IND vs AUS: બે પરાજય બાદ હવે ટીમ ઈન્ડિયામાં મોટા બદલાવની શક્યતા, કોહલીને મોકો મળશે કે નહીં?

IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિય વનડે સીરીઝની છેલ્લી મેચ કાલે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ભારતીય ટીમ પહેલેથી જ સીરીઝ હારી ચૂકી છે, જે 0-2 પોઈન્ટથી પાછળ ચાલી રહી છે. હવે 25 ઓક્ટોબરે ટીમ ઈન્ડિયા સમ્માન જાળવવા માટે મેદાનમાં ઉતરશે. છેલ્લી બંને મેચમાં ટીમ ઈન્ડિયા સ્કોરનો બચાવ કરવામાં નિષ્ફળ રહી છે. સતત બે મેચમાં હાર્યા પછી ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. એટલે સિડની વનડેમાં ભારતીય મેનેજમેન્ટ પ્લેઈંગ ઈલેવનમાં શું ફેરફાર કરી શકે છે.
શું વિરાટને કોહલીનું પત્તુ કપાશે
વિરાટ કોહલી પર્થ અને પછી એડિલેડમાં રન બનાવ્યા વિના આઉટ થયો હતો. તેણે તેની છેલ્લી ત્રણ ODI ઇનિંગ્સમાં માત્ર એક રન બનાવ્યો છે. એવી અફવાઓ ફેલાઈ છે કે, તે ત્રીજી મેચ પછી ODI ક્રિકેટમાંથી સન્યાસ લઈ શકે છે. એક ખેલાડી તરીકે કોહલીના કદને જોતાં તેને ત્રીજી ODIમાં તક મળી શકે છે. નિવૃત્તિ અંગેની અટકળો વચ્ચે સિડની ODI માં તેનું પ્રદર્શન નક્કી કરી શકે છે કે, વિરાટ ઓસ્ટ્રેલિયા સીરીઝ પછી ODI ટીમમાં રમવાનું ચાલુ રાખશે કે નહીં.
કેટલા ફેરફારો શક્ય છે?
ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામેની પહેલી બે વનડેમાં ત્રણ ઓલરાઉન્ડરોને મેદાનમાં ઉતરી હતી, પરંતુ આ રણનીતિ નિષ્ફળ સાબિત થઈ છે. નીતિશ કુમાર રેડ્ડીએ બે મેચમાં 27 રન બનાવ્યા અને માત્ર 5.1 ઓવર બોલિંગ કરીને કોઈ વિકેટ લીધી નહીં. વોશિંગ્ટન સુંદરે માત્ર 22 રન બનાવ્યા અને બે વિકેટ લીધી. અક્ષર પટેલ બેટિંગમાં ખૂબ અસરકારક ન હોવા છતાં તેણે બોલિંગ દ્વારા રનને રોકવામાં શાનદાર કામ કર્યું હતું..
ત્રીજી વનડેમાં ભારતની ત્રણ ઓલરાઉન્ડર રણનીતિ બદલાઈ શકે છે, જેના કારણે કુલદીપ યાદવનો પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશ થવાની શક્યતા વધી ગઈ છે. હર્ષિત રાણાને એડિલેડમાં બોલિંગમાં સંઘર્ષ કરી રહ્યા હતા. તેના સ્થાને પ્રસિદ્ધ કૃષ્ણને તક મળી શકે છે.
આ પણ વાંચો: બેટિંગ સારી રાખવી હોય તો શ્રેયસ અય્યરથી આ વસ્તુ શીખો, મોહમ્મદ કૈફની કોહલીને સલાહ
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન:
રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, નીતિશ કુમાર રેડ્ડી, પ્રસિદ્ધ કૃષ્ણ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ

