ઈંગ્લેન્ડ પ્રવાસે ટીમ ઈન્ડિયાનો સાથ છોડી ગૌતમ ગંભીર વતન પરત, માતાને કાર્ડિયાક અરેસ્ટ
Gautam Gambhir Mother Seema Gambhir heart attack: ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર સાથે જોડાયેલા એક ખાસ સમાચાર સામે આવી રહ્યા છે. તેમની માતા સીમા ગંભીર હાર્ટ એટેક આવ્યો હતો. ગંભીરને આ અંગેના સમાચાર મળ્યા તો તેઓ તાત્કાલિક ઈંગ્લેન્ડથી ભારત પરત આવી ગયા છે. રિપોર્ટ પ્રમાણે આ ઘટના 11 જૂનના રોજ બની હતી. ગંભીર હવે 17 જૂનના રોજ ટીમ ઈન્ડિયા સાથે જોડાશે.
ગંભીર છેલ્લે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન પણ ફેમિલી ઈમરજન્સીના કારણે ભારત પરત આવ્યા હતા. નોંધનીય છે કે, ગંભીર માટે ઓસ્ટ્રેલિયા પ્રવાસ અને ન્યુઝીલેન્ડ સિરીઝના પરિણામ બાદ ગંભીર માટે ઈંગ્લેન્ડ પ્રવાસ ખૂબ જ મહત્ત્વનો છે. ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ સીરિઝ 20 જૂનથી શરુ થઈ રહી છે.
સહાયક કોચ રાયન ટેન ડોશેટ ટીમનું નેતૃત્વ કરશે
ગંભીરની ગેરહાજરીમાં સહાયક કોચ રાયન ટેન ડોશેટ ટીમનું નેતૃત્વ કરશે. શુક્રવારે શરુ થનારી ચાર દિવસીય પ્રેક્ટિસ મેચ દરમિયાન મુખ્ય કોચની જવાબદારી સંભાળશે. તેમણે બોલર કોચ મોર્ને મોર્કલ અને બેટર કોચ સિતાંશુ કોટક જેવા અન્ય કોચિંગ સ્ટાફથી મદદ મળશે.