પાકિસ્તાને ભારતને 8 વિકેટથી હરાવ્યું, સદાકતે રમી અણનમ 79 રનની ઈનિંગ

IND A vs PAK A: ACC મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025માં આજે(16 નવેમ્બર) ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. કતારના દોહાના વેસ્ટ એન્ડ પાર્ક ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત A અને પાકિસ્તાન શાહીન્સ વચ્ચે આ મેચ રમાઈ હતી. પાકિસ્તાને ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતની ઈનિંગ 136 રનમાં સમેટાઈ ગઈ, જેમાં વૈભવે 45 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઉતરેલી પાકિસ્તાનની ટીમે 14મી ઓવરમાં જ આ ટોટલ ચેઝ કરી લીધો. 8 વિકેટથી પાકિસ્તાને આ મેચ જીતી લીધી. સદાકતે અણનમ 78 રન બનાવ્યા.
પાકિસ્તાનની ઈનિંગ
પાકિસ્તાનને પહેલો ઝટકો: 137 રનના જવાબમાં પાકિસ્તાન તરફથી મોહમ્મદ નઈમ અને માઝ સદાકતની જોડી ઉતરી. બંનેઓ સારી બેટિંગ કરી. પરંતુ પાકિસ્તાનને છઠ્ઠી ઓવરમાં પહેલો ઝટકો લાગ્યો, જ્યારે નઈમ 14 રન બનાવીને આઉટ થઈ ગયો.
પાકિસ્તાનને બીજો ઝટકો: સુયશે યાસિર ખાનને આઉટ કર્યો. યાસિરે 11 રન બનાવ્યા હતા.
ભારતની ઈનિંગ
પહેલા બેટિંગ કરતા ભારતની શરૂઆત સારી નહોતી. પ્રિયાંશ આર્ય અને વૈભવ સૂર્યવંશીએ ઇનિંગની શરૂઆત કરી. જોકે, ચોથી ઓવરમાં ભારતને પહેલો ઝટકો લાગ્યો જ્યારે પ્રિયાંશ આર્ય 10 રન બનાવીને આઉટ થયો. પાંચ ઓવર પછી, ભારતનો સ્કોર 40-1 હતો. ત્યારબાદ વૈભવ સૂર્યવંશી અને નમન ધીરે ભારતીય ઇનિંગને સંભાળી, પરંતુ નવમી ઓવરમાં ભારતને બીજો ઝટકો લાગ્યો જ્યારે નમન ધીર 20 બોલમાં 35 રન બનાવીને આઉટ થયો.
દસમી ઓવરમાં વૈભવ સૂર્યવંશીની વિકેટ પડી. વૈભવે 28 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારીને 45 રન બનાવ્યા. ત્યારબાદ ભારતને 13મી અને 14મી ઓવરમાં બે ઝટકાનો સામનો કરવો પડ્યો. પહેલા જીતેશ શર્મા 5 રન બનાવીને આઉટ થયો, ત્યારબાદ 14મી ઓવરમાં આશુતોષ. નેહલ વાઢેરા 15મી ઓવરમાં 8 રન બનાવીને આઉટ થયો.
ભારતને 17મી ઓવરમાં સાતમો ઝટકો લાગ્યો જ્યારે રમનદીપ 11 રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ ભારતની ઈનિંગ 19મી ઓવરમાં 136 રનમાં સમેટાઈ ગઈ, જેના કારણે પાકિસ્તાનને 137 રનનો ટાર્ગેટ મળ્યો.
પાકિસ્તાન A (પ્લેઈંગ ઈલેવન): મોહમ્મદ નઈમ, માઝ સદાકત, યાસિર ખાન, મોહમ્મદ ફૈક, ઈરફાન ખાન, સાદ મસૂદ, ગાઝી ગોરી, શાહિદ અઝીઝ, ઉબેદ શાહ, અહેમદ દાનિયાલ, સુફયાન મુકીમ
ભારત A (પ્લેઇંગ ઇલેવન): વૈભવ સૂર્યવંશી, પ્રિયાંશ આર્ય, નેહાલ વઢેરા, નમન ધીર, જીતેશ શર્મા, રમનદીપ સિંહ, આશુતોષ શર્મા, હર્ષ દુબે, યશ ઠાકુર, ગુરજાપનીત સિંહ, સુયશ શર્મા.

