એશિયન ગેમ્સમાં ભારતનું ખાતું ખુલ્યું, શૂટિંગમાં મહિલા ટીમે સિલ્વર મેડલ જીત્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Asian Games 2026 India : જાપાનના આઈચી-નાગોયા ખાતે શરૂ થયેલી 20મી એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ ઉત્સાહજનક શરૂઆત કરી છે. આ મહાકુંભમાં ભારતીય દળતરફથી કુલ 503 ખેલાડીઓ (269 પુરુષ અને 234 મહિલા) ભાગ લઈ રહ્યા છે, જેઓ 34 અલગ-અલગ રમતોમાં પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરી રહ્યા છે. ભારતીય દળમાં સૌથી વધુ 74 ખેલાડીઓ એથલેટિક્સના છે, જ્યારે ફીલ્ડ હોકીમાં 40 ખેલાડીઓ સામેલ છે. આ ઉપરાંત ક્રિકેટ અને શૂટિંગમાં 30-30 તથા કબડ્ડીમાં 24 સભ્યોની ટીમ ઉતરી છે. વર્ષ 2022 માં હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ભારત તરફથી 661 ખેલાડીઓ ગયા હતા અને કુલ 106 મેડલ જીતીને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું હતું. આ વખતે કદમાં નાનો હોવા છતાં ભારતીય દળતે સિદ્ધિને વટાવવાના ઇરાદા સાથે મેદાનમાં છે.
શૂટિંગમાં સિલ્વર મેડલની ભેટ અને શાનદાર શરૂઆત
એશિયન ગેમ્સના શરૂઆતી દિવસોમાં જ ભારત માટે ખુશખબર સામે આવી છે. શૂટિંગ સ્પર્ધામાં ભારતીય નિશાનેબાજોએ શાનદાર પ્રદર્શન કરતા દેશનું ખાતું ખોલાવ્યું છે. મહિલાઓની 10 મીટર એર રાઇફલ ટીમ સ્પર્ધામાં એલાવેનિલ વલારિવન, સોનમ મસ્કર અને વિદર્ષા કોચલુમ્કલ વિનોદની ત્રિપુટીએ શાનદાર રમત દાખવીને રજત (સિલ્વર) મેડલ પોતાના નામે કર્યો છે. આ ઉપરાંત એલાવેનિલ વલારિવને 10 મીટર એર રાઇફલની વ્યક્તિગત સ્પર્ધામાં પણ રજત મેડલ મેળવીને દેશનું માન વધાર્યું છે. ક્વોલિફાઇંગ રાઉન્ડમાં સોનમે 634.1 અંક સાથે ત્રીજું અને એલાવેનિલએ 633.5 અંક સાથે સાતમું સ્થાન મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
મહિલા હોકી ટીમનો 19-0થી ઐતિહાસિક વિજય
ભારતીય મહિલા હોકી ટીમે પોતાના પ્રથમ ગ્રુપ સ્ટેજ મેચમાં આક્રમક રમતનું પ્રદર્શન કરતા ઉઝબેકિસ્તાનની ટીમને 19-0થી કચડી નાખી હતી. આ ભવ્ય વિજયમાં દીપિકાએ એકલાએ શાનદાર પ્રદર્શન કરતા 8 ગોલ નોંધાવ્યા હતા, જ્યારે અન્ય 7 ભારતીય ખેલાડીઓએ પણ શાનદાર ગોલ કરીને ટીમને રેકોર્ડબ્રેક વિજય અપાવ્યો હતો. આ જીતથી ભારતીય ટીમનોત્મવિશ્વાસ સાતમા આસમાને પહોંચી ગયો છે.
એમએમએ (MMA) માં ભારતનો મેડલ પક્કો
મિક્સ્ડ માર્શલ આર્ટ્સ(MMA) માં પણ ભારત માટે સારા સમાચાર આવ્યા છે. સુચિકા તારિયાલે ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં મંગોલિયાના એથીલેટને હરાવીને ટ્રેડિશનલ 60 કિલોગ્રામ વજનવર્ગના સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. આ શાનદાર જીત સાથે જ સુચિકાએ ભારત માટે ઓછામાં ઓછો બ્રોન્ઝ મેડલ નિશ્ચિત કરી દીધો છે. તે મંગળવારે પોતાનો સેમિફાઇનલ મુકાબલો રમશે, જ્યાં તેનો પ્રયાસ મેડલના રંગને બદલવાનો રહેશે.




