6,6,6,6,... ફરી બેબી ડિવિલયર્સે કરી તોફાની બેટિંગ, 26 બોલમાં ફટકારી અડધી સદી
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો
સાઉથ આફ્રિકા સામેની ત્રીજી T20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આફ્રિકન ટીમની શરૂઆત પણ અગાઉની મેચની જેમ આ મેચમાં પણ ઘણી ખરાબ રહી હતી. શરૂઆતમાં ત્રણ બેટર રેયાન રિકેલ્ટન, એડન માર્ક્રમ અને લુહાન ડિ પ્રીટોરિયસ માત્ર 49 રનના સ્કોર પર પેવેલિયન પાછા ફર્યા. જ્યારે ચોથા નંબર પર મેદાનમાં આવેલો ડેવાલ્ડ બ્રેવિસે અગાઉની મેચની જેમ ધમાકેદાર ઇનિંગ રમી હતી.
178 રન પર પડી વિકેટ
ઓસ્ટ્રેલિયા સામેની બીજી T20 મેચમાં ડેવાલ્ડે અદ્ભૂત પ્રદર્શન આપી એકલા હાથે મેચ જીતાડી હતી. તેણે બીજી T20 મેચમાં 12 ફોર અને 8 સિક્સ ફટકારી 125 રનની ઇનિંગ રમી હતી. છેલ્લી અને ત્રીજી મેચમાં પણ તેણે મેદાનમાં આવતાની સાથે જ ફોર અને સિક્સરનો વરસાદ શરૂ કર્યો હતો. ડેવાલ્ડે 6 સિક્સ અને 1 ફોરની મદદે આ મેચમાં 26 બોલમાં 53 રન બનાવ્યા હતા.
ડેવાલ્ડ બ્રેવિસે તોડ્યા આ રૅકોર્ડ
દક્ષિણ આફ્રિકાનો બેટર ડેવાલ્ડ બ્રેવિસ T20માં સૌથી ઝડપી સદી ફટકારનાર બીજો બેટર બન્યો. તેની પહેલા ડેવિડ મિલરે 35 બોલમાં સદી ફટકારી હતી. જણાવી દઈએ કે ઑસ્ટ્રેલિયા સામે ડેવાલ્ડ બ્રેવિસ સૌથી ઝડપી T20 સદી ફટકારનારો ખેલાડી પણ બની ગયો છે. ઓસ્ટ્રેલિયાની જમીન પર સૌથી ઝડપી T20 સદી લગાવવાનો રૅકોર્ડ પણ બ્રેવિસના નામે નોંધાઈ ગયો છે. ડેવાલ્ડ બ્રેવિસે આ મેચમાં 125 રન બનાવ્યા હતા. તે T20 ઇન્ટરનેશનલમાં દક્ષિણ આફ્રિકા માટે સૌથી મોટી ઇનિંગ રમનાર ખેલાડી બની ગયો છે.