બેટિંગ સારી રાખવી હોય તો શ્રેયસ અય્યરથી આ વસ્તુ શીખો, મોહમ્મદ કૈફની કોહલીને સલાહ

Virat Kohli: ભારતીય ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે વનડે સીરીઝમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન ન કરી શક્યો. શરુઆતમાં તે બે મેચમાં રન બનાવવા માટે સંઘર્ષ કરતા જોવા મળી રહ્યો હતો. કોહલી બંને મેચોમાં ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. સતત મેચમાં ફ્લોપ શોથી તેમના સંન્યાસની ચર્ચાએ ફરી વેગ પકડ્યો છે. તો ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટર મોહમ્મદ કૈફના ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા વિરાટ કોહલીને એક મોટી સલાહ આપવામાં આવી છે. કૈફનું માનવું છે, કે કોહલીએ ફરી ફોર્મમાં પરત આવવા માટે શ્રેયસ અય્યર પાસેથી શીખવું જોઈએ અને ઈન્ડિયા અથવા ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવા માટે મેદાન પર સમય પસાર કરવો જોઈએ.
'તે હાલમાં માત્ર ODI રમી રહ્યો છે'
મોહમ્મદ કૈફે કહ્યું કે, જ્યારે કોઈ મોટો ખેલાડી પોતાની લય ગુમાવે છે, ત્યારે તેને મેચ પ્રેક્ટિસની સખત જરૂર હોય છે. તેમણે ઉપ-કેપ્ટન શ્રેયસ ઐયરનું ઉદાહરણ આપ્યું, તેણે પોતાની ઈજામાંથી સ્વસ્થ થવા માટે રણજી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફીમાં રમીને પૂરતો મેચ સમય મેળવ્યો હતો. કૈફે એક ઇન્ટરવ્યુમાં કહ્યું, 'હું હાલમાં જ શ્રેયસ ઐયરને મળ્યો હતો, અને મેં તેને તેના વલણ અને લય વિશે પૂછ્યું હતું. તે હાલમાં માત્ર ODI રમી રહ્યો છે, તેણે રેડ-બોલ ક્રિકેટમાંથી બ્રેક લીધો છે, અને T20 પણ રમી રહ્યો નથી, તેથી હું સમજવા માંગતો હતો કે તે આટલી સરળતાથી બેટિંગ કેવી રીતે કરે છે. તેણે જવાબ આપ્યો કે, તે માનસિક રીતે સ્થિર છે, તે પોતાની રમતને અંદર સુધી જાણે છે, અને તેણે તેના મનને સારી રીતે તૈયાર કર્યું છે.'
આ પણ વાંચો : Hockey World Cup : પાકિસ્તાની ટીમ ભારત નહીં આવે, વર્લ્ડ કપમાંથી નામ પરત લીધું
'વિરાટ હાલમાં બેચેન લાગે છે, જ્યારે અય્યર...'
કૈફે વધુમાં આગળ કહ્યું કે, 'અય્યર પણ ઇન્ડિયા A મેચ રમ્યો હતો, અને એટલે જ કહેવા માંગુ છું કે, વિરાટ અને રોહિતે પણ આવું જ કરવા પર વિચારવું જોઈએ. અય્યરની આ બેટિંગ તેના એક્ટિવ રહેવાના કારણે છે. તે ક્યારેય આઉટ ઓફ ફોર્મ જોવા મળતો નથી, વિરાટ હાલમાં બેચેન લાગે છે, જ્યારે અય્યર સતત રમી રહ્યો છે, અને આ તેની રમતમાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે.'

