આવતીકાલે IPL મિનિ ઓક્શન : શું સૌથી મોંઘા ખેલાડીનો રેકોર્ડ તૂટશે? જાણો કઈ ટીમ પાસે કેટલી રકમ

IPL 2026 Auction : આઈપીએલની આગામી સિઝન એટલે કે IPL-2026ની તૈયારીઓને લઈને ક્રિકેટ રસિયાઓ માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. સંયુક્ત આરબ અમીરાતના અબુધાબીમાં આવતીકાલે 10 ફ્રેન્ચાઈઝીઓની હાજરીમાં 77 ખેલાડીઓનું મીની ઓક્શન શરૂ થવાનું છે. ઓક્શનમાં કુલ ખર્ચની મર્યાદા 237.55 કરોડ રાખવામાં આવી છે. રિપોર્ટ મુજબ આ સિઝન માર્ચ-2026ના અંતે શરૂ થવાની સંભાવના છે.
ઓક્શનમાં KKR નિર્ણાયક ભૂમિકામાં
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)માં જગ્યા ભરવાની બાકી હોવાથી અને ટીમ પાસે ખેલાડીઓને ખરીદવા માટે સૌથી વધુ 64.3 કરોડ રૂપિયા ‘પર્સ બેલેન્સ’ છે, તેથી ઓક્શનમાં કેકેઆર નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. આ ઉપરાંત ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) પાસે પણ પર્યાપ્ત બજેટ છે, તેથી સીએસકે પણ શ્રેષ્ઠ ખેલાડીઓને પસંદ કરવામાં કોઈ કસર છોડશે નહીં. આમ વધુમાં વધુ નવા ખેલાડીઓ ખરીદવામાં KKR પાસે વધુ તક રહેલી છે.
ફેન્ચાઈઝીઓની આ ખેલાડીઓ પર નજર
રિપોર્ટ મુજબ, ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર કેમરન ગ્રીન પર સૌથી વધુ બોલી લાગી શકે છે. જ્યારે વેંકટેશ અય્યર, લિયામ લિવિંગસ્ટોન અને રવી બિશ્નોઈ જેવા ખેલાડીઓ પણ ફ્રેન્ચાઈઝીઓની નજરમાં હોઈ શકે છે. ટીમો પાસે જરૂરી ફંડ હોવાના કારણે તેઓ અનકેપ્ડ અને ઉભરતા ખેલાડીઓને ઉત્સાહ સાથે ખરીદી શકે છે.
આ પણ વાંચો : ધારાસભ્યોના સ્ટિંગ ઓપરેશનથી હડકંપ, કૌભાંડોનો પર્દાફાશ, જાણો ક્યાં બની ઘટના
IPL-2026ના ઓક્શનમાં કંઈ ટીમો પાસે કેટલા રૂપિયા?
- કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) - 64.3 કરોડ (13 ખેલાડીની જગ્યા ખાલી)
- ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) - 43.4 કરોડ (9 ખેલાડીની જગ્યા ખાલી)
- સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) - 25.5 કરોડ (10 ખેલાડીની જગ્યા ખાલી)
- લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) - 22.95 કરોડ (6 ખેલાડીની જગ્યા ખાલી)
- દિલ્હી કેપિટલ્સ (DC) - 21.8 કરોડ (8 ખેલાડીની જગ્યા ખાલી)
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) - 16.4 કરોડ (8 ખેલાડીની જગ્યા ખાલી)
- રાજસ્થાન રોયલ્સ (RR) - 16.05 કરોડ (9 ખેલાડીની જગ્યા ખાલી)
- ગુજરાત ટાઇટન્સ (GT) - 12.9 કરોડ (5 ખેલાડીની જગ્યા ખાલી)
- પંજાબ કિંગ્સ (PBKS) - 11.5 કરોડ (4 ખેલાડીની જગ્યા ખાલી)
- મુંબઈ ઇન્ડિયન્સ (MI) - 2.75 કરોડ (5 ખેલાડીની જગ્યા ખાલી)
77 ખેલાડીઓ પર લાગશે બોલી
આ વખતની હરાજીની યાદીમાં 350 ખેલાડીઓના નામ સામેલ છે. જોકે ફ્રેન્ચાઈઝી ટીમો વધુમાં વધુ 77 ખેલાડીઓ પર જ બોલી લગાવી શકશે. આમાં 31 જ વિદેશી ખેલાડીઓ લઈ શકાશે. અત્યાર સુધીમાં 240 ભારતીય ખેલાડીઓ અને 110 વિદેશી ખેલાડીઓના નામ શોર્ટલિસ્ટ કરાયા છે.
આ પણ વાંચો : યહુદીઓ પર આતંકી હુમલો થતા નેતન્યાહૂ ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન પર ભડક્યા

