી'. જો રિન્કુ સિંહ સાથે સમજૂતી કરવામાં આવે તો પણ શિવમ દુબે અને જિતેશ શર્માનો વિકલ્પ રહેશે. આ બંને ફિનિશરની ભૂમિકા ખૂબીથી નિભાવી શકે છે. જિતેશ શર્મા વિકેટકીપિંગ કરી શકે છે અને શિવમ દુબે જરૂર પડે ત્યારે એક-બે ઓવરની બોલિંગ કરી શકે છે. એવામાં રિન્કુ પર આ બંને બેટર ભારે પડી શકે છે.