WTC પોઈન્ટ્સ ટેબલમાં મોટો ઉલટફેર, ઓવલ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ માત આપીને ટીમ ઈન્ડિયાએ લગાવી મોટી છલાંગ
WTC Points Table 2025-27: ભારતીય ટીમે ઇંગ્લેન્ડને ઓવલ ટેસ્ટમાં 6 રનથી હરાવ્યું હતું. જેની અસર WTC(વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ)ના પોઈન્ટ ટેબલમાં જોવા મળ્યો. માનચેસ્ટર ટેસ્ટ બાદ ભારતીય ટીમ WTCના 2025-27 ચક્રના પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર હતી, પરંતુ હવે ભારતને એક સ્થાનનો ફાયદો થયો.
તાજા સ્થિતિમાં હવે ભારતીય ટીમ WTC પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમને ફટકો પડ્યો છે. ઈંગ્લેન્ડની ટીમ માનચેસ્ટર ટેસ્ટ બાદ પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર હતી, જે હવે ચોથા નંબર પર છે. ઓસ્ટ્રેલિયા નંબર 1 પર છે. નંબર 2 પર શ્રીલંકાની ટીમ છે.
આ પણ વાંચો: BCCIનો નવો નિયમ, કોચ ગંભીર અને મેનેજમેન્ટનો પણ એકમત, ખેલાડીઓનું વધશે ટેન્શન
ઓવલમાં મળેલી આ જીતની સાથે ભારતે WTCના પોઈન્ટ્સમાં મોટી છલાંગ લગાવી. તેમણે ઇંગ્લેન્ડને પાછળ છોડતા ત્રીજું સ્થાન હાંસલ કરી લીધું છે. હવે ભારતથી આગળ માત્ર ઓસ્ટ્રેલિયા (પહેલા સ્થાને) અને શ્રીલંકા (બીજા સ્થાને) છે. શુભમન ગિલની કેપ્ટનશીપમાં ટીમના નામે અત્યાર સુધીમાં 2 જીત, 2 હાર અને 1 ડ્રો છે, અને તેના પોઈન્ટ્સ પર્સન્ટેજ (PCT) 46.67 છે.
WTCનું સમગ્ર ગણિત
ભારતનું WTCમાં PCT=46.67% કેવી રીતે આવ્યા, આ સંપૂર્ણ હિસાબ સમજીએ. એક મેચ જીતવા પર 12 પોઈન્ટ મળે છે. ડ્રો થવા પર 4 પોઈન્ટ મળે છે. ડ્રો થવા પર 6 પોઈન્ટ મળે છે. ત્યારે હાર પર શૂન્ય પોઈન્ટ મળે છે. અત્યાર સુધી ભારતે WTC 2025-27 સાયકલમાં 5 ટેસ્ટ મેચ રમે. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 5 ટેસ્ટ, આ હાલનું ઉદાહરણ છે.
તેવામાં ભારતને જે પોઈન્ટ મળ્યા, તેને સમજીએ
- 2 જીત (2*12=24 પોઈન્ટ)
- 2 હાર (શૂન્ય પોઈન્ટ)
- 1 ડ્રો થઈ (1*4= 4 પોઈન્ટ)
- કુલ મળેલા પોઈન્ટ= 24+0+4=28
આ પણ વાંચો: IND VS ENG : ઓવલ ટેસ્ટમાં ભારત જીત્યું પણ કોચ ગંભીર સામે જરૂર ઉઠશે આ સવાલ