Get The App

ટેસ્ટ બાદ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 અને ODI સીરિઝ પણ રમાશે, ECBએ કાર્યક્રમ જાહેર કર્યો

Updated: Jul 24th, 2025

GS TEAM

Google News
Google News
ટેસ્ટ બાદ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 અને ODI સીરિઝ પણ રમાશે, ECBએ કાર્યક્રમ જાહેર કર્યો 1 - image


India-England T20 And ODI Cricket Series Schedule-2026 : ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે હાલ પાંચ ટેસ્ટ મેચની સિરીઝની રમાઈ રહી છે. પ્રથમ અને ત્રીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે જીત મેળવી છે, જ્યારે બીજી ટેસ્ટ મેચમાં ભારતનો વિજય થયો છે. હાલ બંને દેશો વચ્ચે ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે, ત્યારે ક્રિકેટના ચાહકો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB)એ બંને દેશો વચ્ચે ટેસ્ટ મેચ બાદ T20 અને વન-ડે સીરિઝ પણ રમાડવાની જાહેરાત કરી છે.

બંને દેશો વચ્ચે આગામી વર્ષનો ક્રિકેટ કાર્યક્રમ જાહેર

ઈસીબીની ગુરુવારે (24 જુલાઈ) સત્તાવાર જાહેર કરી છે કે, ભારત-ઈંગ્લેન્ડ આગામી વર્ષે જુલાઈમાં પાંચ ટી20 મેચ અને ત્રણ વન-ડે સિરીઝ રમશે. હાલ ભારત ઈંગ્લેન્ડમાં ટેસ્ટ મેચો રમી રહી છે, જ્યારે આગામી વર્ષે પણ ભારતીય ટીમનો ઈંગ્લેન્ડ પ્રવાસ નિર્ધારીત કરાયો છે. બંને દેશો વચ્ચે 1થી 11 જુલાઈ-2026 સુધી ટી20 સિરીઝની પાંચ મેચો રમાશે, ત્યારબાદ 14થી 19 જુલાઈ વચ્ચે ત્રણ વન-ડે મેચ પણ રમાશે.

આ પણ વાંચો : લંડનના રસ્તા પર ચહલ યુવતી સાથે ફરતો દેખાયો, VIDEO વાઈરલ, ફરી અફેરની ચર્ચા શરૂ

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેનો T20 મેચ સીરિઝનો શેડ્યૂલ

  • પહેલી મેચ- 1 જુલાઈ, બેંક હોમ રિવરસાઇડ, ડરહામ
  • બીજી મેચ- 4 જુલાઈ, ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટર
  • ત્રીજી મેચ- 7 જુલાઈ, ટ્રેન્ટ બ્રિજ, નોટિંગહામ
  • ચોથી મેચ- 9 જુલાઈ, સીટ યુનિક સ્ટેડિયમ, બ્રિસ્ટોલ
  • પાંચમી મેચ- 11 જુલાઈ, યુટિલિટા બાઉલ, સાઉધમ્પ્ટન

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેનો વન-ડે મેચ સીરિઝનો શેડ્યૂલ

  • પહેલી મેચ- 14 જુલાઈ; એજબેસ્ટન, બર્મિંગહામ
  • બીજી મેચ- 16 જુલાઈ; સોફિયા ગાર્ડન્સ, કાર્ડિફ
  • ત્રીજી મેચ- 19 જુલાઈ; લોર્ડ્સ, લંડન

ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હાલ પાંચ ટેસ્ટ મેચની સીરિઝ રમાઈ રહી છે, જેમાં ઈંગ્લેન્ડ 2-1થી આગલ છે. હાલ બંને દેશો 24 જુલાઈથી માન્ચેસ્ટરમાં ચોથી ટેસ્ટ મેચ રહી છે. જ્યારે છેલ્લી ટેસ્ટ મેચ 31 જુલાઈથી ચોથી ઓગસ્ટ વચ્ચે રમાશે.

આ પણ વાંચો : રિષભ પંતની પગની આંગળીમાં ફ્રેક્ચર, 6 સપ્તાહ નહીં રમી શકે: આ ખેલાડીની ટીમમાં એન્ટ્રીની શક્યતા

Tags :