Get The App

મોહમ્મદ સિરાજ હવે ટીમ ઈન્ડિયાથી બહાર થશે? ગૌતમ ગંભીરના આ નિર્ણય બાદ ચર્ચા શરૂ

Updated: Aug 5th, 2025

GS TEAM

Google News
Google News
મોહમ્મદ સિરાજ હવે ટીમ ઈન્ડિયાથી બહાર થશે? ગૌતમ ગંભીરના આ નિર્ણય બાદ ચર્ચા શરૂ 1 - image

Image source: IANS 

Asia Cup 2025: ઇંગ્લેન્ડ સામે હાલમાં પૂર્ણ થયેલી ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમના ઝડપી બોલર મોહમ્મદ સિરાજે અદ્ભુત બોલિંગ કરી મેચને જીતવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. આ સીરિઝમાં તેણે કુલ 23 વિકેટ લઈને સૌથી સફળ બોલર તરીકે ઉભરી આવ્યો. તેની બોલિંગમાં ઇંગ્લેન્ડના બેટ્સમેનો ખૂબ હેરાન થયા હતા. ભારતે છેલ્લી ટેસ્ટ મેચ જીતી હતી. હવે ભારતીય ટીમ બ્રેક બાદ સપ્ટેમ્બર 2025માં એશિયા કપ 2025 માટે મેદાન પર પરત જોવા મળશે, પરંતુ સવાલ એ છે કે શું સિરાજ તે ટીમનો ભાગ હશે?

શું એશિયા કપ 2025માં મોહમ્મદ સિરાજ નહીં રમે? 

હાલમાં એશિયા કપ 2025નું શેડ્યૂલ જાહેર થયું છે. 9 સપ્ટેમ્બરથી લઈને 28 સપ્ટેમ્બર સુધી UAEમાં આ ટુર્નામેન્ટ રમાશે. જે T20 ફોર્મેટમાં રમાશે. પણ શું આ ટુર્નામેન્ટમાં સિરાજ પણ જોવા મળશે કે નહીં એવો સવાલ અનેક ક્રિકેટપ્રેમીઓના મનમાં છે. જણાવી દઈએ કે, મોહમ્મદ સિરાજે તેની કારકિર્દીમાં અત્યાર સુધી 44 વનડે અને ઘણી ટેસ્ટ મેચોમાં ઘણું સારું પ્રદર્શન આપ્યું છે. જોકે, T20 ફોર્મેટમાં સિરાજની બોલિંગ એટલી સારી નથી રહી. તેણે ભારત માટે છેલ્લી T20 સીરિઝ જુલાઈ 2024માં શ્રીલંકા સામે રમી હતી, પરંતુ ત્યારબાદ બાંગ્લાદેશ, સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડ સામેની T20 સીરિઝમાં તેને તક મળી નહોતી.

આ પણ વાંચો : IND VS ENG : ઓવલ ટેસ્ટમાં ભારત જીત્યું પણ કોચ ગંભીર સામે જરૂર ઉઠશે આ સવાલ

જુલાઈ 2024માં ગૌતમ ગંભીર ભારતીય ટીમના હેડ કોચ તરીકે નિયુક્ત થયા બાદ સિરાજે માત્ર એક T20 સીરિઝ જ રમી શક્યો છે. ગંભીરની કોચિંગમાં ટીમનું ધ્યાન યુવા ખેલાડીઓ પર રહ્યું છે, જેનાથી સિરાજ જેવા અનુભવી બોલરને T20 ફોર્મેટમાં ઓછી તક મળી છે. ગંભીરની રણનીતિ અલગ-અલગ ફોર્મેટ માટે અલગ ટીમ તૈયાર કરવાની રહી છે, જેમાં સિરાજની જગ્યા ટેસ્ટ અને વનડેમાં વધુ મજબૂત દેખાય છે. આવી સ્થિતિમાં શું T20 ફોર્મેટમાં સિરાજ ગંભીરની પહેલી પસંદ રહેશે કે નહીં ? તે આવનાર સમયમાં જાણવા મળશે. 

મોહમ્મદ સિરાજની T20 કારકિર્દી 

મોહમ્મદ સિરાજે ટીમ ઇન્ડિયા માટે હજુ સુધી 16 T20 મેચ જ રમી છે. આ દરમિયાન તેણે 7.79ની રનરેટે 14 વિકેટ લીધી છે. એટલું જ નહીં, તે 2024માં T20 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમનો ભાગ હતો. તેને શરૂઆતની મેચમાં ટીમની પ્લેઇંગ 11માં પણ પસંદ કરવામાં આવ્યો.

Tags :