IND vs ENG: ભારતીય ટીમની પહેલી ઈનિંગ 358 પર સમેટાઈ, પંતે ફિફ્ટી ફટકારી, બેન સ્ટોક્સે ઝડપી પાંચ વિકેટ
IND vs ENG, 4th Test Day 2: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેદુલકર ટ્રોફી 2025ની ચોથી ટેસ્ટ મેચ મેનચેસ્ટરના ઓલ્ડ ટ્રૈફર્ડ મેદાનમાં રમાઈ રહી છે. આજે (24 જુલાઈ) આ મેચનો બીજો દિવસ છે. મેચમાં ભારતીય ટીમ પોતાની પહેલી ઈનિંગમાં 358 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ છે. ભારત માટે પહેલી ઈનિંગમાં રિષભ પંત પણ અડધી સદી ફટકારવામાં સફળ રહ્યા. ત્યારે, ઈંગ્લિશ કેપ્ટન બેન સ્ટોક્સે પાંચ વિકેટ ઝડપી.
રિષભ પંતે ફિફ્ટી ફટકારી
રિષભ પંતને પગમાં ઈજા હોવા છતા બેટિંગ કરી હતી. પરંતુ તે અડધી સદી બનાવતા જ આઉટ થઈ ગયો. જોફ્રા આર્ચરે પંતને ક્લીન બોલ્ડ કરી દીધો. પંત 75 બોલ પર 54 રન બનાવીને આઉટ થઈ ગયો.
ટેસ્ટ મેચના પહેલા દિવસે ડાબા પગમાં ઈજા થઈ હતી. ત્યારે તેમણે મેદાન છોડીને જવું પડ્યું હતું. ત્યારબાદ મેચના બીજા દિવસે પંતે ઈજા છતાં બેટિંગ કરી હતી. આ દરમિયાન મેદાનમાં ઉતરતા જ તેમણે ટ્રેફર્ડ મેદાનને ચૂમ્યું હતું. તે થોડો ઇમોશનલ પણ નજરે પડ્યો હતો. બીજી તરફ મેદાનમાં હાજર બંને ટીમોના સપોર્ટ્સે તાળીઓ વગાડીને આ સ્ટાર બેટરનું સ્વાગત કર્યું હતું.
પાંચ મેચોની ટેસ્ટ સીરિઝમાં હાલ ઈંગ્લેન્ડની ટીમ 2-1થી આગળ છે. તેવામાં શુભમન ગિલની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા માટે આ મુકાબલો 'કરો યા મરો' જેવો છે. જો ભારતીય ટીમ આ ટેસ્ટ હારે છે તો ઈંગ્લેન્ડ સીરીઝ પોતાના નામે કરી લેશે.
ભારતની પહેલી ઈનિંગનું સ્કોર કાર્ડ
આ પણ વાંચો: હવે ખેલાડી ઈજાગ્રસ્ત થશે તો... ક્રિકેટમાં નવો રિપ્લેસમેન્ટ નિયમ, જાણો ક્યારથી થશે લાગુ