Get The App

દક્ષિણ આફ્રિકાના 8 ખેલાડીઓ આઈપીએલને અધવચ્ચે છોડીને ચાલ્યા જશે? CSAએ જાહેર કરી ડેડલાઈન

Updated: May 14th, 2025

GS TEAM


Google News
Google News
દક્ષિણ આફ્રિકાના 8 ખેલાડીઓ આઈપીએલને અધવચ્ચે છોડીને ચાલ્યા જશે?   CSAએ જાહેર કરી ડેડલાઈન 1 - image
Image Twitter



South Africa, IPL 2025:  IPL 2025 ફરી 17 મેથી રમાશે. આ પહેલા IPLની કેટલીક ટીમો મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. તેનું કારણ છે વિદેશી ખેલાડીઓ આખી સિઝનમાં રમ્યા ન હતા. હવે લેટેસ્ટ સમાચાર પ્રમાણે દક્ષિણ આફ્રિકાના 8 ખેલાડીઓ IPL અધવચ્ચે જ છોડી દેશે. હકીકતમાં ક્રિકેટ સાઉથ આફ્રિકા (CSA) એ તેના ખેલાડીઓ માટે IPL રમવા માટે એક ડેડલાઈન રાખી છે.

આ પણ વાંચો: શું રોહિત શર્મા અને કોહલી વન-ડે વર્લ્ડ કપ 2027 રમશે? જાણો સુનિલ ગાવસ્કરે શું કહ્યું

સાઉથ આફ્રિકા BCCI ને પડકાર આપી રહ્યું છે

એવું કહેવામાં આવી રહ્યું છે કે, ક્રિકેટ સાઉથ આફ્રિકા BCCI ને પડકાર આપી રહ્યું છે. મળતા રિપોર્ટો પ્રમાણે BCCI ઇચ્છે છે કે બધા વિદેશી ખેલાડીઓ આખી IPL રમે, પરંતુ દક્ષિણ આફ્રિકાના બોર્ડે પોતાનો નિર્ણય લીધો છે.

ઉલ્લેખનીય છે કે, IPL 2025 ફરી 17 મેના રોજ શરૂ થવા જઈ રહી છે. આ લીગની ફાઈનલ મેચ 3 જૂને રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની ફાઇનલ 11 જૂનથી ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. આ કારણોસર, દક્ષિણ આફ્રિકા ક્રિકેટ બોર્ડે તેના ખેલાડીઓ માટે IPL રમવા માટે ડેડલાઈન નક્કી કરી છે.

આ પણ વાંચો: ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લેવા પહોંચ્યો કોહલી, આશ્રમમાં ત્રણેક કલાક વિતાવ્યા

IPLમાંથી અધવચ્ચે છોડી ચાલ્યા જશે દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ 

દક્ષિણ આફ્રિકાના 8 ટેસ્ટ ખેલાડીઓ IPLમાં રમી રહ્યા છે. કાગીસો રબાડા ગુજરાત ટાઇટન્સ માટે, લુંગી ન્ગીડી આરસીબી માટે, ટ્રેસ્ટન સ્ટબ્સ દિલ્હી કેપિટલ્સ માટે, એડન માર્કરામ લખનૌ સુપર જાયન્ટ્સ માટે, રાયન રિકેલ્ટન મુંબઈ ઇન્ડિયન્સ માટે, કોર્બિન બોશ મુંબઈ ઇન્ડિયન્સ માટે, માર્કો જેન્સન પંજાબ કિંગ્સ માટે અને વિઆન મુલ્ડર સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમી રહ્યા છે. તે બધા IPL છોડીને અધવચ્ચે પાછા જઈ શકે છે. 

Tags :