લંડનના રસ્તા પર ચહલ યુવતી સાથે ફરતો દેખાયો, VIDEO વાઈરલ, ફરી અફેરની ચર્ચા શરૂ
Yuzvendra Chahal Girlfriend: ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ 35મો જન્મદિવસ લંડનમાં ઉજવ્યો હતો. ધનશ્રી વર્મા સાથે છૂટાછેડા બાદ ચહલ આરજે મહવશને ડેટ કરી રહ્યો છે તેવા અહેવાલો વહેતા થયા છે. આ દરમિયાન વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે, જેમાં તે લંડનની ગલીઓમાં એક યુવતી સાથે જોવા મળતા ફરી અફેરની ચર્ચા શરૂ થઈ છે.
ચહલ અને આરજે મહવશે લંડનમાં સાથે જોવા મળ્યા!
સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલો વીડિયો એક મહિલાએ બનાવ્યો છે. જેમા તેમણે દાવો કર્યો છે કે, ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ લંડનની ગલીઓમાં આરજે મહવશ સાથે ફરી રહ્યો છે.' નોંધનીય છે કે, એક અઠવાડિયા પહેલા ચહલે લંડનના રસ્તાઓ પર કેટલાક ફોટા પાડ્યા હતા અને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આ દરમિયાન આરજે મહવશે સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા પણ શેર કર્યા હતા. સોશિયલ મીડિયા પર એવી અટકળો શરૂ થઈ હતી કે, આ બંને સાથે હતા.
યુઝવેન્દ્ર ચહલે આ વર્ષની શરૂઆતમાં ધનશ્રી વર્મા સાથે છૂટાછેડા લીધા હતા. ધનશ્રી સાથે તેમણે 2020માં લગ્ન કર્યા હતા. છૂટાછેડાનું કારણ સ્પષ્ટ નહોતું, પરંતુ બંને લાંબા સમયથી અલગ રહેતા હતા. ત્યારબાદ ચહલ ઘણી વખત આરજે મહવશ સાથે જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: કોઈ ન કરી શક્યું તે 18 વર્ષના ભારતીય ક્રિકેટરે કરી બતાવ્યું, બન્યો વિશ્વનો પ્રથમ બેટર
ચહલ કાઉન્ટી ક્રિકેટમાં રમી રહ્યો છે
ભારતીય લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ કાઉન્ટી ચેમ્પિયનશિપ અને વનડે કપમાં નોર્થમ્પ્ટનશાયર ક્લબ તરફથી રમી રહ્યો છે. તેમણે કેન્ટ સામેની મેચમાં બીજી ઈનિંગમાં 4 વિકેટ લીધી હતી. ચહલ બીજી વખત આ ક્લબનો ભાગ બન્યો છે. તેમણે ગયા વર્ષે આ ક્લબ માટે ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેમણે 4 મેચમાં 19 વિકેટ લીધી હતી. ચહલે કેન્ટ સામે 14 રન આપીને 5 વિકેટ લીધી હતી. જ્યારે ડર્બીશાયર સામે ચહલે 99 રન આપીને 9 વિકેટ લીધી હતી.