Get The App

'5થી 10 હજારની ટિકિટો ખરીદી તોય...', લિયોનલ મેસીના ચાહકોનું રોષે ભરાવાનું આ હતું કારણ

Updated: Dec 13th, 2025

GS TEAM

Google News
Google News
'5થી 10 હજારની ટિકિટો ખરીદી તોય...', લિયોનલ મેસીના  ચાહકોનું રોષે ભરાવાનું આ હતું કારણ 1 - image



Lionel Messi Kolkata Event Chaos: સ્ટાર ફૂટબૉલર લિયોનેલ મેસી GOAT India Tour 2025 હેઠળ ભારતની મુલાકાતે છે. તે શનિવારે કોલકાતા પહોંચ્યો પરંતુ, મેસીની નાનકડી મુલાકાત અફરા-તફરીમાં ફેરવાઈ ગઈ. આ દરમિયાન અમુક લોકોએ કહ્યું કે, ખરેખર આ ખૂબ જ શરમજનક હતું. ફેન્સને મેસીની ઝલક પણ જોવા ન મળતાં બાદમાં તેઓ રોષે ભરાયા હતા. 

સ્ટેડિયમમાં હોબાળો

શનિવારે (13 ડિસેમ્બર) સવારે સાલ્ટ લેક સ્ટેડિયમ (વિવેકાનંદ યુવા ભારતી ક્રિડાંગણ(VYBK))માં મેસી ફક્ત અમુક મિનિટો માટે જોવા મળ્યો. પરંતુ, મોટાભાગના ફેન્સ તેને જોઈ પણ ન શક્યા. રોષે ભરાયેલા ચાહકોએ સુરક્ષા બેરિકેડ તોડી નાંખ્યા, જેનાથી સ્થિતિ વધુ વણસી. જે દિવસે ફૂટબૉલ પ્રેમીઓ માટે યાદગાર બનવાનો હતો, તે અવ્યવસ્થા અને નારાજગીમાં બદલાઈ ગયો. સ્ટેડિયમની અંદર મેસી ઓછું અને હોબાળો વધારે જોવા મળ્યો. 

આ પણ વાંચોઃ વક્ફ વિવાદની વચ્ચે કેરલમાં ભાજપની 'ઐતિહાસિક' જીત, વિધાનસભા ચૂંટણીમાં ફાયદો થવાની શક્યતા



અધવચ્ચે રોકી ઇવેન્ટ

મેસી જેવું ટનલમાંથી નીકળ્યો કે, સ્થિતિ વધુ બગડી. બોલિવૂડ એક્ટર શાહરુખ ખાન, પૂર્વ ભારતીય ક્રિકેટ કૅપ્ટન સૌરવ ગાંગુલી અને મુખ્યમંત્રી મમતા બેનર્જી કાર્યક્રમનો ભાગ ન બની શક્યા. કારણ કે, હોબાળો થતાં ઇવેન્ટ અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે, 'GOAT ટૂર'ના આયોજક શતદ્રુ દત્તા અને મેસીને તુરંત બહાર નીકળવું પડ્યું. એક મીડિયા અહેવાલમાં એવો આરોપ લગાવવામાં આવ્યો કે, ટીએમસીના સમર્થકોએ સુરક્ષા તોડીને મેદાનમાં પ્રવેશ કર્યો હતો. આ સિવાય 4500થી 10 હજાર સુધીની ટિકિટ ખરીદનારા ફેન્સે બોટલ ફેંકી અને સ્ટેડિયમની સીટ તોડી નાંખી હતી. પોલીસને સ્થિતિ સંભાળવા માટે દખલગીરી કરવી પડી. એક નારાજ ચાહક અજય શાહે કહ્યું કે, તેણે 5000 રૂપિયાની ટિકિટ ખરીદી પરંતુ, મેસીની એક ઝલક પણ જોવા ન મળી. 

'5થી 10 હજારની ટિકિટો ખરીદી તોય...', લિયોનલ મેસીના  ચાહકોનું રોષે ભરાવાનું આ હતું કારણ 2 - image

સૉલ્ટલેક સ્ટેડિયમમાં અફરાતફરી

સૉલ્ટલેક સ્ટેડિયમની અંદરનો ચોંકાવનારો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ તસવીરોમાં રોષે ભરાયેલા ફેન્સ, તૂટેલા સાઇનબોર્ડ જ્યાં-ત્યાં ફેંકતા જોવા મળ્યા હતા. ફેન્સના એક વર્ગે પોતાની નારાજગી વ્યક્ત કરતાં આરોપ લગાવ્યો કે, મેસીની મુલાકાત ફક્ત નેતાઓ અને ફિલ્મી સ્ટાર્સ સુધી સિમિત રહી ગઈ. જોકે, સામાન્ય સમર્થકોને કિનારે કરી દેવાયા હતા. અનેક લોકોએ કહ્યું કે, તેઓ મહિનાઓથી આ ઇવેન્ટની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ, આખરે ખુદ ઠગાઈ ગયા તેવી અનુભૂતિ થયા અમુક ફેન્સે ખરાબ આયોજનનો આરોપ લગાવી આખા કાર્યક્રમને 'સ્કેમ' કહી દીધું.


આ પણ વાંચોઃ 'હું માફી માગું છું...', લિયોનલ મેસીના કાર્યક્રમમાં તોડફોડ વચ્ચે મમતા બેનરજીએ કરી પોસ્ટ

મેસીની આસપાસ ફક્ત નેતાઓ અને એક્ટર્સ...

એક ફેને મેસીના સ્ટેડિયમની બહાર આવ્યા બાદ કહ્યું કે, 'મેસીની આસપાસ ફક્ત નેતાઓ અને એક્ટર્સ હતા. તો પછી અમને બોલાવ્યા જ કેમ? અમે 12 હજાર રૂપિયાની ટિકિટ લીધી હતી. પરંતુ, ચહેરો પણ જોવા ન મળ્યો.'

'5થી 10 હજારની ટિકિટો ખરીદી તોય...', લિયોનલ મેસીના  ચાહકોનું રોષે ભરાવાનું આ હતું કારણ 3 - image

મેસીનું શાનદાર સ્વાગત

આ પહેલાં કોલકાતામાં મેસીનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેના ત્રણ દિવસની ભારતની મુલાકાતનો આ પહેલો તબક્કો હતો. જેમાં હૈદરાબાદ, મુંબઈ અને દિલ્હી પણ સામેલ છે. 13 ડિસેમ્બરની રાત બાદ મેસીના કોલકાતા પહોંચતા જ ઍરપોર્ટની બહાર જ ભારે ભીડ ભેગી થઈ ગઈ હતી, જે એક દાયકાથી વધુ સમય બાદ તેની વાપસી માટે ઉત્સાહિત હતા.


દિવસની શરુઆત લેક ટાઉન સ્થિત શ્રીભૂમિ સ્પોર્ટિંગ ક્લબમાં જશ્નના માહોલ સાથે થઈ, જ્યાં મેસીએ વર્ચ્યુઅલી 70 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું. આ દરમિયાન પશ્ચિમ બંગાળના મંત્રી સુજીત બોઝ અને બોલિવૂડ એક્ટર શાહરુખ ખાન હાજર હતા. મેસીનો મુખ્યમંત્રી મમતા બેનર્જી અને પૂર્વ ભારતીય કૅપ્ટન સૌરવ ગાંગુલી સાથે મળવાનો પણ કાર્યક્રમ હતો. પરંતુ, સ્ટેડિયમમાં હોબાળા અને સુરક્ષાના કારણોસર નક્કી સમય પહેલાં જ કોલકાતા એરપોર્ટ પર રવાના થઈ ગયા અને હૈદરાબાદ માટે ઉડાન ભરી દીધી. 



Tags :