Get The App

ઇન્સ્ટાગ્રામ મોડલ્સને અમારા કરતા વધુ મહત્ત્વ મળે છે: બ્રોન્ઝ મેડલ વિજેતા ખેલાડીનું દર્દ છલકાયું

Updated: May 7th, 2026

GS TEAM

Google News
Google News
ઇન્સ્ટાગ્રામ મોડલ્સને અમારા કરતા વધુ મહત્ત્વ મળે છે: બ્રોન્ઝ મેડલ વિજેતા ખેલાડીનું દર્દ છલકાયું 1 - image

Satwiksairaj Rankireddy: ઇન્સ્ટાગ્રામ મોડલ્સને અમારા કરતા વધુ મહત્ત્વ મળે છે: બ્રોન્ઝ મેડલ વિજેતા ખેલાડીનાં નિવેદનથી ચર્ચા જાગી છે.  થોમસ કપમાં બ્રોન્ઝ મેડલ જીતનારા બેડમિન્ટન સ્ટાર સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીનો આક્રોશથી હાલ તો મીડિયા અને સોશિયલ મીડિયા સ્તબ્ધ છે. થોમસ કપ રમીને અમે એરપોર્ટ પર ઉતર્યા ત્યારે કોઈ ઓળખતું નહોતું, સરકાર કે બેડમિન્ટન એસોસિએશન તરફથી પણ કોઈ સ્વાગતમાં ન આવ્યું નહોતું. હું મિત્રો સાથે ડિનર માટે જાઉં તો ટેબલ નથી મળતું, પણ ઈન્સ્ટાગ્રામની કોઈ ફેમસ વ્યક્તિ ત્યાં આવે તો તેનું સ્વાગત કરાય છે. ક્યારેક મને લાગે છે કે બેડમિન્ટન છોડીને ઇન્સ્ટાગ્રામ પર કન્ટેન્ટ ક્રિએટર બની જાઉં. હું પણ ડાન્સ અને ગીતો ગાઈને પૈસા કમાઈશ. 

અમારુ સ્વાગત પણ કરવામાં આવ્યું નહી

ભારતીય બેડમિન્ટન જગતનો ચમકતો સિતારો સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીએ રોષ ઠાલવ્યો છે. થોમસ કપમાં ભારતને બ્રોન્ઝ મેડલ જીતાડ્યા બાદ સ્વદેશ પરત ફરેલી ટીમનું જે રીતે ઉપેક્ષિત સ્વાગત થયું, તેનાથી સાત્વિકનું હૃદય ભરાઈ આવ્યું છે.  એક ઈન્ટરવ્યૂમાં સાત્વિકે જણાવ્યું કે, જ્યારે અમે થોમસ કપ રમીને પરત આવ્યા, ત્યારે એરપોર્ટ પર કોઈને ખબર પણ નહોતી કે, અમે બેડમિન્ટન ટીમ છીએ. ઈમિગ્રેશન લાઈન હોય કે ફ્લાઈટ, અમને કોઈ ઓળખતું નહોતું. એરપોર્ટ પર અમારું સ્વાગત કરવા માટે બેડમિન્ટન એસોસિએશન કે સરકારનો એક પણ પ્રતિનિધિ હાજર નહોતો.

આ પણ વાંચો : ‘હવે આઈટમ સોન્ગ નહીં કરું...’ નોરા ફતેહીએ 'સરકે ચુનર' ગીતના વિવાદ વચ્ચે NCW સમક્ષ માફી માગી

દેશ માટે શરમજનક બાબત કહેવાય

નેશનલ ટીમ માટે આનાથી વધુ શરમજનક બાબત બીજી કઈ હોઈ શકે કે, ખેલાડીઓએ તેમની કિટ જાતે તૈયાર કરવી પડી? સાત્વિકે ખુલાસો કર્યો કે, અમે થોમસ કપની જર્સી જાતે ડિઝાઇન કરી હતી. પોતાના કડવા અનુભવો શેર કરતા સાત્વિકે હૈદરાબાદની એક ઘટના ટાંકી હતી. તેણે કહ્યું, હૈદરાબાદમાં જ્યારે હું મારા મિત્રો સાથે ડિનર માટે જાઉં છું અને ટેબલ માંગુ છું, ત્યારે મને કહેવામાં આવે છે કે, સીટ ખાલી નથી. હું તેમને જણાવું છું કે હું કોણ છું અને મેં શું સિદ્ધિ મેળવી છે, છતાં તેઓ માનતા નથી. પરંતુ એ જ ક્ષણે કોઈ ઇન્સ્ટાગ્રામ ફેમસ વ્યક્તિ આવે છે, તો તેમને તરત જ મેમ, પ્લીઝ પધારો કહીને ખાલી ટેબલ આપી દેવામાં આવે છે. 

મન થાય છે કે બેડમિન્ટન છોડી કન્ટેન્ટ ક્રિએટર બનવું જોઇએ

સાત્વિકે હતાશામાં ત્યાં સુધી કહી દીધું કે, ક્યારેક મને લાગે છે કે બેડમિન્ટન છોડીને ઇન્સ્ટાગ્રામ પર કન્ટેન્ટ ક્રિએટર બની જાઉં. હું પણ ડાન્સ અને ગીતો ગાઈને પૈસા કમાઈશ. અહીં મહેનતનું કોઈ મૂલ્ય નથી. સોશિયલ મીડિયા પર ખેલાડીઓને ટ્રોલ કરનારાઓ પર નિશાન સાધતા તેણે કહ્યું કે, જ્યારે અમે હારીએ છીએ ત્યારે લોકો તરત જ ટિપ્પણી કરે છે કે જુઓ, આ લોકો પહેલા રાઉન્ડમાં જ હારી ગયા, પણ જ્યારે અમે મેડલ જીતીએ છીએ ત્યારે કોઈ પાસે એક નાનું બુકે આપવાનો કે અભિનંદન આપવાનો સમય નથી હોતો.