For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાજકોટમાં SCAના મેદાનમાં ભારત-શ્રીલંકા વચ્ચે જામશે T20 જંગ, ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ

શ્રીલંકાની ટીમ પ્રથમ વખત SCAના નવા ગ્રાઉન્ડ પર મેચ રમશે

Updated: Jan 2nd, 2023

Article Content Image

અમદાવાદ, 02 જાન્યુઆરી 2022, સોમવાર

ભારત અને શ્રીલંકાનો મેચ આગામી 7મી તારીખે રાજકોટમાં રમાનાર છે તે માટે SCAએ દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે. રાજકોટમાં T20 મેચ રમાનાર હોય સમગ્ર શહેર જાણે ક્રિકેટ ફિવરના રંગે રંગાઈ રહ્યુ છે. આ મેચ માટે શુક્રવારથી જ એડવાન્સ બુંકિંગ શરુ થઈ ગયુ છે. ભારત અને શ્રીલંકા વચ્ચેનો મેચ સાંજે 7 વાગ્યે શરુ થશે. આ મેચ માટે ટિકિટનો દર રુ 1100થી લઈ 7000 સુધી રાખવામાં આવ્યો છે. 

મેચની ટિકીટ ઓનલાઈન અને ઓફલાઈન ખરીદી કરી શકાશે
આ મેચમાં અલગ સ્ટેન્ડ માટે જુદા જુદા ભાવ નક્કી કરવામાં આવ્યા છે. મેચ જોવા માટે એડવાન્સ ઓનલાઈન ટિકિટ બુકમાય શો પરથી ખરીદી કરી શકાશે. ક્રિકેટ રસીકો માટે SCA દ્વારા નક્કી કરાયેલા સ્થળ પરથી પણ ટિકિટો ખરીદી શકશે. આ મેચ માટે બંને ટીમો 6 જાન્યુઆરીએ જ રાજકોટ આવી જશે અને તે જ દિવસે બંને ટીમો પ્રેક્ટિસ કરશે. SCAના નવા બનેલા ગ્રાઉન્ડ પર શ્રીલંકાની ટીમ પ્રથમ વખત મેચ રમશે. આ અગાઉ રાજકોટમાં ઑસ્ટ્રેલિયા,ઈંગ્લેન્ડ, વેસ્ટઇન્ડીઝ, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ અને આફ્રિકાની ટીમ આવી ગઈ છે અને હવે શ્રીલંકા 7મી ટીમ બનશે. રાજકોટમાં સ્ટાર ક્રિકેટરની એક ઝલક જોવા માટે ક્રિકેટ પ્રેમીઓના ટોળા જામશે. ભારત અને શ્રીલંકાની ટીમની હોટલનો સ્ટાફ સ્વાગત માટે ખાસ તૈયારી કરી રહ્યો છે.

હોટલ સ્ટાફનો કરવામાં આવશે કોરોના ટેસ્ટ
કોરોના કેસોમાં આવી રહેલો ઉછાળો જોતા ભારત-શ્રીલંકાના ક્રિકેટરની તકેદારીના ભાગરૂપે બંને ટીમ જ્યા રોકાવાની છે તે હોટેલના સ્ટાફનો 72 કલાક પહેલાં કોરોના ટેસ્ટ કરાશે. હોટેલ સયાજીમાં ટીમ ઇન્ડિયા ઉતરવાની છે.

પોલિસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે
ભારત અને શ્રીલંકા મેચ માટે પોલીસ દ્વારા શહેરના જામનગર રોડ પર અને બંને હોટલ નજીક ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. રાજકોટ શહેરના જામનગર હાઈવે આવેલા સ્ટેડીયમમાં મેચ હોવાથી હાઈવે પરના ટ્રાફિકને ઘંટેશ્વર બાઈપાસ પર ડાઈવર્ટ પણ કરવામાં આવી શકે છે. આ અગાઉ પર મેચ દરમિયાન ટ્રાફિકને ડાઈવર્ટ કરવામાં આવ્યો હતો. 

અત્યાર સુધી SCAમાં ચાર T20 મેચ યોજાયા છે
રાજકોટના જામનગર રોડ સ્થિત આવેલા SCAના ક્રિકેટ સ્ટેડિયમ પર ચાર આંતરરાષ્ટ્રિય T20 મેચ યાજાયા હતા. આ ચાર મેચમાં ભારતે 3 મેચ જીતી છે જ્યારે ન્યુઝિલેન્ડે એક મેચ જીતી છે. આ સ્ટેડિયમ પર પહેલા બેટીંગ કરતા બે મેચ અને પહેલા બોલીંગ કરતા બે મેચ જીત્યા છે. આ ગ્રાઉન્ડ પર હાઈસ્ટ T20 સ્કોર 202 છે જ્યારે લોએસ્ટ સ્કોર 87 છે. આ ગ્રાઉન્ડમાં T20માં પ્રથમ ઈંનિગનો એવરેજ બેંટીગ સ્કોર 179 છે અને બીજી ઈંનિગનો એવરેજ બેંટીગ સ્કોર 149 છે. 

ભારત-શ્રીલંકા મેચમાં ટિકિટોનો દર આ મુજબ છે

  • ઈસ્ટ સ્ટેન્ડ 1,2,3 માટે રુપિયા 1100 છે
  • વેસ્ટ સ્ટેન્ડ 1 માટે 1500 છે
  • વેસ્ટ સ્ટેન્ડ 2,3 માટે 2000 છે
  • સાઉથ સ્ટેન્ડ લેવલ 3 માટે રુપિયા 2500 છે
  • સાઉથ સ્ટેન્ડ લેવલ 2 વિથ ડિનર માટે રુપિયા 4000 છે
  • કોર્પોરેટબોક્ષ લેવલ 3 વિથ હોસ્પિટલિટી માટે રુપિયા 6000 છે
  • સાઉથ સ્ટેન્ડ લેવલ 1 વિથ ડિનર અને વેસ્ટ સ્ટેન્ડ કોર્પોરેટબોક્ષ વિથ હોસ્પિટલિટી માટે રુપિયા 7000 છે 
Gujarat