જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિહાસ: IPLમાં આ મહારેકોર્ડ બનાવનારો વિશ્વનો પ્રથમ બોલર
Jasprit Bumrah Record in IPL: IPL 2025 ની 63મી મેચમાં, મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 59 રનથી હરાવીને પ્લેઓફમાં પોતાનું સ્થાન બનાવ્યું. આઈપીએલના ઇતિહાસમાં એવું પહેલીવાર બન્યું કે કોઈ ટીમ પોતાની શરૂઆતની ચાર મેચ જીત્યા પછી પણ પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી છે. એવું માનવામાં આવતું હતું કે દિલ્હીની ટીમ ક્વોલિફાય થઈ શકશે પરંતુ અંતે નસીબે દગો આપ્યો અને મુંબઈ મેચ જીતી ગઈ.
દિલ્હી સામેની આ મેચમાં મુંબઈના કેપ્ટન સૂર્યકુમાર યાદવે 73 રનની ઇનિંગ રમી હતી, જ્યારે જસપ્રીત બુમરાહે 12 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. બુમરાહ અને સૂર્યાના શાનદાર પ્રદર્શનના આધારે, મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આ મહત્ત્વપૂર્ણ મેચ જીતવામાં સફળ રહી.
IPLમાં જસપ્રીત બુમરાહે બનાવ્યો મહારેકોર્ડ
આ મેચમાં બુમરાહ IPLના ઇતિહાસમાં સૌથી વધુ વખત એક મેચમાં 3 થી વધુ વિકેટ લેવામાં સફળ રહ્યો છે. બુમરાહે 25મી વખત આ સિદ્ધિ મેળવી છે. 31 વર્ષીય બુમરાહ IPLના 18 વર્ષના ઈતિહાસમાં ત્રણ વિકેટનો એક ક્વાર્ટર પૂર્ણ કરનાર પ્રથમ બોલર બની ગયો છે. બુમરાહ અને યુઝવેન્દ્ર ચહલ એકમાત્ર એવા બોલર છે જેમણે લીગમાં 20 થી વધુ વખત ત્રણ વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે. ચહલે 22 વખત આ સિદ્ધિ મેળવી છે.
IPLની એક ઇનિંગમાં 3 કે તેથી વધુ વિકેટ લેનારા બોલરો
25* જસપ્રીત બુમરાહ
22 યુઝવેન્દ્ર ચહલ
19 લથિસ મલિંગા
17 રવીન્દ્ર જાડેજા
17 અમિત મિશ્રા
17 સુનિલ નારાયણ
17 હર્ષલ પટેલ
આ ઉપરાંત, બુમરાહ દિલ્હી કેપિટલ્સ સામે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. બુમરાહે દિલ્હી કેપિટલ્સ સામે કુલ 23 મેચ રમી છે અને અત્યાર સુધીમાં કુલ 28 વિકેટ લેવામાં સફળ રહ્યો છે.
આ પણ વાંચો: દિલ્હી કેપિટલ્સના ઝડપી બોલરને ફટકારાયો દંડ, ટીમ પણ IPL ક્વૉલિફાયરની રેસમાંથી બહાર
સૌથી વધુ વિકેટ લેનારા બોલરો
IPLમાં દિલ્હી કેપિટલ્સ સામે સૌથી વધુ વિકેટ લેનારા બોલરો
28* જસપ્રીત બુમરાહ (23 મેચ)-મેચ
27 સુનીલ નારાયણ (24 મેચ)
27 રવિ અશ્વિન (24 મેચ)
27 પિયુષ ચાવલા (25મેચ)
24 હરભજન સિંહ (23 મેચ)