IPLમાં 12 કરોડમાં વેચાયેલા ખેલાડીએ અશ્લીલ સાઈટ પર એકાઉન્ટ શરૂ કર્યું, ફેન્સ ચોંક્યા
Cricketer joins porn site: ઇંગ્લેન્ડના ક્રિકેટર ટાઇમલ મિલ્સે અશ્લીલ વેબસાઇટ પર પોતાનું એકાઉન્ટ ખોલ્યું છે. મિલ્સે ન્યૂ યોર્ક ટાઇમ્સ દ્વારા પ્રકાશિત સમાચારમાં આ વેબસાઇટ પર આવવાનું કારણ પણ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: મોહમ્મદ સિરાજ હવે ટીમ ઈન્ડિયાથી બહાર થશે? ગૌતમ ગંભીરના આ નિર્ણય બાદ ચર્ચા શરૂ
'મને ખબર છે કે, લોકો મારા માટે શું વિચારી રહ્યા છે'
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ પહેલા ક્રિકેટર છે કે,જે આ વેબસાઇટમાં જોડાયો છે. મિલ્સે કહ્યું કે, મને ખબર છે કે, લોકો મારા માટે શું વિચારી રહ્યા છે. તેણે આ અંગે ખુલ્લીને વાત કરી હતી.
'તેમાં કોઈ ગ્લેમરસ કે અશ્લીલ ચિત્રો નહીં હોય'
મિલ્સે કહ્યું કે, 'આ વાતને હું નકારતો નથી, હું અહીં આવ્યો છે, લોકો મને અશ્લીલ સાઇટ તરીકે જાણે છે. પરંતુ, હું ત્યાં આવું કંઈ કરવાનો નથી. પરંતુ, હું બિલકુલ સ્પષ્ટ કરવા માંગુ છું, કે તેમાં કોઈ ગ્લેમરસ કે અશ્લીલ ચિત્રો નહીં હોય. અહીં માત્ર ક્રિકેટ અને મારા જીવન સાથે સંબંધિત વાતો જ હશે. આ એક નવો રસ્તો છે, પરંતુ હું તેના માટે ખૂબ જ ઉત્સાહિત છું.'
પહેલી વાર એસેક્સ દ્વારા પ્રોફેશનલ ક્રિકેટ રમવાનો કોન્ટ્રાક્ટ મળ્યો
32 વર્ષીય મિલ્સ હંમેશા મીડિયામાં રસ ધરાવે છે, જ્યારે તેને પહેલી વાર એસેક્સ દ્વારા પ્રોફેશનલ ક્રિકેટ રમવાનો કોન્ટ્રાક્ટ મળ્યો, ત્યારે તે પૂર્વ લંડન યુનિવર્સિટીમાંથી સ્પોર્ટ્સ પત્રકારત્વનો અભ્યાસ કરી રહ્યો હતો.
IPL 2022માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યો હતો: મિલ્સ
વર્ષ 2017માં તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) દ્વારા IPL માં 12 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. આ દરમિયાન તેણે 5 મેચ રમી હતી, જેમાં તેણે 5 વિકેટ લીધી હતી, પંરતુ, તેનું પ્રદર્શન બહુ યાદગાર નહોતું. તો, IPL 2022માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યો, જ્યાં તેણે 5 મેચમાં 6 વિકેટ લીધી. મુંબઈએ તેને 1.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ડાબોડી ફાસ્ટ બોલર મિલ્સે ઈંગ્લેન્ડ માટે 16 T20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી છે, જ્યાં તેના નામે કુલ 14 વિકેટ છે.