For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આ વર્ષે IPLને ડિજિટલ પ્લેટફોર્મ પર જોવાના મુખ્ય 5 કારણો

Updated: Apr 12th, 2023

આ વર્ષે IPLને ડિજિટલ પ્લેટફોર્મ પર જોવાના મુખ્ય 5 કારણો

Image : JioCinemaભારતનો સૌથી મોટો સ્પોર્ટ્સ કાર્નિવલ શરૂ થઈ ગયો છે અને ભારતીયો તેને એક તહેવારની જેમ ઉજવણી કરવા તૈયાર છે અને એનું નામ છે Tata IPL. લગભગ 3 સિઝનના અંતરાળ બાદ IPLએ તેના મૂળ સ્વરૂપ હોમ એન્ડ અવેમાં વાપસી કરી છે. પરંતુ આઈપીએલની 2023ની આ સિઝનમાં સૌથી મોટું આકર્ષણ JioCinema છે જેણે Tata IPLના નવા ડિજિટલ હોમ તરીકે એન્ટ્રી કરી છે.

સિઝનની શરૂઆત થઈ ચૂકી છે અને ઓપનિંગ વીકેન્ડમાં જ Tata IPLનું કવરેજ કરવા મામલે JioCinemaએ અનેક રેકોર્ડનો ખડકલો સર્જ્યો છે. ઓપનિંગ વીકેન્ડ પર JioCinema પર  Tata IPL 2023ને રેકોર્ડબ્રેક 147 કરોડ વીડિયો વ્યૂઝ મળ્યા હતા. તદઉપરાંત પહેલા વીકેન્ડ પર જિયોસિનેમા પર વીડિયો વ્યૂઅર્સની સંખ્યા એટલી હતી કે આટલી તો ગત Tata IPLની આખી સિઝનમાં ડિજિટલ વ્યૂઅર્સની નહોતી. આ સંખ્યા આઈસીસી ટી-20 વર્લ્ડકપ 2022ને ડિજિટલ જોનારા વ્યૂઅર્સના આંકડા કરતાં પણ વધારે હતી.

જો તમે એ વિચારીને હતપ્રભ છો કે કેમ ભારતીયો તેમની ફેવરીટ ટીમ અને ખેલાડીઓને ટીવી કરતાં ડિજિટલ જોવાનું પસંદ કરી રહ્યા છે તો તે સમજવામાં આ 5 કારણો તમારી મદદ કરશે. 

1. Tata IPL 4Kમાં : ભારતમાં પહેલીવાર Tata IPLમાં બેસ્ટ ફ્રેન્ચાઈઝ ક્રિકેટ એક્શન 4K ક્વૉલિટીમાં જોવાની તક મળી રહી છે. 4Kને સપોર્ટ કરતું હોય તેવા કોઇપણ ડિવાઈસમાં જિયોસિનેમા એપના માધ્યમથી યૂઝર્સ Tata IPL લીગની મજા માણી શકે છે.

2. હાઈપ ફીચર : JioCinemaએ તાજેતરમાં સમાપ્ત થયેલી SA20 અને Tata WPLમાં આ ફીચરની ક્ષમતાની ઝાંખી બતાવી હતી પરંતુ Tata IPLમાં આપણે આ ફીચરને તેની સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરતું જોઈ શકીશું. લોકપ્રિય હાઈપ ફીચર પાછું આવી ગયું છે અને તેની મદદથી યૂઝર્સને લાઈવ ક્રિકેટ એક્શનની સાથે સાથે તેમની આંગળીઓના ટેરવે સ્કોરિંગ રેટ, બેટ્સમેનના સ્કોરિંગ એરિયા, બોલર્સ હિટ મેપ, વેગન વ્હિલ અને જરૂરી આંકડાઓ ચકાસવાની સુવિધા આપશે. એટલે કે હવે ફેન્સ લાઈવ રમતને આગળ કે પાછળ કરીને પણ જોઈ શકશે જે તેમને ખૂબ જ અદભૂત અનુભવ આપશે. 

3. મલ્ટી-કેમ (એક કરતાં વધુ કેમેરા એન્ગલ) : JioCinema પર યૂઝર્સને મલ્ટીપલ એટલે કે એક કરતાં વધારે કેમેરા એંગલ દ્વારા લાઈવ ક્રિકેટ એક્શન માણવાની તક મળશે. જેમ કે મેઈન કેમેરા, કેબલ કેમેરા, બર્ડ આઈ કેમેરા, સ્ટમ્પ કેમેરા અને બેટર કેમેરા. એટલે જ જો તમે સૂર્યકુમાર યાદવનું 360 ડિગ્રી પરફોર્મન્સ કે પછી એમ.એસ.ધોનીનો હેલિકોપ્ટર શોટ જોવાનું પસંદ કરતા હોવા તો આ વખતે Tata IPL એ પણ ડિજિટલ રીતે જોવી હોય તો JioCinema તમારા માટે બેસ્ટ પ્લેટફોર્મ સાબિત થશે. મલ્ટી-કેમ મોડ દ્વારા દરેક વ્યક્તિ તેની પસંદગી અનુસારના કેમેરા એંગલથી મેચની મજા માણી શકશે. તેને તેનું સંપૂર્ણ નિયંત્રણ મળે છે. તેનાથી મેચ જોવાનો રોમાંચ વધી જાય છે. 

4. એક કરતાં વધુ ભાષા (મલ્ટી-લિંગ્યુઅલ) : આપણને જો આપણી પસંદગીની ભાષામાં પસંદગીની રમત જોવા મળી જાય તો એની મજા જ અલગ હોય છે. JioCinema તમારી આ ઈચ્છા પણ પૂરી કરશે. JioCinema પર આ વખતે તમે Tata IPLને 12 ભાષાઓ અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી, પંજાબી, બંગાળી, ભોજપુરી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને ઉડિયામાં ઈનસાઈડ ફીડ, હેંગઆઉટ ફીડ, ફેન્ટસી ફીડ અને ફેનઝોન ફીડ સહિત 16 ફીડમાં માણી શકશો. તેની સાથે જ JioCinemaએ એક એલાઇટ ક્લબ બનાવી છે જેમાં Tata IPLના ચેમ્પિયન્સ અને લેજન્ડ્સ સુરૈશ રૈના, ક્રિસ ગેઈલ, એબી ડીવિલિયર્સ, અનિલ કુંબલે, રોબિન ઉથપ્પા, આર.પી.સિંહ, ઝહીર ખાન, ઈઓન મોર્ગન, ગ્રીમ સ્મિથ અને સ્કોટ સ્ટાયરિસને એક્સપર્ટ પેનલમાં સામેલ કર્યા છે.   

5. દરેક માટે મફત : સૌથી મહત્ત્વની વાત જે IPLની આ સિઝનને જોવાના અનુભવને સુખદ બનાવે છે તે એ છે કે JioCinema આ ઊર્જાવાન અને પાવરફુલ લીગને જિયો, એરટેલ, વોડાફોન-આઈડિયા, BSNL અને તમામ અન્ય સબ્સક્રાઈબર્સને મફત ઓફર કરી રહી છે. પહેલી વાર આ તમામ ફીચર સાથે Tata IPL એ પણ મફતમાં નિહાળવાનો વિકલ્પ એક અલગ જ રોમાંચ આપવા તૈયાર છે. 

Article Content Image
Gujarat