Get The App

VIDEO : ક્લાસેને માત્ર 37 બોલમાં ફટકારી સદી, IPLમાં સૌથી ઝડપી સદી ફટનાર ત્રીજો બેટર બન્યો

Updated: May 25th, 2025

GS TEAM


Google News
Google News
VIDEO : ક્લાસેને માત્ર 37 બોલમાં ફટકારી સદી, IPLમાં સૌથી ઝડપી સદી ફટનાર ત્રીજો બેટર બન્યો 1 - image


IPL-2025 SRH vs KKR : આઈપીએલ-2025માં સનરાઈઝર્સ હૈદરાબાદના બેટર હેનરિચ ક્લાસેને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે માત્ર 37 બોલમાં સદી ફટકારી રેકોર્ડ નોંધાવ્યો છે. તે આઈપીએલમાં ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ત્રીજો બેટ્સમેન બની ગયો છે. અગાઉ 2010માં યુસુફ પઠાણે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ 37 બોલમાં સદી ફટકારી હતી, જેની ક્લાસેને બરોબરી કરી લીધી છે.

સનરાઈઝર્સ હૈદરાબાદે નોંધાવ્યો બીજો સર્વોચ્ચ સ્કોર

ક્લાસેનની સદી અને ટ્રેવિસ હેડની અડધી સદીની મદદથી હૈદરાબાદે કોલકાતા સામે ત્રણ વિકેટે 278 રન ફટકારીને પણ સર્વોચ્ચ સ્કોર નોંધાવનાર ટીમનો રેકોર્ડ નોંધાવ્યો છે. આઈપીએલના ઈતિહાસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ રન ફટકારનારી ટીમમાં બીજા સ્થાને હૈદરાબાદનું નામ આવી ગયું છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ યાદીમાં હૈદારાબાદનું જ નામ પ્રથમ સ્થાને છે. અગાઉ તેણે 23 માર્ચ-2025ના રોજ છ વિકેટે 286 રન નોંધાવ્યા હતા.

સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઓફની રેસમાંથી બહાર

ક્લાસેનની વાત કરીએ તો તેણે 39 બોલમાં સાત ફોર અને નવ સિક્સ સાથે અણનમ 105 રન નોંધાવ્યા હતા. જ્યારે ટ્રેવિસ હેડે 40 બોલમાં છ સિક્સ અને છ ફોર સાથે 76 રન કર્યા હતા. આ ઉપરાંત ઓપનિંગમાં આવેલા અભિષેક શર્માએ 32 રન અને ઈશાન કિશને 29 રન કર્યા હતા. આમ તો સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે, જોકે તેણે આ મેચમાં પણ દમદાર બેટીંગ કરી દર્શકોને ખુશખુશાલ કરી દીધા છે.

આ પણ વાંચો : IPL 2025 : આ ત્રણ ટીમોની હારથી મુંબઈ માટે નંબર-1 બનવાનો માર્ગ મોકળો, જાણો સમીકરણ

ક્લાસેન સનરાઇઝર્સ માટે એક મેચમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બીજો બેટ્સમેન

ક્લાસેન 39 બોલની પોતાની ઈંનિંગમાં નવ છગ્ગા અને સાત ચોગ્ગા ફટકાર્યા છે. તે હૈદરાબાદ માટે એક મેચમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બીજો બેટ્સમેન બન્યો છે. તેના કરતા ફક્ત અભિષેક શર્મા આગળ છે, જેણે આ સિઝનમાં પંજાબ કિંગ્સ સામેની મેચમાં 10 છગ્ગા ફટકાર્યા હતા. સનરાઇઝર્સની ઈનિંગમાં કુલ 19 છગ્ગા ફટકારવામાં આવ્યા હતા. 

Tags :