SL vs BAN : બાંગ્લાદેશે ઈતિહાસ રચ્યો, શ્રીલંકા વિરુદ્ધ પ્રથમવાર શ્રેણી જીતી, મહેદી હસને હરભજનનો રેકોર્ડ તોડ્યો
SL vs BAN T20 Match : બાંગ્લાદેશ-શ્રીલંકા વચ્ચે રમાયેલી ત્રણ ટી20 મેચોની શ્રેણીમાં બાંગ્લાદેશે 2-1થી શ્રેણી વિજય મેળવ્યો છે. કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ટી20 ઈન્ટરનેશનલ મેચમાં શ્રીલંકાએ નિર્ધારીત 20 ઓવરમાં સાત વિકેટે 132 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં બાંગ્લાદેશે 16.3 ઓવરમાં બે વિકેટે 133 રન નોંધાવી વિજય મેળવ્યો છે. બાંગ્લાદેશના સ્પિનર મહેદી હસને ભારતના પૂર્વ સ્પિનર હરભજન સિંહનો રેકોર્ડ તોડ્યો છે.
હસને હરભજનનો તોડ્યો રેકોર્ડ
વાસ્તવમાં હરભજન સિંહે 2012માં ટી20 વિશ્વકપમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચાર ઓવરમાં 12 રન આપી ચાર વિકેટ ઝડપી હતી, ત્યારે મહેદી હસને હરભજનનો આ રેકોર્ડ તોડ્યો છે. ત્રીજી ટી20 મેચમાં હસને ચાર ઓવરમાં 2.80ની ઈકોનોમીથી 11 રન આપી ચાર વિકેટ ઝડપી છે.
બાંગ્લાદેશે શ્રીલંકા વિરુદ્ધની શ્રેણી જીતી રચ્યો ઈતિહાસ
ત્રીજી ટી20 મેચમાં મહેદી હસનને શ્રેષ્ઠ બોલિંગના કારણે બાંગ્લાદેશે ઈંગ્લેન્ડને 8 વિકેટે હરાવ્યું છે. આ સાથે બાંગ્લાદેશે પ્રથમવાર શ્રીલંકા સામે શ્રેણી વિજય મેળવી ઈતિહાસ પણ રચી દીધો છે. શ્રીલંકા તરફથી એક માટ્ર બેટર પથુમ નિશાંકે સૌથી વધુ 46 રન નોંધાવ્યા છે, જ્યારે બાંગ્લાદેશ તરફથી તંજીદ હસને 47 બોલમાં એક ફોર અને છ સિક્સ ફટકારી 73 રન ફટકારી મહત્ત્વનું યોગદાન આપી મેચ જીતાડી છે.