Sports

ભારતીય મહિલા હોકી ટીમે સતત ત્રીજી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી, ફાઇનલમાં ચીનને 3-1થી માત આપી

By GS Team
28 Nov 20262 mins read
TukuTouch Logo
ભારતીય મહિલા હોકી ટીમે સલીમા ટેટેની કેપ્ટનશિપમાં ચીનને 3-1થી હરાવી 2026ની એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. દીપિકાએ 2 ગોલ કરી 'પ્લેયર ઓફ ધ મેચ'નો ખિતાબ જીત્યો. શરૂઆતમાં 0-1થી પાછળ રહ્યા બાદ ટીમે જોરદાર વાપસી કરી હતી. આ ભારતનો સતત ત્રીજો અને કુલ ચોથો ખિતાબ છે, જે એક રેકોર્ડ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતીય મહિલા હોકી ટીમે સતત ત્રીજી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી, ફાઇનલમાં ચીનને 3-1થી માત આપી

Womens Hockey Asian Champions Trophy 2026 : ભારતીય મહિલા હોકી ટીમે સલીમા ટેટેની કેપ્ટનશિપમાં શાનદાર પ્રદર્શન કરતાં મહિલા હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026ની ફાઇનલ મેચમાં ચીનને 3-1ના અંતરથી હરાવીને ખિતાબ ભારતના નામે કર્યો છે. આ મેચમાં શરૂઆતમાં સામાન્ય પ્રદર્શન અને 0-1થી પાછળ પડ્યા બાદ ભારતીય ટીમે જોરદાર વાપસી કરી અને બીજા હાફમાં શ્રેષ્ઠ પ્રદર્શન બતાવીને મેચ જીતી લીધી. દીપિકાને આ મેચમાં શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવી છે.

દીપિકાએ ભારત માટે કર્યા 2 ગોલ

ભારત માટે પહેલો ગોલ દીપિકાએ પેનલ્ટી કોર્નર દ્વારા કર્યો, જ્યારે બીજો ફિલ્ડ ગોલ હતો જે ઇશિકાએ કર્યો, અને ભારત માટે ત્રીજો ગોલ પણ દીપિકાએ જ પેનલ્ટી કોર્નરથી કર્યો. આ મેચના બીજા હાફમાં ભારતનો દબદબો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. પહેલા હાફ દરમિયાન ભારતીય ખેલાડીઓ મહત્ત્વના સમયે યોગ્ય પાસ ન આપી શક્યા અને બોલને યોગ્ય રીતે કંટ્રોલ પણ ન કરી શક્યા, પરંતુ બીજા હાફમાં તો ભારતીય ખેલાડીઓએ આખી રમતનું વાતાવરણ જ બદલી નાખ્યું.

ભારતે સતત ત્રીજી વખત જીત્યો ખિતાબ

ભારતે ચીનને હરાવ્યા બાદ સતત ત્રીજી વખત હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. આ સાથે જ અત્યાર સુધીમાં ભારતે કુલ 4 વખત આ ખિતાબ જીત્યો છે, જે ઇતિહાસમાં કોઈપણ ટીમની સરખામણીએ વધારે છે. ભારતે 2016માં પહેલી વખત આ ટુર્નામેન્ટ જીતવાનો ખિતાબ મેળવ્યો હતો અને તે સમયે પણ ભારતે ચીનને 2-1થી હરાવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2023માં ભારતે જાપાનને 4-0થી હરાવીને બીજી વખત આ ખિતાબ જીત્યો હતો. જ્યારે ત્રીજી વખત 2024માં ફરી ચીન સામે ખિતાબ જીત્યો હતો. હવે ચોથી વખત 2026માં પણ ચીનને હરાવીને મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે.

મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારી ટીમો:

  • 2010માં દક્ષિણ કોરિયા
  • 2011માં દક્ષિણ કોરિયા
  • 2013માં જાપાન
  • 2016માં ભારત
  • 2018માં દક્ષિણ કોરિયા
  • 2021માં જાપાન
  • 2023માં ભારત
  • 2024માં ભારત
  • 2026માં ભારત