Get The App

ચેમ્પિયન RCB પર કરોડોનો વરસાદ, રનર-અપ ગુજરાત પણ માલામાલ, જુઓ એવોર્ડ્સની યાદી

Updated: Jun 1st, 2026

GS TEAM

Google News
Google News
ચેમ્પિયન RCB પર કરોડોનો વરસાદ, રનર-અપ ગુજરાત પણ માલામાલ, જુઓ એવોર્ડ્સની યાદી 1 - image

IPL 2026 Award Ceremony: આઈપીએલ 2026 (IPL 2026) ના હાઈવોલ્ટેજ ખિતાબી મુકાબલા બાદ ભવ્ય એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. સતત બીજી વખત ચેમ્પિયન બનેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને રનર-અપ રહેલી ગુજરાત ટાઇટન્સ (GT) પર પૈસાનો વરસાદ થયો હતો. આ સાથે જ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓ અને ટીમોને કરોડો રૂપિયાની ઇનામી રકમ અને ખાસ એવોર્ડ્સથી નવાજવામાં આવ્યા હતા.

વિજેતા બનેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમને ₹20 કરોડની બમ્પર પ્રાઇઝ મની મળી હતી, જ્યારે ઉપવિજેતા ગુજરાત ટાઇટન્સને ₹12.50 કરોડથી સંતોષ માનવો પડ્યો હતો.

IPL 2026 માં ટોપ ટીમોની પ્રાઇઝ મની

વિજેતા (રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ): ₹20 કરોડ

રનર અપ (ગુજરાત ટાઇટન્સ): ₹12.50 કરોડ

ત્રીજા નંબરની ટીમ (રાજસ્થાન રોયલ્સ): ₹7 કરોડ

ચોથા નંબરની ટીમ (સનરાઇઝર્સ હૈદરાબાદ): ₹6.5 કરોડ

ટૂર્નામેન્ટના ખાસ એવોર્ડ્સ (Full List of Awards)

આ સીઝનમાં યુવા ભારતીય બેટર વૈભવ સૂર્યવંશીએ ઓરેન્જ કેપ સહિત અનેક એવોર્ડ્સ જીતીને ભારે લાઇમલાઇટ લૂંટી હતી:

ઓરેન્જ કેપ (સીઝનમાં સૌથી વધુ રન): વૈભવ સૂર્યવંશી (776 રન) - ₹10 લાખ

પર્પલ કેપ (સીઝનમાં સૌથી વધુ વિકેટ): કગિસો રબાડા (29 વિકેટ) - ₹10 લાખ

ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન: વૈભવ સૂર્યવંશી - ₹10 લાખ

મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સીઝન: ₹15 લાખ

સુપર સ્ટ્રાઇકર ઓફ ધ સીઝન: વૈભવ સૂર્યવંશી (Tata Sierra કાર)

સીઝનમાં સૌથી વધુ સિક્સ: વૈભવ સૂર્યવંશી (72 છગ્ગા) - ₹10 લાખ

સીઝનમાં સૌથી વધુ ડોટ બોલ: મોહમ્મદ સિરાજ - ₹10 લાખ

સીઝનનો સર્વશ્રેષ્ઠ કેચ: મનીષ પાંડે - ₹10 લાખ

સીઝનમાં સૌથી વધુ ચોગ્ગા: સાઇ સુદર્શન (75 ચોગ્ગા) - ₹10 લાખ

ફેર પ્લે એવોર્ડ: પંજાબ કિંગ્સ

પીચ એન્ડ ગ્રાઉન્ડ એવોર્ડ: ઈડન ગાર્ડન્સ - ₹50 લાખ

ફાઇનલ મેચના એવોર્ડ્સ (Final Match Awards)

ગુજરાત સામેની ફાઇનલ મેચમાં ધમાકેદાર પ્રદર્શન કરીને વિરાટ કોહલી અને રસિખ સલામ જીતના હીરો બન્યા હતા. ફાઇનલ મેચમાં નીચે મુજબના એવોર્ડ્સ અપાયા હતા:

પ્લેયર ઓફ ધ મેચ: વિરાટ કોહલી

સુપર સ્ટ્રાઇકર ઓફ ધ મેચ: વેંકટેશ અય્યર

સુપર સિક્સિસ ઓફ ધ મેચ: વિરાટ કોહલી

ઓન ધ ગો-4s ઓફ ધ મેચ: વિરાટ કોહલી

ગ્રીન ડોટ બોલ ઓફ ધ મેચ: ભુવનેશ્વર કુમાર

IPL 2026: ટોપ-5 બેટર્સ (સૌથી વધુ રન)

વૈભવ સૂર્યવંશી (રાજસ્થાન રોયલ્સ): 776 રન

શુભમન ગિલ (ગુજરાત ટાઇટન્સ): 732 રન

સાઇ સુદર્શન (ગુજરાત ટાઇટન્સ): 722 રન

વિરાટ કોહલી (રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ): 675 રન

હેનરિક ક્લાસેન (સનરાઇઝર્સ હૈદરાબાદ): 624 રન

IPL 2026: ટોપ-5 બોલર્સ (સૌથી વધુ વિકેટ)

કગિસો રબાડા (ગુજરાત ટાઇટન્સ): 29 વિકેટ

ભુવનેશ્વર કુમાર (રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ): 28 વિકેટ

જોફ્રા આર્ચર (રાજસ્થાન રોયલ્સ): 25 વિકેટ

રાશિદ ખાન (ગુજરાત ટાઇટન્સ): 21 વિકેટ

અંશુલ કમ્બોજ (ચેન્નાઈ સુપર કિંગ્સ): 21 વિકેટ