Get The App

ભારત વિરુદ્ધ T20 માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, ક્રિકેટથી બ્રેક લેનારા દિગ્ગજની વાપસી

Updated: Jun 13th, 2025

GS TEAM


Google News
Google News
ભારત વિરુદ્ધ T20 માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, ક્રિકેટથી બ્રેક લેનારા દિગ્ગજની વાપસી 1 - image


England Squad for India T20 Series : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી20 મેચ અને વન-ડે મેચોની સિરિઝ શરૂ થવાની છે, ત્યારે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે (ECB) ટી20 માટે ટીમની જાહેરાત કરી છે. બંને દેશોની મહિલા ટીમ વચ્ચે પાંચ ટી20 મેચ અને ત્રણ વન-ડે મેચ રમાવાની છે. આ સિરિઝની શરૂઆત 28 જૂનથી થવાની છે, ત્યારે ઈંગ્લેન્ડે તાજેતરમાં જ ક્રિકેટમાંથી બ્રેક લેનાર સોફી એક્લેસ્ટોન (Sophie Ecclestone)નો ટી20 સિરિઝમાં સમાવેશ કર્યો છે. 

સોફી એક્લેસ્ટોનને ટીમમાં પરત લેવાઈ

ઈંગ્લેન્ડની દિગ્ગજ ખેલાડી સોફીએ તાજેતરમાં જ ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો, જોકે ઈસીબીએ સોફી ટીમમાં પરત ફરી હોવાની સત્તાવાર જાહેરાત કરી છે. ટીમની ખેલાડી નેટ સાઈવર બ્રંટને એપ્રિલ-2025માં ઈંગ્લેન્ડની મહિલા ટી20 ટીમની કેપ્ટન બનાવાઈ હતી, ત્યારે બ્રંટ કેપ્ટન તરીકે ભારત વિરુદ્ધ પ્રથમવાર મેદાનમાં ઉતરશે. ઈંગ્લેન્ડ ટીમની હેડ કોચ શાર્લેટ એડવર્ડ્સે (Charlotte Edwards) ભારતને વિશ્વની શ્રેષ્ઠ ટીમ ગણાવી છે. આગામી વર્ષે ટી20 વર્લ્ડકપ રમાવાનો છે, તેથી એડવર્ડ્સે કહ્યું કે, ભારત વિરુદ્ધની આ સિરીઝ વિશ્વકપની તૈયારીઓના ભાગરુપે અમારા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

ભારત વિરુદ્ધ T20 માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, ક્રિકેટથી બ્રેક લેનારા દિગ્ગજની વાપસી 2 - image

આ પણ વાંચો : ઈંગ્લેન્ડ પ્રવાસે ટીમ ઈન્ડિયાનો સાથ છોડી ગૌતમ ગંભીર વતન પરત, માતાને કાર્ડિયાક અરેસ્ટ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી T20 મેચોનો શેડ્યૂલ

  • 28 જૂન - પ્રથમ ટી20 મેચ, સ્થળ - નોર્ટિધમ
  • 01 જુલાઈ - બીજી ટી20 મેચ, સ્થળ - બ્રિસ્ટલ
  • 04 જુલાઈ - ત્રીજી ટી20 મેચ, સ્થળ - ધ ઓવલ
  • 09 જુલાઈ - ચોથી ટી20 મેચ, સ્થળ - માન્ચેસ્ટર
  • 12 જુલાઈ - પાંચમી ટી20 મેચ, સ્થળ - બર્મિંઘમ

T20 સિરીઝ માટે ઈંગ્લેન્ડ ટીમ

એમ.આર્લોટ, ટૈમી બ્યૂમોન્ટ, લોરેન બેલ, એલિસ કૈપ્સી, ચાર્લી ડીન, સોફિયા ડંકલે, સોફી એક્લેસ્ટોન, લોરેન ફાઇલર, એમી જોન્સ, નેટ સાઈવર-બ્રન્ટ (કેપ્ટન), પૈગે સ્કોલ્ફિલ્ડ, લિંસી સ્મિથ, ડૈની વ્યાટ-હોજ, ઈસી વોંગ

આ પણ વાંચો : 10 જ દિવસમાં બીજી ફાઈનલ મેચ હાર્યા બાદ શ્રેયસ અય્યરે કેમ કહ્યું- આ પીઠમાં છરો મારવા જેવુ

Tags :