Get The App

IND vs SA : પ્રથમ T20 મેચમાં ભારતની 101 રનથી ભવ્ય જીત, સાઉથ આફ્રિકાની ટીમ માત્ર 74 રને સમેટાઇ

Updated: Dec 9th, 2025

GS TEAM

Google News
Google News
IND vs SA : પ્રથમ T20 મેચમાં ભારતની 101 રનથી ભવ્ય જીત, સાઉથ આફ્રિકાની ટીમ માત્ર 74 રને સમેટાઇ 1 - image
Image Source: IANS

India vs South Africa 1st T20 2025: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે(9 ડિસેમ્બર) પાંચ મેચોની T20 સીરિઝનો પહેલો મુકાબલો રમાયો હતો. જેમાં ભારતીય ટીમે 101 રનથી ભવ્ય જીત મેળવી છે. દક્ષિણ આફ્રિકાની ટીમના કેપ્ટન એડન માર્ક્રમે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 175 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 12.3 ઓવરમાં માત્ર 74 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. 

અત્યાર સુધીમાં કટકના બારાબતી સ્ટેડિયમમાં ભારતીય ટીમ સાઉથ આફ્રિકાને હરાવી શકી ન હતી. અત્યાર સુધી બંને મેચોમાં સાઉથ આફ્રિકાએ ભારતને હરાવ્યું હતું, પરંતુ સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં આ વખતે ભારતીય ટીમે આફ્રિકાને 101 રનથી હરાવ્યું છે. જણાવી દઈએ કે, ભારતીય ટીમમાં હાર્દિક પંડ્યા અને શુભમન ગિલની વાપસી થઈ છે, જેઓ ઇજાના કારણે બહાર હતા.

ભારતીય બોલર્સનું પ્રદર્શન

  • અર્શદીપ સિંહ (2 વિકેટ)
  • જસપ્રીત બુમરાહ (2 વિકેટ)
  • વરુણ ચક્રવર્તી (2 વિકેટ)
  • અક્ષર પટેલ (2 વિકેટ)
  • હાર્દિક પંડ્યા (1 વિકેટ)
  • શિવમ દુબે (1 વિકેટ)

આ પણ વાંચો: T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતીય ખેલાડીઓની કમાલ, હાર્દિકની 100 સિક્સર અને બુમરાહની 100 વિકેટ પૂર્ણ

ભારતીય ટીમની ઈનિંગ

  • શુભમન ગિલ (4 રન)
  • સુર્યકુમાર યાદવ (12 રન)
  • અભિષેક શર્મા (17 રન)
  • તિલક વર્મા (26 રન)
  • અક્ષર પટેલ (23 રન)
  • શિવમ દુબે (11 રન)
  • હાર્દિક પંડ્યા (59 રન)*
  • જિતેશ શર્મા (10 રન)*

જસપ્રીત બુમરાહે સાઉથ આફ્રિકાની 2 વિકેટ ઝડપી 2 રેકોર્ડ સર્જ્યા

1. ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 100 કે તેથી વધુ વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર
2. T20 ઇન્ટરનેશનલમાં 100 કે તેથી વધુ વિકેટ લેનારો બીજો ભારતીય બોલર

ભારતીય ટીમના અનુભવી ઝડપી બોલર જસપ્રીત બુમરાહે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટી20 મેચ દરમિયાન એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. બુમરાહ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 100 વિકેટ પૂર્ણ કરીને ભારત માટે ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં 100 વિકેટ લેનાર બીજો બોલર બન્યો. તેણે આ રેકોર્ડમાં અર્શદીપ સિંહની બરાબરી કરી. અત્યાર સુધીમાં ફક્ત બુમરાહ અને અર્શદીપે જ ભારત માટે સૌથી ટૂંકા ફોર્મેટમાં 100+ વિકેટ લીધી છે. બુમરાહે ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં તેનો 100મો શિકાર ડેવાલ્ડ બ્રેવિસને આઉટ કર્યો. બ્રેવિસ 14 બોલમાં 22 રન બનાવીને આઉટ થયો, જેમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે.

હાર્દિક T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 100+ છગ્ગા ફટકારનાર ચોથો ભારતીય બેટર બન્યો

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની આ મેચમાં ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ કમાલ કરી દીધી છે. મેચમાં હાર્દિકે 4 છગ્ગા અને 6 ચોગ્ગા સાથે 28 બોલમાં અણનમ 59 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સાથે જ હાર્દિકે ટી-20 ઇન્ટરનેશનલમાં 100 છગ્ગા પૂરા કર્યા છે અને આવું કરનારો તે ચોથો ભારતીય ખેલાડી બની ગયો છે. હાર્દિક અગાઉ ભારત માટે રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલી 100થી વધુ છગ્ગા ફટકારી ચૂક્યા છે.

100 કે તેથી વધુ છગ્ગા ફટકારનારા ભારતીય ખેલાડી

  • રોહિત શર્મા - 205 છગ્ગા
  • *સૂર્યકુમાર યાદવ - 155 છગ્ગા
  • વિરાટ કોહલી - 124 છગ્ગા
  • *હાર્દિક પંડ્યા - 100 છગ્ગા

આ પણ વાંચો: ગર્લફ્રેન્ડનો ખરાબ એન્ગલથી ફોટો પાડતા હાર્દિક પંડ્યા પાપારાઝી પર ભડક્યો, ઈન્સ્ટાગ્રામ પર લખી પોસ્ટ

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

ભારતીય ટીમ: અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જિતેશ શર્મા (વિકેટકીપર), અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ.

દક્ષિણ આફ્રિકા: ક્વિન્ટન ડીકૉક (વિકેટકીપર), એડન માર્કરમ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવાલ્ડ બ્રેવિસ, ડેવિડ મિલર, ડોનોવાન ફરેરા, માર્કો યાનસેન, કેશવ મહારાજ, લુથો સિપામ્લા, લુંગી એનગિડી, એનરિચ નોર્ટજે.