Get The App

IPL 2025 અંગે મોટા સમાચાર, ફક્ત અઠવાડિયા માટે મોકૂફ, પછી નવો કાર્યક્રમ જાહેર કરાશે

Updated: May 9th, 2025

GS TEAM


Google News
Google News
IPL 2025 અંગે મોટા સમાચાર, ફક્ત અઠવાડિયા માટે મોકૂફ, પછી નવો કાર્યક્રમ જાહેર કરાશે 1 - image


IPL 2025: ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તંગદિલી વચ્ચે આઈપીએલ-2025 એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી હોવાનું બીસીસીઆઈના વાઈસ પ્રેસિડન્ટ રાજીવ શુકલાએ જણાવ્યું છે. 

રાજીવ શુકલાએ નિવેદન આપ્યું છે કે, ભારત અને પાકિસ્તાનની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેતાં આઈપીએલની તમામ મેચો એક અઠવાડિયા સુધી મોફૂક કરવામાં આવી છે. આગામી સપ્તાહે આ સ્થિતિની સમીક્ષા કરી નવો શિડ્યુલ જાહેર કરાશે.

આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરના સાંબામાં સાત પાકિસ્તાની ઘૂસણખોર ઠાર, BSFની મોટી કાર્યવાહી

IPL 2025ની નવી તારીખો ક્યારે જાહેર થશે?

હાલ IPL 2025ની તમામ મેચ મોકૂફ રાખવામાં આવી છે. વિશ્વની સૌથી રોમાંચક T20 લીગની બાકીની મેચો પણ પરિસ્થિતિ સામાન્ય થયા પછી જ યોજાશે. તેની તારીખો પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. બીસીસીઆઈ ખાલી સ્ટેડિયમમાં મેચ રમાડવાનો વિકલ્પ પણ અપનાવી શકે છે. જો કે, દર્શકોની ગેરહાજરીમાં મેચ રમાડવાનો વિકલ્પ ભાગ્યે જ લેવાઈ શકેે.



ગઈકાલે સ્થળમાં કર્યો હતો ફેરફાર

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા સંઘર્ષના કારણે ગઈકાલે આઇપીએલ મેચના સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન અને ભારત વચ્ચે વધી રહેલા તણાવના કારણે 11 મેના રોજ હિમાચલના ધર્મશાલામાં રમાનારી મેચનું સ્થળ બદલવામાં આવ્યું હતું. પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સની મેચ ધર્મશાલાના બદલે અમદાવાદમાં શિફ્ટ કરવામાં આવી હતી. જો કે, આ તણાવ વધતાં બીસીઆઈઆઈએ આઈપીએલ 2025ની તમામ મેચ એક અઠવાડિયા માટે સ્થગિત કરી છેે. 



IPL 2025 અંગે મોટા સમાચાર, ફક્ત અઠવાડિયા માટે મોકૂફ, પછી નવો કાર્યક્રમ જાહેર કરાશે 2 - image

Tags :