Sports

IND vs PAK: સ્ટેડિયમમાં પાકિસ્તાની ફેન્સે ગાયું 'જન ગણ મન...'! વીડિયો વાઈરલ

By GS Team
16 Feb 20262 mins read
TukuTouch Logo
T20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને કારમી હાર આપી છે. સોશિયલ મીડિયા પર હવે આ મેચની ખૂબ ચર્ચા થઈ રહી છે અને મેચ સાથે સબંધિત અનેક વીડિયો પણ વાઈરલ થઈ રહ્યા છે. આ વચ્ચે ભારત પાકિસ્તાન મેચનો વધુ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, પાકિસ્તાની ફેન્સ ભારતનું રાષ્ટ્રગીત 'જન ગણ મન' ગાઈ રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

IND vs PAK: સ્ટેડિયમમાં પાકિસ્તાની ફેન્સે ગાયું 'જન ગણ મન...'! વીડિયો વાઈરલ

India-Pakistan World Cup Match: T20 વર્લ્ડ કપ 2026માં કોલંબોમાં રમાયેલા મહામુકાબલામાં ભારતે પાકિસ્તાનને કારમી હાર આપી છે. સોશિયલ મીડિયા પર હવે આ મેચની ખૂબ ચર્ચા થઈ રહી છે અને મેચ સાથે સબંધિત અનેક વીડિયો પણ વાઈરલ થઈ રહ્યા છે. આ વચ્ચે ભારત પાકિસ્તાન મેચનો વધુ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, પાકિસ્તાની ફેન્સ ભારતનું રાષ્ટ્રગીત 'જન ગણ મન' ગાઈ રહ્યા છે. કોલંબો સ્ટેડિયમમાં પાકિસ્તાનને સપોર્ટ કરવા આવેલા ચાહકો ભારતનું રાષ્ટ્રગીત ગાતા દેખાયા અને આ દરમિયાન તેમની સાથે ભારતીય ચાહકો પણ રાષ્ટ્રગીતના સન્માનમાં ઉભા હતા.

પાકિસ્તાની ફેન્સે ગાયું 'જન ગણ મન'

સોશિયલ મીડિયા પર હવે આ વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેટલાક ચાહકો પાકિસ્તાની જર્સી પહેરીને ઊભા છે અને ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાઈ રહ્યા છે. પાકિસ્તાની ચાહકોનો રાષ્ટ્રગીત ગાવાનો વીડિયો તે સમયનો છે જ્યારે મેચ પહેલા બંને દેશોના રાષ્ટ્રગીત ગાવામાં આવે છે. તે સમયે પાકિસ્તાની ચાહકો રાષ્ટ્રગીત ગાતા હતા.



સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયા

આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર ભાત-ભાતની કમેન્ટ આવી રહી છે, જેમાં કેટલાક લોકો તેને ખેલ ભાવના સાથે જોડી રહ્યા છે, તો કેટલાક લોકો તેને સોશિયલ મીડિયા પર વાઈરલ થવા માટે કરવામાં આવેલું એક્ટ ગણાવી રહ્યા છે. પરંતુ ઘણા લોકો ચાહકોની પ્રશંસા કરી રહ્યા છે.

પાકિસ્તાનની કારમી હાર

T20 વર્લ્ડ કપ 2026માં ભારત-પાકિસ્તાન વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચમાં પાકિસ્તાનનો કારમો પરાજય થયો હતો. ભારતે પાકિસ્તાન માટે 176 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેનો પીછો કરતા પાકિસ્તાની ટીમ 18 ઓવરમાં માત્ર 114 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મેચની પહેલી ઈનિંગમાં ઇશાન કિશને 77 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ દરમિયાનપાકિસ્તાનના ગૃહમંત્રી અને PCB ચેરમેન મોહસિન નકવી સહિત ઘણા દર્શકો ટીમની હાર નક્કી થાય તે પહેલા જ સ્ટેડિયમ છોડીને ચાલ્યા ગયા હતા.