Sports

ICC T20 રેન્કિંગમાં નંબર-1 નો તાજ ઈશાન કિશનના શિરે, અભિષેક શર્મા મોઢું જોતો રહી ગયો

By GS Team
1 Jul 20262 mins read
TukuTouch Logo
ICC દ્વારા જાહેર T20 રેન્કિંગમાં ભારતીય ક્રિકેટ ચાહકો માટે ખુશીના સમાચાર છે. ભારતનો વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશન પ્રથમ વખત વિશ્વના નંબર-1 T20 બેટ્સમેન બન્યો છે. તેણે પોતાના સાથી ખેલાડી અભિષેક શર્માને પાછળ છોડ્યો છે. T20 વર્લ્ડ કપ અને આયરલેન્ડ સિરીઝમાં શાનદાર પ્રદર્શન બદલ તેને આ સ્થાન મળ્યું છે. આ સાથે તે વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ અને અભિષેક શર્મા પછી નંબર-1 બનનાર ચોથો ભારતીય બન્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ICC T20 રેન્કિંગમાં નંબર-1 નો તાજ ઈશાન કિશનના શિરે, અભિષેક શર્મા મોઢું જોતો રહી ગયો

ICC Ranking: ICC દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ T20 આંતરરાષ્ટ્રીય બેટ્સમેનોની રેન્કિંગમાં ભારતીય ક્રિકેટ ચાહકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. ભારતના ડાબોડી વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશને ઇતિહાસ રચતાં પ્રથમ વખત વિશ્વના નંબર-1 T20 બેટ્સમેન બનવાનું બહુમાન મેળવ્યું છે. તેણે પોતાના જ સાથી ખેલાડી અભિષેક શર્માને પાછળ છોડીને આ ટોચનું સ્થાન હાંસલ કર્યું છે.
અભિષેક શર્મા લગભગ 1 વર્ષ સુધી T20 રેન્કિંગમાં નંબર-1ના સ્થાને બિરાજમાન હતો, પરંતુ હવે આ તાજ ઈશાન કિશને પોતાના નામે કર્યો છે. હાલમાં બંને ભારતીય બેટ્સમેનો વચ્ચે માત્ર 7 રેટિંગ પોઇન્ટનો જ તફાવત છે, જે દર્શાવે છે કે વિશ્વ ક્રિકેટના આ ટૂંકા ફોર્મેટમાં ભારતીય ખેલાડીઓનું દબદબો યથાવત છે.


વર્લ્ડ કપ અને આયરલેન્ડ સિરીઝનું મળ્યું ઇનામ
ઈશાન કિશનને આ સર્વોચ્ચ સ્થાન તાજેતરમાં જ આયરલેન્ડ સામે બેલફાસ્ટમાં રમાયેલી 2 મેચોની T20 સિરીઝ અને તે પહેલાં યોજાયેલા T20 વર્લ્ડ કપમાં સતત શાનદાર પ્રદર્શન કરવા બદલ મળ્યું છે. વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ દરમિયાન ઈશાને અંદાજે 200ના વિસ્ફોટક સ્ટ્રાઈક રેટથી 317 રન ફટકાર્યા હતા. ખાસ કરીને પાકિસ્તાન સામે કોલંબોમાં રમાયેલી રોમાંચક મેચમાં રમેલી મેચવિનિંગ ઇનિંગ માટે તેને ‘પ્લેયર ઑફ ધ મેચ’ જાહેર કરાયો હતો. આ જ ફોર્મના જોરે તે કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેટિંગ મેળવવામાં સફળ રહ્યો છે.


આ સાથે જ ઈશાન કિશન ભારતના એવા પસંદગીના દિગ્ગજોની ક્લબમાં સામેલ થઈ ગયો છે જેણે ICC T20 બેટ્સમેનોની રેન્કિંગમાં નંબર-1નું સ્થાન મેળવ્યું હોય. ભારતીય પુરુષ ક્રિકેટના ઇતિહાસમાં વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ અને અભિષેક શર્મા બાદ આવું કરનાર ઈશાન ચોથો બેટ્સમેન બન્યો છે.


ishan.jpeg

અન્ય રેન્કિંગ અને ઓલરાઉન્ડર્સની સ્થિતિ

  • આયરલેન્ડના ખેલાડીઓ: ભારત સામેની સીરીઝના પ્રદર્શનના આધારે આયરલેન્ડના લોર્કન ટકર 4 સ્થાનની છલાંગ લગાવીને 77માં અને રોસ અડેરે 84મું સ્થાન મેળવ્યું છે. બોલિંગમાં આયરલેન્ડના ઝડપી બોલર મેથ્યુ હમ્ફ્રિઝ 25માં ક્રમે પહોંચ્યો છે.
  • ઓલરાઉન્ડર્સ: ભારતના શિવમ દુબેએ ઓલરાઉન્ડરોની યાદીમાં 3 સ્થાનનો સુધારો કરીને 7મું સ્થાન મેળવ્યું છે.

ટેસ્ટ રેન્કિંગમાં પણ મોટો ફેરફાર: બુમરાહ ફરી નંબર-1


T20 ઉપરાંત ICCની નવી ટેસ્ટ રેન્કિંગમાં પણ મોટા ઉલટફેર જોવા મળ્યા છે:

બેટીંગ: ઓસ્ટ્રેલિયાનો વિસ્ફોટક બેટ્સમેન ટ્રેવિસ હેડ પ્રથમ વખત વિશ્વનો નંબર-1 ટેસ્ટ બેટ્સમેન બન્યો છે. જ્યારે ઇંગ્લેન્ડનો હેરી બ્રૂક બીજા અને જો રૂટ ત્રીજા સ્થાને સરકી ગયા છે. નોટિંગહામ ટેસ્ટમાં શાનદાર જીત બાદ ન્યૂઝીલેન્ડનો રચિન રવિન્દ્ર 7માં અને ડેરિલ મિચેલ 11માં સ્થાને પહોંચ્યા છે.


બોલિંગ: ટેસ્ટ બોલરોની રેન્કિંગમાં ભારતના ઘાતક ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ફરી એકવાર વિશ્વના નંબર-1 બોલર તરીકેનું પોતાનું સ્થાન પાછું મેળવી લીધું છે. ન્યૂઝીલેન્ડનો મેટ હેનરી આ યાદીમાં બીજા ક્રમે છે. વેસ્ટ ઇન્ડિઝનો યુવા બોલર શમાર જોસેફ સંયુક્ત રીતે 14માં સ્થાને પહોંચી ગયો છે.