Get The App

કેએલ રાહુલે રચ્યો ઇતિહાસ! ઈંગ્લેન્ડની ધરતી પર આવો રેકોર્ડ બનાવનારો ગાવસ્કર બાદ માત્ર બીજો ભારતીય

Updated: Jul 23rd, 2025

GS TEAM

Google News
Google News
કેએલ રાહુલે રચ્યો ઇતિહાસ! ઈંગ્લેન્ડની ધરતી પર આવો રેકોર્ડ બનાવનારો ગાવસ્કર બાદ માત્ર બીજો ભારતીય 1 - image


IND vs ENG: માન્ચેસ્ટરમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચમાં લોકેશ રાહુલે ફરી એક વખત ટીમ ઈન્ડિયાને સારી શરૂઆત અપાવી. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટૉકસે ટોસ જીત્યો અને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો. ફરી એક વખત ટોસ હાર્યા બાદ બેટિંગમાં ઉતરેલી ટીમ ઈન્ડિયાએ મક્કમ શરૂઆત કરી હતી. પ્રથમ ઇનિંગમાં પ્રથમ સેશનમાં ટીમે 26 ઓવર્સમાં વિના વિકેટે 78 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: WCL 2025: એબી ડિવિલિયર્સે બાઉન્ડ્રીથી 1 ઈંચ પહેલા જ પકડ્યો 'સ્પાઈડરમેન' કેચ, જુઓ વીડિયો

ઈંગ્લેન્ડની ધરતી પર 1000 રન પૂરા કર્યા

આ મેચમાં લોકેશ રાહુલે એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. બેટિંગમાં 15 રન પૂરા કરતાંની સાથે જ તેણે ઈંગ્લેન્ડની ધરતી પર 1000 રન પૂરા કર્યા હતા. આ યાદીમાં સ્થાન મેળવનારો તે પાંચમો ભારતીય ક્રિકેટર બન્યો હતો. અગાઉ સચિન (1575), દ્રવિડ (1376), ગાવસ્કર (1152) અને કોહલી (1096) આ પ્રકારની સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

1000થી વધુ રન બનાવનારો માત્ર બીજો ભારતીય બેટર

કે. એલ. રાહુલ ઓપનર તરીકે વિદેશની ધરતી પર 1000થી વધુ રન બનાવનારો માત્ર બીજો ભારતીય બેટર છે. અગાઉ સુનિલ ગાવસ્કરે ઓપનર તરીકે વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનમાં અનુકમે 1404, 1152 અને 1001 રન બનાવ્યા હતા. હવે ઈંગ્લેન્ડની ધરતી પર લોકેશ રાહુલે પણ 1000 રન પૂરા કર્યા છે.

આ પણ વાંચો: ચોથી ટેસ્ટમાં રિષભ પંત રમશે? ગિલે આપ્યો જવાબ, જાણો ભારતીય કેપ્ટનની પ્રેસ કોન્ફરન્સની 5 મોટી વાત

કેપ્ટન શુભમન ગિલની આગેવાનીમાં લોર્ડસમાં ટીમ ઈન્ડિયા પાસેથી માત્ર 22 રનના અંતરે જીતનો પ્યાલો છીનવાઇ ગયો હતો. આ મેચ જીતીને શ્રેણીમાં 2-1થી પાછળ રહેલી ટીમ ઈન્ડિયા શ્રેણી સરભર કરવાનો પ્રયાસ કરશે.

Tags :