IND A vs AUS A: ભારતે ઓસ્ટ્રેલિયાને 162 રને કચડ્યું! દેશપાંડે-મુલાનીની જોડી છવાઈ, આ ખેલાડી પ્લેયર ઑફ ધ મેચ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India A Thrash Australia A: પુડુચેરી ખાતે રમાયેલી પ્રથમ અનઓફિશિયલ ટેસ્ટ મેચમાં દેવદત્ત પડિક્કલની આગેવાની હેઠળ ઇન્ડિયા 'A' ટીમે ઓસ્ટ્રેલિયા 'A'ને 162 રને કારમી હાર આપીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. જીત માટે મળેલા 363 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતાં ઓસ્ટ્રેલિયાની ટીમ મેચના ચોથા અને અંતિમ દિવસે બીજી ઇનિંગ્સમાં માત્ર 200 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. મહેમાન ટીમ વતી આઠમા નંબરે બેટિંગ કરવા આવેલા ફર્ગસ ઓ'નીલે સૌથી વધુ 47 રન બનાવ્યા હતા. બંને ટીમો વચ્ચે બીજી અનઓફિશિયલ ટેસ્ટ 29 સપ્ટેમ્બરથી રમાશે.
છેલ્લા દિવસે ઓસ્ટ્રેલિયન બેટિંગ લાઇન-અપ ધ્વસ્ત
મેચના અંતિમ દિવસે ઓસ્ટ્રેલિયા A ટીમે 2 વિકેટે 55 રનથી પોતાની ઇનિંગ્સ આગળ ધપાવી હતી, પરંતુ ભારતીય બોલરોએ બાકીની 8 વિકેટો માત્ર 145 રનમાં ઝડપી લીધી હતી:
- 77 રનના સ્કોરે અંશુલ કંબોજે નાથન મેક્સવીનીને આઉટ કરીને ભારતને ત્રીજી સફળતા અપાવી અને ત્યારબાદ પીટર હેન્ડ્સકોમ્બને બોલ્ડ કરીને મોટો ઝટકો આપ્યો હતો.
- ફાસ્ટ બોલર તુષાર દેશપાંડેએ સતત બે બોલમાં જોશ ફિલિપી અને લિયમ સ્કોટને પેવેલિયન ભેગા કરી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 6 વિકેટે 118 રન કરી દીધો હતો.
- જેસન સાંઘા 26 રન બનાવી તનુષ કોટિયનની બોલિંગમાં કેચ આઉટ થયા હતા.
- ફર્ગસ ઓ'નીલ અને ટોડ મર્ફી (17 રન) વચ્ચે 67 રનની ભાગીદારી થઈ, જેના લીધે ટીમ 200 રન સુધી પહોંચી શકી હતી.
- અંતિમ ત્રણ વિકેટો શમ્સ મુલાનીએ ઝડપી હતી. મુલાનીએ 16.1 ઓવરમાં 57 રન આપી 3 વિકેટ લીધી, જ્યારે તુષાર દેશપાંડેએ માત્ર 14 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. સ્પિનર્સ અને ફાસ્ટ બોલર્સે 5-5 વિકેટ વહેંચી લીધી હતી.
કુમાર કુશાગ્ર બન્યો 'પ્લેયર ઓફ ધ મેચ'
મેચની શરૂઆતની ત્રણ ઇનિંગ્સમાં ભારતીય ટીમે સંપૂર્ણ નિયંત્રણ રાખ્યું હતું:
- પ્રથમ ઇનિંગ્સ (ભારત): ઝારખંડના યુવા વિકેટકીપર બેટર કુમાર કુશાગ્રની શાનદાર સદીની મદદથી ભારતે પ્રથમ ઇનિંગ્સમાં 334 રન બનાવ્યા હતા.
- પ્રથમ ઇનિંગ્સ (ઓસ્ટ્રેલિયા): જવાબમાં શમ્સ મુલાનીની 4 વિકેટોના દમ પર ભારતે ઓસ્ટ્રેલિયા A ટીમને માત્ર 171 રનમાં સમેટી લીધી હતી.
- બીજી ઇનિંગ્સ (ભારત): ભારતે બીજી ઇનિંગ્સમાં 199 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો, જેમાં કેપ્ટન દેવદત્ત પડિક્કલે 59 રન અને કુશાગ્રએ અણનમ 46 રન બનાવ્યા હતા.
બંને ઇનિંગ્સમાં શાનદાર બેટિંગ કરવા બદલ કુમાર કુશાગ્રને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો.




