WCL 2025: એબી ડિવિલિયર્સે બાઉન્ડ્રીથી 1 ઈંચ પહેલા જ પકડ્યો 'સ્પાઈડરમેન' કેચ, જુઓ વીડિયો
ભારતની ઇનિંગના આઠમાં ઓવરમાં સ્પિનર ઈમરાન તાહિર બોલિંગ કરી રહ્યો હતો. ત્યારે યૂસુફ પઠાણે તેના બોલ પર વાઈડ લોંગ ઓનની દિશામાં જોરદાર સિક્સ ફટકારવાની કોશિશ કરી હતી. પણ ડીપ પર ઉભેલા ડીવિલિયર્સે દોડતા આ કેચ પકડ્યો, બાઉન્ડ્રી રોપને ન અડતા સંતુલન જાળવી ડીવિલિયર્સે આ કેચ પકડીને તરત બાજુમાં ઉભા રહેલા સારેલ ઇરવીને બોલ ફેંક્યો અને તે કેચ તેણે સરળતાથી પકડ્યો. 7.1 ઓવરમાં 44 રન પર ભારતની પાંચમી વિકેટ પડી હતી.અને ત્યારબાદ વરસાદ આવ્યો અને મેચને રોકવી પડી.
ડીવિલિયર્સની અદ્ભૂત ઇનિંગ
આફ્રિકાની ઇનિંગમાં ડીવિલિયર્સે અદ્ભુત બેટિંગ કરી હતી. તેણે માત્ર 30 બોલમાં 63 રનની તોફાની ઇનિંગ રમી હતી, જેમાં તેણે ત્રણ ફોર અને ચાર સિક્સ ફટકારી હતી. હૈશિમ અમલા અને જેક્સ રૂડોલ્ફે ઇનિંગની શરૂઆત કરતાં 35 રનની પાર્ટનરશિપ કરી હતી. અમલાએ 24 અને રૂડોલ્ફે 22 રન બનાવ્યા હતા. ડીવિલિયર્સની ઇનિંગે દક્ષિણ આફ્રિકાને મજુબત સ્કોર અપાવ્યો હતો. આફ્રિકાએ 20 ઓવરમાં 6 વિકેટના નુકશાને 208 રન બનાવ્યા. ભારતની ટીમમાં યૂસુફ પઠાણ અને પીયુષ ચાવલાએ બે-બે વિકેટ ઝડપી હતી.
ભારતીય ઇનિંગ ફ્લોપ રહી
209 રનના મોટા લક્ષ્યનો પીછો કરતી વખતે ભારતીય બેટરો સારું પ્રદર્શન કરી શક્યા નહીં. ભારતની ટીમ 18.2 ઓવરમાં 9 વિકેટ પર માત્ર 111 રન જ બનાવી શકી. ફીલ્ડિંગ દરમિયાન ઈજાને કારણે કેપ્ટન યુવરાજ સિંહ બેટિંગ કરવા ઉતર્યો નહીં, જેથી ટીમને મોટો ઝટકો લાગ્યો. ભારતીય ટીમના ટોપઓર્ડર સંપૂર્ણપણે ફેલ રહ્યો, રોબિન ઉથપ્પાએ માત્ર 2 રન, શિખર ધવને 1 રન અને અંબાતી રાયુડૂ ખાતું પણ ખોલી શક્યા નહીં. સુરેશ રૈનાએ 16 રનની ઝડપી ઇનિંગ રમી હતી પણ તે ફેલ રહી. વરસાદના કારણે મેચ રોકાઈ જતાં ડીએલએસ મેથડથી આફ્રિકા આ મેચ 88 રને જીતી હતી.