વિરાટ કોહલી અને રોહિત શર્મા પાસેથી શું શીખ્યો ગિલ? કહ્યું- 'તે ગાળો પણ આપશે તો...'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IND vs ENG: ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી શરૂ થતાં પહેલાં શુભમન ગિલે કહ્યું હતું કે, રોહિત શર્મા અને વિરાટ કોહલીમાં લીડરશીપના કયા ગુણો છે, જે તેમને ગમ્યા હોય અને તેઓ તેમને કેપ્ટન તરીકે અપનાવવા માંગે છે. ગિલે એમ પણ કહ્યું હતું કે, તેમનો પહેલું લક્ષ્ય ટીમના માહોલને ખેલાડીઓ માટે સુરક્ષિત બનાવવાનો છે.
'મેં ક્યારેય કેપ્ટન બનવાનું વિચાર્યું ન હતું'
શુભમન ગિલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મેં ક્યારેય કેપ્ટન બનવાનું વિચાર્યું ન હતું. જ્યારે હું ક્રિકેટ શીખી રહ્યો હતો, ત્યારે હું માત્ર ટીમ ઈન્ડિયા માટે રમવા અને ભારતને મેચ જીતાવવા વિશે જ વિચારતો હતો.'
આ પણ વાંચો : ગુજરાતમાં રમતાં જોવા મળશે વિરાટ-રોહિત, BCCIએ IND vs NZ વન-ડે સીરિઝની જાહેરાત કરી
શુભમન ગિલ ખેલાડીઓને આપવા માંગે છે આવો માહોલ
પૂર્વ ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકે શુભમન ગિલનો ઈન્ટરવ્યું લીધો હતો, જેમાં તેમણે સૌથી પહેલા પૂછ્યું કે, તમે કેપ્ટન તરીકે ટીમને ક્યા લઈ જવા માંગો છો? કોઈ સ્પેશિયલ ટ્રોફી અથવા કોઈ ખાસ લક્ષ્ય કે, જે તમે નક્કી કર્યું હોય?
'એવું કલ્ચર બનાવવા માંગુ છું, કે, જ્યાં દરેક સુરક્ષિત અને આનંદ અનુભવે'
આ પ્રશ્નના જવાબમાં શુભમન ગિલે કહ્યું કે, 'ટ્રોફી સિવાય, હું ટીમમાં એવો માહોલ, એવું કલ્ચર બનાવવા માંગુ છું, કે, જ્યાં દરેક સુરક્ષિત અને આનંદ અનુભવે. એવું વાતાવરણ બનાવવું મુશ્કેલ હોઈ શકે છે, કારણ કે, અમે એટલી મેચ રમીએ છીએ, અલગ અલગ ટીમો છે. પરંતુ હું કરી શકું, તો આ કરીશ, આ મારુ લક્ષ્ય છે.'
રોહિત શર્મા ગાળો પણ આપે તો પણ..
દિનેશ કાર્તિકે પૂછ્યું કે, તમે રોહિત શર્મા, વિરાટ કોહલીની સાથે રમ્યા છો. એક લીડર તરીકે તમે તેમનામાંથી શું શીખ્યા? તેના જવાબમાં ગિલે કહ્યું કે, જ્યારે હું વિરાટ ભાઈની કેપ્ટનશીપમાં રમ્યો હતો, ત્યારે ટેસ્ટમાં મેદાન પર તેમની સક્રિયતા, તેમના વિચારો આ બધી બાબતો મને પસંદ આવતી અને હું તે શીખ્યો. જેમ કે જો કોઈ પ્લાન કામ ન આવે તો, તેમની પાસે બીજો પ્લાન તૈયાર હોતો. તે બોલરો સાથે વાત કરતો હતો કે, તે તેમની પાસેથી શું ઇચ્છે છે. હું તેને આક્રમક નહીં કહું, પરંતુ ટેક્નિકલી રીતે તે આક્રમક કેપ્ટન હતા અને તે એવા લોકોમાંથી એક હતા જેઓ પોતાની વાતચીત સ્પષ્ટ રાખતા હતા.'
આ પણ વાંચો : ઈન્ટ્રા સ્કવૉડ વૉર્મ અપ મેચમાં સરફરાઝ ખાને ફટકારી શાનદાર સદી, બુમરાહને ન મળી વિકેટ
રોહિત શર્મા વિશે વાત કરતાં ગિલે કહ્યું કે, તેમણે ટીમમાં એવું વાતાવરણ બનાવી રાખ્યું હતું કે, જો તે તમને ગાળો આપે તો પણ તેને કોઈ દિલ પર નહોતા લેતા. આ તેમની પર્સનાલિટી હતી, જે ખૂબ જ શાનદાર હતી. જો તેઓ તમારા પર ગુસ્સા પણ કરે તો દિલથી ન કરતાં, તેઓ બસ ટીમના હિત વિશે વિચારીને કહેતા.'









