ચોથી ટેસ્ટમાં રિષભ પંત રમશે? ગિલે આપ્યો જવાબ, જાણો ભારતીય કેપ્ટનની પ્રેસ કોન્ફરન્સની 5 મોટી વાત
Shubman Gill PC Big Things: ભારતની ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલે માન્ચેસ્ટર ટેસ્ટ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી છે. ગિલે પીસીમાં ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ પહેલા કેટલીક વાતો કહી હતી. ગિલે માન્ચેસ્ટર ટેસ્ટમાં ઋષભ પંતના રમવા વિશે પણ ખુલાસો કર્યો. તો, ગિલે લોર્ડ્સ ટેસ્ટમાં બેન ડકેટ અને જેક ક્રોલી સાથેની લડાઈ વિશે પણ વાત કરી.
શુભમન ગિલની પ્રેસ કોન્ફરન્સની 5 મોટી વાતો
- શુભમન ગિલે અંશુલ કંબોજના ટીમ ઈન્ડિયામાં સામેલ થવા પર કહ્યું કે, અમે તેને ઘણો જોયો છે. તે ખેલાડીમાં તે ક્ષમતા છે તેની અમને જરૂર છે. એટલા માટે અહીં છે, કારણ કે અમે માનીએ છીએ કે તે ખેલાડી અમને મેચ જીતાડી શકે છે. કંબોઝ કાલે ટેસ્ટમાં તેના ડેબ્યૂની ખૂબ નજીક છે, પરંતુ કાલે તમને ખબર પડશે કે પ્રસિદ્ધ કૃષ્ણ અને અંશુલ કંબોજ વચ્ચે કોણ રમશે.
- ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટનને ઈંગ્લેન્ડના બેટર જેક ક્રોલી અને બેન ડકેટ સાથે લોર્ડ્સમાં થયેલા વિવાદ અંગે કહ્યું કે, હું એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું કે તેઓ 90 સેકન્ડ મોડા ક્રીઝ પર આવ્યા હતા. તેઓ 10 કે 20 સેકન્ડ નહીં પણ 90 સેકન્ડ મોડા આવ્યા હતા. હું જાણું છું કે, તેઓ થોડો સમય જ રમવા માંગતા હતા, પરંતુ આ કરવાનો એક રીત છે. મને લાગે છે કે જે થયું તે રમત મુજબ યોગ્ય નથી.
- ગિલે ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં રિષભ પંત વિશે મોટી અપડેટ આપી છે. ગિલે કહ્યું કે, 'પંત માન્ચેસ્ટર ટેસ્ટમાં રમવા માટે ફિટ છે અને તે વિકેટકીપિંગ પણ કરશે.' ઉલ્લેખનીય છે કે, લોર્ડ્સ ટેસ્ટમાં પંતને આંગળીમાં ઈજા થઈ હતી, જેના કારણે તે માત્ર 35 ઓવર માટે વિકેટકીપિંગ કરી શક્યો હતો, બાકીની મેચમાં ધ્રુવ જુરેલે તેની જગ્યાએ વિકેટકીપિંગ કર્યું હતું.
- શુભમન ગિલે ભારતીય બોલિંગની પ્રશંસા કરતા કહ્યું કે, આકાશદીપ અને નીતિશ કુમાર રેડ્ડીની ગેરહાજરીમાં ભારત પાસે એવા ખેલાડીઓ છે, જે આપણને 20 વિકેટ અપાવી શકે છે.
- શુભમન ગિલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, મોટાભાગે તમારા 9થી 10 ખેલાડીઓ એવા હોય છે જે બધી પરિસ્થિતિમાં એક સમાન હોય છે, આ માત્ર એક ખેલાડીનો ફરક હોય છે.