For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

IPL 2023 : મુંબઈને હરાવી ફાઈનલમાં પહોંચ્યું ગુજરાત, મોહિત શર્માની 5 વિકેટ, રવિવારે ચેન્નાઈ સામે ટકરાશે

ગુજરાતનો સ્કોર : 20 ઓવરમાં 233/3, શુભમન ગીલના 129 રન, સાઈ સુદર્શનના 43 રન, MI તરફથી મેધવાલ-ચાવલાની 1-1 વિકેટ

મુંબઈનો સ્કોર : 18.2 ઓવરમાં 171 રને ઓલઆઉટ, સૂર્યકુમાર યાદવ 61 રન, GT તરફથી મોહિત શર્માની 5 વિકેટ, રવિવારે CSK સામે ફાઈનલ

Updated: May 26th, 2023

અમદાવાદ, તા.26 મે-2023, શુક્રવાર

ગુજરાત ટાઈટન્સે મુંબઈ ઈન્ડિયન્સને હરાવી IPL-2023ની ફાઈનલમાં મેચમાં ટિકિટ પાક્કી કરી લીધી છે. ગુજરાતની ટીમ રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ફાઈનલ મેચ રમશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી IPL-2023ની બીજી ક્વોલિફાયર મેચમાં ગુજરાતના 20 ઓવરમાં 3 વિકેટે 233 રનના જવાબમાં મુંબઈની ટીમે 18.2 ઓવરમાં 171 રને ઓલઆઉટ થતાં ગુજરાતનો 62 રને વિજય થયો છે. આજની મેચમાં ફરી શુભમન ગીલની આક્રમક બેટીંગ જોવા મળી હતી. ગીલે માત્ર 60 બોલમાં 7 ચોગ્ગા અને 10 છગ્ગા સાથે 129 રન ફટકારતા ગુજરાતની ટીમ મજબુત સ્થિતિમાં આવી ગયું છે. તો બીજી તરફ મુંબઈ તરફથી એક માત્ર સૂર્યકુમાર યાદવે ફિફ્ટી ફટકારી સન્માનજનક પ્રદર્શન કર્યું હતું. તો મુંબઈના બાકીના ખેલાડીઓ મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ ગયા હતા. આ અગાઉ મુંબઈની ટીમે ટોસ જીતીને પહેલા બોલીંગ કરવાનો નિર્ણય કર્યો છે. દરમિયાન આજે શહેરમાં વરસાદ પડ્યો હોવાના કારણે મેચ પણ મોડી શરૂ થઈ હતી.

IPL-2023 Live Scorecard

Live Update : 

મુંબઈનો સ્કોર : રોહિત શર્મા 8 રન, નેહલ વાઢેરા 4 રન, કેમેરોન ગ્રીન  30 રન, સૂર્યકુમાર યાદવ 61 રન, તિલક વર્મા  43 રન, વિષ્ણુ વિનોદ 5 રન, ટિમ ડેવિડ 2 રન, ક્રિસ જોર્ડન 2 રન, પિયુષ ચાવલા 0 રન, કુમાર કાર્તિકેય 6 રન, જેસન બેહરનડોર્ફ 3 રન

ગુજરાતની બોલીંગ : મોહિત શર્માએ 5 વિકેટ ઝડપી, જ્યારે મોહમ્મદ શામી અને રાશિદ ખાને 2-2 વિકેટ તેમજ જોશ લીટલે 1 વિકેટ ઝડપી

ગુજરાત ટાઈટન્સનો મુંબઈ સામે 62 રને વિજય

• મુંબઈનો સ્કોર 18.2 ઓવરમાં 171 રને ઓલઆઉટ,

• 18.2 ઓવર - કુમાર કાર્તિકેય 6 રને આઉટ થતા મુંબઈની ટીમ ઓલઆઉનટ, મોહિત શર્માની ઓવરમાં ડેવિડ મિલરે કર્યો કેચ

• 16.3 ઓવર - પિયુષ ચાવલા 0 રને આઉટ, મોહિત શર્માની ઓવરમાં ડેવિડ મિલરે કર્યો કેચ

• 16.1 ઓવર - ક્રિસ જોર્ડન 2 રને આઉટ, મોહિત શર્માની ઓવરમાં સાઈ સુદર્શને કર્યો કેચ

• 15.3 ઓવર - ટીમ ડેવીડ 2 રને આઉટ, રાશીદ ખાને કર્યે LBW આઉટ

• મુંબઈનો સ્કોર 15 ઓવરમાં 156/6

• 14.5 ઓવર - વિષ્ણુ વિનોદ 5 રને આઉટ, મોહિત શર્માની ઓવરમાં હાર્દિક પંડ્યાએ કર્યો કેચ

• 14.3 ઓવર - સૂર્યકુમાર યાદવ 38 બોલમાં 7 ફોર અને 2 સિક્સ સાથે 61 રન ફટકારી આઉટ, મોહિત શર્માએ કર્યો બોલ્ડ.

• 11.2 ઓવર - કેમરોન ગ્રીન 30 રને આઉટ, લીટરે કર્યો બોલ્ડ

• મુંબઈનો સ્કોર 10 ઓવરમાં 110/3

• 5.6 ઓવર - તિલક વર્મા 43 રને આઉટ, રાશિદ ખાને કર્યો બોલ્ડ

• મુંબઈનો સ્કોર 5 ઓવરમાં 65/2

• 2.2 ઓવર - રોહિત શર્મા 8 રને આઉટ, મોહમ્મદ શામીએ લીધી વિકેટ

• કેમરોન ગ્રીન થયો ઈજાગ્રસ્ત 4 રને રિટાયર્ડ હર્ટ

• આજની મેચમાં વધુ એક ખેલાડી રિટાયર્ડ હર્ટ

• પહેલી જ ઓવરના 5માં બોલે નેહલ વાધેર 4 રને આઉટ, મોહમ્મદ શામીની બોલીંગમાં રિદ્ધિમાન સાહાએ કર્યો કેચ

• મુંબઈની ઈનિંગ શરૂ

ગુજરાતનો સ્કોર : રિદ્ધીમાન સાહાએ 16 બોલમાં 18 રન, શુભમન ગીલે માત્ર 60 બોલમાં 7 ચોગ્ગા અને 10 છગ્ગા સાથે 129 રન, સાઈ સુદર્શને 31 બોલમાં 5 ફોર અને 1 સિક્સ સાથે 43 રન, કેપ્ટન હાર્દિક પંડ્યાએ 13 બોલમાં 2 ફોર અને 2 સિક્સ સાથે અણનમ 28 રન જ્યારે રાશિદ ખાને 2 બોલમાં 1 ફોર સાથે 5 રન નોંધાવ્યા છે.

મુંબઈની બોલીંગ : મુંબઈ તરફથી માત્ર પિયુષ ચાવલા અને આકાશ મેધવારે 1-1 વિકેટ ઝડપી છે. બાકીના તમામ બોલરોનું નિરાશાજનક પ્રદર્શન જોવા મળ્યું હતું.

• ગુજરાતને મુંબઈને જીતવા આપ્યો 234 રનનો ટાર્ગેટ

• ગુજરાતનો સ્કોર 20 ઓવરમાં 233/3 રન

• 18.6 ઓવર - સાઈ સુદર્શન રિટાયર્ડ હર્ટ

• 60 બોલમાં 7 ફોર અને 10 સિક્સ સાથે 129 રન ફટકારી શુભમન ગીલ આઉટ, મેધવાલની બોલીંગમાં ડેવીડે કર્યો કેચ


• ગુજરાતનો સ્કોર 15 ઓવરમાં 166/1

• 14.1 ઓવર - શુભમન ગીલના 100 રન પુરા, 49 બોલમાં 4 ફોર અને 8 સિક્સ સાથે પુરી કરી સેન્ચ્યુરી

• 9.3 ઓવર - શુભમન ગીલના 50 રન પુરા

• 6.2 ઓવર - રિદ્ધિમાન સાહા 18 રને આઉટ, પિયુષ ચાવલાની બોલીંગમાં ઈશાન કિશને કર્યો સ્ટંપ આઉટ

• ગુજરાતનો સ્કોર 5 ઓવરમાં વિના વિકેટે 38 રન

• ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા સામે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલીંગ કરવાનો નિર્ણય કર્યો.

• મેચ 8.00 વાગે શરુ થવાની સંભાવના

• વરસાદના કારણે ટોસ ઉછાળવામાં થયું મોડું

Read Also : આ વર્ષે IPLને ડિજિટલ પ્લેટફોર્મ પર જોવાના મુખ્ય 5 કારણો

Gujarat