Sports

એક IPL ટીમમાં આખું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને PSL આવી જાય! જાણો કેટલી અમીર છે RR

By GS Team
25 Mar 20262 mins read
TukuTouch Logo
IPL 2026 શરૂ થવાની પહેલા જ તેની બે ટીમ RCB અને રાજસ્થાન રોયલ્સ(RR) ચર્ચામાં આવે છે. IPL 2026માં આ બંને ટીમના માલિક હવે નવા છે. RCB 16,700 કરોડ રૂપિયામાં વેચવામાં આવતા તે IPLની સૌથી મોંઘી ટીમ બની ગઈ છે. જ્યારે રાજસ્થાન રોયલ્સ 15,300 કરોડ રૂપિયામાં વેચવામાં આવી છે. આ બંને ટીમની કિંમત એટલી છે કે, આટલામાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને તેની T20 લીગ PSLને આરામથી ખરીદી શકાય.

Summarized by AI; it may make mistakes. Check important info

એક IPL ટીમમાં આખું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને PSL આવી જાય! જાણો કેટલી અમીર છે RR

IPL vs PSL Net Worth: IPL 2026 શરૂ થવાની પહેલા જ તેની બે ટીમ RCB અને રાજસ્થાન રોયલ્સ(RR) ચર્ચામાં આવે છે. IPL 2026માં આ બંને ટીમના માલિક હવે નવા છે. RCB 16,700 કરોડ રૂપિયામાં વેચવામાં આવતા તે IPLની સૌથી મોંઘી ટીમ બની ગઈ છે. જ્યારે રાજસ્થાન રોયલ્સ 15,300 કરોડ રૂપિયામાં વેચવામાં આવી છે. આ બંને ટીમની કિંમત એટલી છે કે, આટલામાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને તેની T20 લીગ PSLને આરામથી ખરીદી શકાય. 

PCB અને PSLને ખરીદવા માટે ફક્ત RR કાફી 

PCB અને PSL બંનેને ખરીદવા માટે ફક્ત રાજસ્થાન રોયલ્સ જ કાફી છે. તેમજ રાજસ્થાન રોયલ્સની જેટલી બોલી લાગી છે એટલામાં તો PCB અને PSL બંનેની ખરીદી કર્યા બાદ પણ પૈસા વધી શકે છે. ત્યારે હવે સવાલ એ છ કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને તેની PSLની નેટવર્થ કેટલી છે?

PCB અને PSLની કુલ નેટવર્થ કેટલી છે?

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની કુલ સંપત્તિ 55 મિલિયન ડોલર હોવાનું જાણવા મળે છે, જે ભારતીય રૂપિયામાં આશરે ₹500 કરોડ આંકવામાં આવે છે. જેમાં પાકિસ્તાન સુપર લીગ(PSL)ની કુલ સંપત્તિ ₹3,000 કરોડ છે. આમ, PCB અને PSLની કુલ નેટવર્થ આશરે ₹3,500 કરોડ છે.

PCB-PSL ખરીદ્યા બાદ પણ RR પાસે પૈસા બચશે

RR ફ્રેન્ચાઇઝી લગભગ ₹15,300 કરોડમાં ખરીદવામાં આવી હતી. આનો મતલબ કે જો RR દ્વારા PCB અને PSL બંનેને ખરીદવામાં આવે તો પણ તેમની પાસે લગભગ ₹12,000 કરોડ વધશે. 

આ પણ વાંચો: 'હું ધોનીને જ કહીશ કે...', IPL પહેલા MS ધોનીના રિટાયરમેન્ટ પર ગાંગુલીનું મોટું નિવેદન

LSG ઇચ્છે તો PCB-PSLને પણ ખરીદી લે

PCB અને PSLની બંનેની નેટવર્થ કરતાં IPL ટીમ લખનઉ સુપર જાયન્ટ્સ(LSG)ની વેલ્યુ વધુ છે. આમ, PCB-PSL બંને ખરીદ્યા બાદ પણ LSG પાસે નોંધપાત્ર રકમ બાકી રહેવાની શક્યતા છે. IPLમાં RCB અને RRની ડીલ થતાં પહેલા LSG સૌથી મોંઘી ટીમ હતી.