T20 વિશ્વકપ પહેલા વેસ્ટ ઈન્ડિઝને મોટો ઝટકો, આન્દ્રે રસેલ લેશે સંન્યાસ
Andre Russell Retirement : વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેર કરવાનો છે. રવિવારથી ઓસ્ટ્રેલિયા સામે શરૂ થનારી પાંચ મેચની T20 શ્રેણી માટે રસેલને ટીમમાં સામેલ કરાયો છે. ઈએસપીએનના રિપોર્ટ મુજબ, રસેલ તેના હોમ ગ્રાઉન્ડ જમૈકાના સબિના પાર્ક ખાતે રમાનારી પ્રથમ બે મેચ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરશે.
આન્દ્રે રસેલની આંતરરાષ્ટ્રીય કારકિર્દી
- ટેસ્ટ ડેબ્યુ: 15 નવેમ્બર 2010 (શ્રીલંકા સામે) - તેણે માત્ર 1 ટેસ્ટ મેચ રમી છે.
- ODI ડેબ્યુ: 11 માર્ચ 2011 (આયર્લેન્ડ સામે)
- T20I ડેબ્યુ: 21 એપ્રિલ 2011 (પાકિસ્તાન સામે)
રસેલે વર્લ્ડ કપ જીતવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી
રસેલે 2012 અને 2016 માં ICC મેન્સ T20 વર્લ્ડ કપ જીતનાર વેસ્ટ ઇન્ડિઝની ટીમનો ભાગ હતો. 2019થી તેણે મુખ્યત્વે સૌથી ટૂંકા ફોર્મેટમાં (T20I) રમવાનું પસંદ કર્યું છે, જોકે તેણે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત પણ કરી છે.
T20 ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં પ્રદર્શન
આન્દ્રે રસેલ વિશ્વભરની વિવિધ T20 લીગમાં ખૂબ જ લોકપ્રિય ખેલાડી છે, જેમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL), બિગ બેશ લીગ (BBL), કેરેબિયન પ્રીમિયર લીગ (CPL), બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL), પાકિસ્તાન સુપર લીગ (PSL) વગેરેનો સમાવેશ થાય છે.
રસેલનું IPLમાં પ્રદર્શન
આન્દ્રે રસેલ IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માટે એક મુખ્ય ખેલાડી રહ્યો છે અને તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. તેણે IPLમાં 140 થી વધુ મેચો રમી છે અને 2,651 થી વધુ રન બનાવ્યા છે, જેમાં 12 અડધી સદીઓ અને 88* નો સર્વોચ્ચ સ્કોર સામેલ છે. તેણે IPLમાં 123 થી વધુ વિકેટો પણ લીધી છે, જેમાં 5/15 નો શ્રેષ્ઠ બોલિંગ આંકડો સામેલ છે. તે IPL-2022માં ગુજરાત ટાઇટન્સ સામે એક ઓવરમાં 4 વિકેટ લેનાર પ્રથમ ખેલાડી પણ છે. IPLમાં 500 થી વધુ ડિલિવરીનો સામનો કરનારા ખેલાડીઓમાં તેનો સ્ટ્રાઈક રેટ સૌથી સારો છે, જે તેની વિસ્ફોટક બેટિંગ ક્ષમતા દર્શાવે છે.
ઓસ્ટ્રેલિયા સામેની T20 શ્રેણી માટે વેસ્ટ ઈન્ડિઝ ટીમની પ્લેઈંગ-11
શાઈ હોપ (કેપ્ટન), જ્વેલ એન્ડ્રુ, જેડિયા બ્લેડ્સ, રોસ્ટન ચેઝ, મેથ્યુ ફોર્ડ, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, અકીલ હોસીન, અલ્ઝારી જોસેફ, બ્રાન્ડન કિંગ, એવિન લુઈસ, ગુડાકેશ મોતી, રોવમેન પોવેલ, આન્દ્રે રસેલ, શેરફેન રુધરફોર્ડ, રોમારિયો શેફર્ડ.
T20 શ્રેણીનું સમયપત્રક (Australia-West Indies T20 Match Series Schedule)
- પ્રથમ T20: 20 જુલાઈ - સબીના પાર્ક, કિંગ્સ્ટન, જમૈકા
- બીજી T20: 22 જુલાઈ - સબીના પાર્ક, કિંગ્સ્ટન, જમૈકા
- ત્રીજી T20: 25 જુલાઈ - વોર્નર પાર્ક, બાસેટેરે, સેન્ટ કિટ્સ
- ચોથી T20: 26 જુલાઈ - વોર્નર પાર્ક, બાસેટેરે, સેન્ટ કિટ્સ
- પાંચમી T20: 28 જુલાઈ - વોર્નર પાર્ક, બાસેટેરે, સેન્ટ કિટ્સ