કોહલીનો ‘વિરાટ’ રેકોર્ડ તોડવાની તૈયારીમાં K L રાહુલ, બસ 33 રનની જરૂર
Image Twitter |
K L Rahul ready to break Kohli's record : દિલ્હી કેપિટલ્સના વિકેટકીપર બેટર કેએલ રાહુલને તેની T20 કરિયરમાં 8000 રન પૂરા કરવા માટે હવે માત્ર 33 રનની જરૂર છે. આ પુરા કરતાંની સાથે જ તે વિરાટ કોહલીનો એક મોટો રેકોર્ડ તોડી નાખશે. રાહુલ આ સિઝનમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે અને આજે ગુજરાત ટાઇટન્સ સામેની મહત્ત્વ પૂર્ણ મેચમાં તે સારી ઇનિંગ્સ રમશે તેવી આશા છે.
આ પણ વાંચો: કોહલી જેવો ખેલાડી ભારતીય ક્રિકેટમાં તેના યોગદાન બદલ ભારત રત્નનો હકદાર : સુરેશ રૈના
અક્ષર પટેલની કેપ્ટનશીપ હેઠળ દિલ્હી કેપિટલ્સે 11 માંથી 6 મેચ જીતી છે, એક મેચ અનિર્ણિત રહી હતી. ટીમ 13 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે. આજની મેચ પછી પણ તેણે આગામી બંને મેચ જીતવી પડશે, પરંતુ જો ટીમ એક પણ મેચ હારી જાય છે, તો પ્લેઓફમાં પહોંચવાનું તેનું સ્વપ્ન અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેશે. આજે કેએલ રાહુલ એક મોટો રેકોર્ડ તેના નામે કરી શકે છે.
T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 8000 રન
વિરાટ કોહલી હાલમાં T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 8 હજાર રન બનાવનાર ભારતીય બેટર છે. અને તે વિશ્વમાં ત્રીજા નંબર પર છે, પરંતુ આજે કેએલ રાહુલ તેનો રેકોર્ડ તોડી શકે છે. વિરાટે 257 મેચ અને 243 ઇનિંગ્સમાં પોતાના T20 કરિયરમાં 8000 રન પૂરા કર્યા.
આજે કેએલ રાહુલની 237મી મેચ અને 224મી પારી હશે, તે તેના 8 હજાર ટી20 રનથી માત્ર 33 રન દૂર છે. રાહુલના હાલમાં 7967 રન કર્યા છે, જેમાં 6 સદી અને 68 અડધી સદીનો સમાવેશ થાય છે.
આ લિસ્ટમાં સૌથી ટોચ પર વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ બેટર ક્રિસ ગેલ છે, જેણે 217 મેચ અને 213 ઇનિંગ્સમાં આ આંકડો હાંસલ કર્યો હતો. બીજા નંબરે બાબર આઝમ છે, જેમણે 227 મેચ અને 218 ઇનિંગ્સમાં 8 હજાર T20 રન પૂરા કર્યા છે.