Get The App

10 જ દિવસમાં બીજી ફાઈનલ મેચ હાર્યા બાદ શ્રેયસ અય્યરે કેમ કહ્યું- આ પીઠમાં છરો મારવા જેવુ

Updated: Jun 13th, 2025

GS TEAM

Google News
Google News
Shreyas Iyer Losing 2nd Final 10 Days


Shreyas Iyer Losing 2nd Final 10 Days: શ્રેયસ ઐયરની આગેવાની હેઠળની પંજાબ કિંગ્સ 3 જૂને IPL 2025 ની ટાઇટલ મેચ હારી ગઈ હતી. તે જ સમયે, હવે તેની કેપ્ટનશીપવાળી SoBo મુંબઈ ફાલ્કન્સને પણ મુંબઈ T20 લીગની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. 10 દિવસમાં બીજું ટાઇટલ ગુમાવ્યા બાદ, શ્રેયસના ચહેરા પર નિરાશા જોવા મળી હતી. મેચ પછી, તેણે કહ્યું કે આ ખૂબ જ હેકટીક છે, ખાસ કરીને જયારે તમે હારતા હોય. ત્યાર તમારા મગજમાં ઘણું બધું ચાલી રહ્યું હોય છે.' આ સાથે તેણે ટીમની હાર માટે કોઈને દોષી ઠેરવ્યા નહીં અને કહ્યું કે, 'એવું કરવું એ પીઠમાં છરો મારવા જેવુ છે.' 

કોઈને દોષી ઠેરવવા એ પીઠમાં છરો ભોંકવા જેવું છે 

શ્રેયસ ઐયરે મેચ પછી કહ્યું, 'આ ખૂબ જ હેકટીક છે (10 દિવસમાં બે ફાઇનલ). ખાસ કરીને જ્યારે તમે હારી જાઓ છો, ત્યારે તે તમારા મગજમાં ચાલ્યા કરે છે. જે રીતે મોટી સંખ્યામાં બધા આવ્યા તે જોવા જેવું હતું. આખું સ્ટેડિયમ ઉત્સાહથી ભરેલું હતું. (ચાહકોનો) આવવા અને સપોર્ટ આપવા બદલ ખૂબ ખૂબ આભાર. હું કોઈ ખાસ ઘટનાનો ઉલ્લેખ કરવા માંગતો નથી. એકંદરે છોકરાઓએ તેમના પ્રયત્નોમાં શાનદાર કામ કર્યું. ફાઇનલમાં પહોંચતી વખતે અમે ફક્ત એક જ ગેમ હારી ગયા. ફક્ત એક જ રમત, જ્યાં તમે કોઈને દોષી ઠેરવવી શકતા નથી, તે પીઠમાં છરો ભોંકવા જેવું છે અને મને તે ગમતું નથી. અમે ઘણું શીખ્યા છીએ.'

આ મામલે શ્રેયસ ઐયરે વધુમાં કહ્યું કે, 'ફાઇનલ હાર્યા પછી નિરાશ થવું સામાન્ય વાત છે. તેનાથી તેમને દુઃખ થશે જ. જ્યારે તેઓ આવતા વર્ષે પાછા આવશે, ત્યારે તેમની પાસે તે પ્રેરણા અને આત્મવિશ્વાસ હશે. તેમને તેમના પ્રયત્નો પર ગર્વ હોવો જોઈએ. તેઓ અહીં આવ્યા હતા, તેમને વધારે અનુભવ નહોતો અને તેઓ 20,000 લોકોની સામે રમી રહ્યા હતા - તે સરળ નહોતું. હું ત્યાં રહ્યો છું, મેં તે કર્યું છે. જ્યારે તમે નર્વસ થાઓ છો, ત્યારે તમે ભૂલો કરો છો, પરંતુ તે તમને ઘણું શીખવે છે અને તેનાથી તમે મજબૂત રીતે પાછા ફરો છો.'

મુંબઈ સાઉથ સેન્ટ્રલ મરાઠા રોયલ્સે જીત્યું ટાઇટલ 

મુંબઈ T20 લીગની ફાઇનલમાં, સોબો મુંબઈ ફાલ્કન્સે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી અને મયુરેશ ટંડેલની ફિફ્ટીની મદદથી 20 ઓવરમાં 157 રન બનાવ્યા. જવાબમાં, મુંબઈ સાઉથ સેન્ટ્રલ મરાઠા રોયલ્સે ચાર બોલ બાકી રહેતા ટાર્ગેટ સરળતાથી પ્રાપ્ત કરી લીધો અને મુંબઈ સાઉથ સેન્ટ્રલ મરાઠા રોયલ્સે T20 લીગ ટ્રોફી જીતી ગઈ.

10 જ દિવસમાં બીજી ફાઈનલ મેચ હાર્યા બાદ શ્રેયસ અય્યરે કેમ કહ્યું- આ પીઠમાં છરો મારવા જેવુ 2 - image

Tags :