Sports

ભારતીય દિગ્ગજે ગિલને આપી મહત્ત્વની સલાહ, ઈંગ્લેન્ડના બોલર્સને હંફાવવામાં કરશે મદદ!

By GS TEAM
15 Jun 20252 mins read
TukuTouch Logo
શુભમન ગિલના નેતૃત્વવાળી ભારતીય ટીમ હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 20 જૂનથી ટેસ્ટ મેચો શરુ થશે. સીરિઝ પહેલા પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ ભારતના નવા ટેસ્ટ કેપ્ટન તરીકે પહેલો કાર્યભાર સંભાળે તે પહેલા ગિલને પોતાની બેટિંગમાં સુધારો કરી શકે તેના વિશે મહત્ત્વની સલાહ આપી હતી, જેથી કરીને ઈંગ્લેન્ડના બોલર્સને હંફાવવામાં મદદ મળી શકે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતીય દિગ્ગજે ગિલને આપી મહત્ત્વની સલાહ, ઈંગ્લેન્ડના બોલર્સને હંફાવવામાં કરશે મદદ!

Sourav Ganguly gives important advice to Gill: શુભમન ગિલના નેતૃત્વવાળી ભારતીય ટીમ હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 20 જૂનથી ટેસ્ટ મેચો શરુ થશે. સીરિઝ પહેલા પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ ભારતના નવા ટેસ્ટ કેપ્ટન તરીકે પહેલો કાર્યભાર સંભાળે તે પહેલા ગિલને પોતાની બેટિંગમાં સુધારો કરી શકે તેના વિશે મહત્ત્વની સલાહ આપી હતી, જેથી કરીને ઈંગ્લેન્ડના બોલર્સને હંફાવવામાં મદદ મળી શકે. 

આ પણ વાંચો : વિરાટ કોહલી અને રોહિત શર્મા પાસેથી શું શીખ્યો ગિલ? કહ્યું- 'તે ગાળો પણ આપશે તો...'

'કટોકટીના સમયે બેટિંગ માટે આવવું પડી શકે છે'

રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતિ લીધા બાદ તેમની વિરાસતને આગળ વધારવાની જવાબદારી શુભમન ગિલને સોપવામાં આવી છે. ગાંગુલીએ કહ્યું કે ગિલ ટેસ્ટ મેચની બેટિંગ પર કામ શકે છે, કારણ કે, તે ટોપનો બેટર છે. પૂર્વ ભારતીય કેપ્ટને કહ્યું કે, ઈંગ્લેન્ડની પરિસ્થિતિઓમાં તમને માત્ર લાઈનમાં હિટ કરવાની મંજૂરી આપતાં નથી. ગાંગુલીના કહેવા પ્રમાણે ગિલને મુશ્કેલ સમયમાં બેટિંગ માટે આવવું પડી શકે છે અને ફરી તેને અલગ રીતે રમવું પડી શકે છે.

આ પણ વાંચો : IND vs ENG: સચિન તેંડુલકરે દિલ જીત્યું, ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝમાં નહીં ભૂલાય પટૌડીનું નામ

ઈંગ્લેન્ડમાં બોલ સ્વિંગ થશે

ગાંગુલીએ એક વાતચીતમાં કહ્યું કે, 'શુભમન ગિલને શુભકામનાઓ. મને ખાતરી છે કે તે પોતાની ટેસ્ટ મેચની બેટિંગ પર કામ કરી શકશે, તે એક ટોપનો બેટર છે. આ એવી પરિસ્થિતિઓ નથી, જ્યાં તમે માત્ર લાઇન દ્વારા હિટ કરો છો, બોલ સીમ કરશે, સ્વિંગ થશે, નવો બોલ અલગ હશે. આ ઉપરાંત એવો પણ સમય આવી શકે છે, કે જ્યારે ભારતનો સ્કોર 10/2 હોય અને તમારે આવીને નવા બોલનો સામનો કરવો પડે. આવી પરિસ્થિતિમાં તેનો ઉપયોગ અલગ રીતે કરવો પડશે.'