Get The App

VIDEO : ઈગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયામાં બે દિગ્ગજ ખેલાડીની એન્ટ્રી? મેચ પહેલા કર્યો ડાન્સ

Updated: Jul 17th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO : ઈગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયામાં બે દિગ્ગજ ખેલાડીની એન્ટ્રી? મેચ પહેલા કર્યો ડાન્સ 1 - image


India-England 4th Test Match : ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચ સીરિઝમાંથી ત્રણ ટેસ્ટ મેચ રમાઈ ચુકી છે. હવે બંને ટીમોએ ચોથી ટેસ્ટ મેચ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્રણે ટેસ્ટ મેચમાં કુલદીપ યાદવ અને અર્શદીપ સિંહને સ્થાન મળ્યું નથી, જોકે ચોથી ટેસ્ટ મેચ પહેલા બંને ખેલાડીઓ ડાન્સ કરતા જોવા મળ્યા છે. કુલદીપ-અર્થદીપની ખુશી જોતા હવે એવો સવાલ થઈ રહ્યો છે કે, શું ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં બંનેનો સમાવેશ કરાયો છે?

અર્શદીપ-કુલદીપ ડાન્સ કરતા જોવા મળ્યા

ટીમ ઈન્ડિયાના બોલર અર્શદીપ સિંહે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ બંને પંજાબી ગીત ગાવાની સાથે ડાન્સ પણ કરી રહ્યા છે. અર્શદીપે વીડિયો શેર કરવાની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, ‘ડાન્સ ક્લાસ ટૂંક સમયમાં શરૂ થઈ રહ્યા છે.’

અર્શદીપે વીડિયો કેપ્શનમાં જે લખ્યું છે, તેનો અર્થ શું છે? શું તેઓ ખરેખર ડાન્સ ક્લાસ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે, કે પછી આગામી ટેસ્ટ મેચને લઈ સારા સમાચાર આપવાના સંકેત આપી રહ્યા છે? ત્રણ ટેસ્ટમાં રમ્યા નથી અને ચોથી ટેસ્ટ મેચ પહેલા ડાન્સનો શેર કર્યો વીડિયો સંકેત જેવા જરૂ લાગી રહ્યા છે, જોકે તેમની ચોથી ટેસ્ટ મેચમાં એન્ટ્રી અંગે હજુ સુધી સ્પષ્ટતા સામે આવી નથી.

23 જુલાઈએ ચોથી ટેસ્ટ મેચ

ભારત-ઈંગ્લેન્ડની ટેસ્ટ મેચની વાત કરીએ તો પાંચ ટેસ્ટ મેચની સીરિઝમાં ઈંગ્લેનડે 2-1ની લીડ મેળવી લીધી છે. પ્રથમ ટેસ્ટ મેચ અને ત્રીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડનો વિજય થયો હતો, જ્યારે બીજી ટેસ્ટ મેચમાં ભારતનો વિજય થયો હતો. હવે બંને દેશો વચ્ચે માન્ચેસ્ટરમાં 23 જુલાઈથી 27 જુલાઈ સુધી ચોથી ટેસ્ટ મેચ રમાશે. ત્યારબાદ ઓવરમાં 31 જુલાઈથી ચાર ઓગસ્ટ સુધી પાંચમી ટેસ્ટ મેચ રમાશે.

આ પણ વાંચો : બાંગ્લાદેશે ઈતિહાસ રચ્યો, શ્રીલંકા વિરુદ્ધ પ્રથમવાર શ્રેણી જીતી, મહેદી હસને હરભજનનો રેકોર્ડ તોડ્યો

આ પણ વાંચો : T20 વિશ્વકપ પહેલા વેસ્ટ ઈન્ડિઝને મોટો ઝટકો, આન્દ્રે રસેલ લેશે સંન્યાસ

Tags :