Deaflympics 2025: ડેફલિંપિક્સમાં ભારતની શાનદાર શરૂઆત, એર રાઇફલમાં ધનુષે જીત્યો ગોલ્ડ

| Image: X/@OfficialNRAI |
Deaflympics 2025: ભારતના યુવા શૂટર ધનુષ શ્રીકાંતે ટોક્યોમાં ચાલી રહેલા ડેફલિમ્પિક્સમાં પુરુષોની 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતનું ખાતું ખોલાવ્યું છે. 23 વર્ષીય ધનુષે ડેફ ફાઇનલમાં 252.2 પોઇન્ટ મેળવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ભારતના મોહમ્મદ મુર્તઝા વાણિયાએ 250.1 પોઇન્ટ સાથે સિલ્વર મેડલ જીત્યો, જ્યારે દક્ષિણ કોરિયાના બેક સેઉંઘકે 223.6 પોઇન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો.
આ પણ વાંચો: IND A vs PAK A LIVE: યશ ઠાકુરે પાકિસ્તાનને આપ્યો પહેલો ઝટકો, નઈમ 14 રન બનાવીને આઉટ
ક્વોલિફિકેશનમાં પણ રેકોર્ડ બનાવ્યો
ધનુષે ક્વોલિફિકેશન રાઉન્ડમાં 630.6 પોઇન્ટ મેળવીને ડેફલિમ્પિક્સ રેકોર્ડ બનાવ્યો હતો. તો મુર્તઝાએ 626.3 પોઇન્ટ સાથે બીજા સ્થાન પર રહ્યો હતો. ફાઇનલમાં ધનુષે માત્ર ડેફલિમ્પિક્સ રેકોર્ડ જ નહીં, પરંતુ ડેફ ફાઇનલમાં વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો. આ તેના કરિયરના બીજો પુરુષોની 10 મીટર એર રાઇફલ ડેફલિમ્પિક્સ ગોલ્ડ મેડલ છે. તેણે 2022 કેક્સિયાસ દો સુલ ડેફલિમ્પિક્સમાં વ્યક્તિગત અને મિશ્ર ટીમ બંને ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો.
મિશ્ર ટીમમાં ચોથા ગોલ્ડ પર નજર
ધનુષ હવે સોમવારે 10 મીટર એર રાઇફલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં મહિત સંધુ સાથે સ્પર્ધા કરશે, જ્યાં તે તેના કરિયરના ચોથા ડેફલિમ્પિક્સ ગોલ્ડ મેડલ માટે લક્ષ્ય રાખશે.
આ પણ વાંચો: પહેલી ટેસ્ટમાં હારથી થયું ભારતને નુકસાન, WTCના પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પહોંચ્યું
મહિલા વર્ગમાં મહિત સંધુ માટે સિલ્વર
ભારતના મહિત સંધુ (20 વર્ષ) એ 250.5 ના સ્કોર સાથે મહિલા 10 મીટર એર રાઇફલમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ભારતની કોમલ વાઘમારે (228.3) એ બ્રોન્ઝ મેળવ્યો, જ્યારે યુક્રેનની લિડકોવા વાયોલેટાએ 252.4 ના વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ જીત્યો છે.

