વિરાટ કોહલી બાદ નંબર 4 પર બેટિંગ કરવા કોણ ઉતરશે? અનિલ કુંબલેએ આ ખેલાડી પર લગાવ્યો દાવ
IND vs ENG: વિરાટ કોહલીના નિવૃત્તિ પછી ભારતીય ટીમ થોડી કમજોર જોવા મળી રહી છે. ટોપ ન તો હવે રોહિત શર્મા હશે અને ન તો મિડલ ઓર્ડર પરનો ભાર સંભાળનાર કિંગ કોહલી હશે. ત્યારે આ સ્થિતિમાં ટીમ ઇંગ્લેન્ડ પ્રવાસ પર થોડી વેરવિખેર જોવા મળી રહી છે. હાલમાં કેપ્ટનશીપ સિવાય પ્રશ્ન એ છે કે નંબર 4 પર કોણ બેટિંગ કરશે. સચિન પછી કોહલીએ આ જવાબદારી સંભાળી હતી. પણ હવે તેમના પછી કોણ હશે? આ પ્રશ્નનો જવાબ પૂર્વ સ્પિનર અનિલ કુંબલેએ આપ્યો છે. આ દિગ્ગજ સ્પિનરે કરુણ નાયરને ઇંગ્લેન્ડ પ્રવાસ પર નંબર-4 માટે દાવેદાર ગણાવ્યો છે. જણાવી દઈએ કે, નાયરે છેલ્લે 2017 માં ટેસ્ટ રમી હતી.
આ પણ વાંચો : દક્ષિણ આફ્રિકાના 8 ખેલાડીઓ આઈપીએલને અધવચ્ચે છોડીને ચાલ્યા જશે? CSAએ જાહેર કરી ડેડલાઈન
'તે ભારત માટે નંબર 4 પર રમી શકે છે '
કુંબલેએ ESPNcricinfoને જણાવ્યું કે, 'કરુણે જે પ્રકારનું સ્થાનિક પ્રદર્શન કર્યું છે, તેને જોતાં તે ભારતીય ટીમમાં વાપસી માટે હકદાર છે.તેથી કદાચ તે ભારત માટે નંબર 4 પર રમી શકે છે કારણ કે મને લાગે છે કે તમારે થોડો અનુભવની જરૂર છે. તમારે ઇંગ્લેન્ડમાં કોઈ એવા ખેલાડીની જરૂર છે, જે ત્યાં જઈને રમી ચૂક્યો હોય.તેણે કાઉન્ટી ક્રિકેટ રમી છે તેથી તે ત્યાંની પરિસ્થિતિઓ જાણે છે. કરુણ 30 વર્ષથા વધુ છે, પરંતુ તે હજુ પણ યુવાન છે. જો તેને તક મળે છે, તો યુવાનો માટે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ રમવાની ઘણી અપેક્ષાઓ હશે. જો સ્થાનિક ક્રિકેટમાં પ્રદર્શનને માન્યતા આપવામાં નહીં આવે, તો આ થોડી પડકાર રુપ બની જાય છે.'
આ પણ વાંચો : શું રોહિત શર્મા અને કોહલી વન-ડે વર્લ્ડ કપ 2027 રમશે? જાણો સુનિલ ગાવસ્કરે શું કહ્યું
સિઝનના ચોથા નંબરનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી
નાયર તેના જીવનના શ્રેષ્ઠ ફોર્મમાં છે, તેણે હાલમાં જ સ્થાનિક સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે રણજી ટ્રોફી 2024-25માં વિદર્ભની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને સિઝનના ચોથા ક્રમના સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતા. તેણે 16 ઇનિંગ્સમાં 53.93 ની સરેરાશથી 863 રન બનાવ્યા હતા. જેમાં ચાર સદી અને બે અડધી સદીનો સમાવેશ થાય છે.