Get The App

IND VS ENG : ઓવલ ટેસ્ટમાં ભારત જીત્યું પણ કોચ ગંભીર સામે જરૂર ઉઠશે આ સવાલ

Updated: Aug 5th, 2025

GS TEAM

Google News
Google News
IND VS ENG : ઓવલ ટેસ્ટમાં ભારત જીત્યું પણ કોચ ગંભીર સામે જરૂર ઉઠશે આ સવાલ 1 - image
Image source: IANS 

Gambhir had faced criticism: ભારતે લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર અંતિમ ટેસ્ટ મેચમાં રોમાંચક જીત મેળવીને સીરિઝને 2-2થી ડ્રો પણ કરાવી. શુભમન ગિલની કેપ્ટનશિપમાં પણ ભારતીય ટીમે આત્મવિશ્વાસ સાથે સારું પ્રદર્શન કર્યું હતું, પણ આ સિદ્ધિઓ વચ્ચે અમુક સવાલો પણ એવા સામે આવ્યા છે જેની અવગણના થઈ શકે તેમ નથી. જણાવી દઇએ કે બોર્ડે ભારતીય ટીમના ભૂતપૂર્વ કોચ રાહુલ દ્રવિડની જગ્યાએ ભારતના મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરની પસંદગી કરી હતી. 

ગંભીરના કાર્યકાળમાં ભારતનું ખરાબ પ્રદર્શન 

ભારતે સફેદ બોલ ક્રિકેટમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી હતી. ટી20 ફોર્મેટમાં જીત હાંસલ કરવી અને હાલમાં રમાયેલી ટેસ્ટ મેચમાં જીત હાંસલ કરવામાં ઘણો ફરક નજર આવ્યો હતો. ગંભીરના કાર્યકાળમાં ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો ભારતનું ખરાબ પ્રદર્શન રહ્યું છે. ઘરેલુ મેદાનમાં ભારતે ન્યૂઝીલેન્ડ સામે 0-3 થી હાર અને ઓસ્ટ્રેલિયા સામે 1-3થી હાર મેળવી હતી. 8 વર્ષમાં પહેલી વાર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ભારતની પકડથી દૂર રહી હતી. 

જ્યારે BCCIએ કડક નિયમ લાગુ કર્યા 

ભારતીય ટેસ્ટ ટીમના ખરાબ પ્રદર્શન પછી BCCIએ કેટલાક કડક પગલાં લીધા હતા, જેમાં સીનિયર ખેલાડીઓને ઘરેલું ક્રિકેટ રમવું ફરજિયાત કરવામાં આવ્યું છે, ખેલાડીઓને પ્રાઈવેટ ટૂર કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને મેચ માટે અન્ય દેશમાં પ્રવાસ દરમિયાન પરિવારજનોની હાજરીને મર્યાદિત કરવામાં આવી. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા અનુભવી ખેલાડીઓ પર દબાણ સ્પષ્ટ દેખાયું, અને અંતે તેમણે એક વર્ષ પહેલાં T20માંથી નિવૃત્તિ લીધી ત્યાર બાદ ટેસ્ટ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લીધી.

ખેલાડીઓની પસંદગી પર ઉઠયા સવાલ 

ભારત-ઈંગ્લેન્ડની 5 મેચ ટેસ્ટની સીરિઝ શરૂ થયા બાદથી જ ભારતીય ટીમના ખેલાડીઓને લઈને અનેક સવાલ સામે આવ્યા. ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટરોએ અનેકવાર સલાહ આપ્યા પછી પણ કુલદીપ યાદવને એક પણ ટેસ્ટ મેચમાં રમવાની તક ન મળી. બીજી બાજુ લેફ્ટહેન્ડ બેટર અને સ્પિન ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરને સતત 5 મેચ સુધી રમવાની તક મળી, પણ ઓવલ ટેસ્ટમાં બંનેએ મળીને 10 ઓવર નાખી, જેનાથી સવાલ થાય છે કે માત્ર તેમને બેટિંગ કરવા જ મેચમાં સામેલ કર્યા હતા. એ જ રીતે માનચેસ્ટર ટેસ્ટમાં અંશુલ કમ્બોઝને પણ સામેલ કરી તેનું ડેબ્યૂ કરાવ્યું હતું. અંશુલ કમ્બોજને ડેબ્યૂ કરાવવું પણ એક વિવાદાસ્પદ નિર્ણય હતો, ખાસ કરીને ત્યારે જ્યારે ભારત 1-2થી પાછળ હતું અને મેચમાં મજબૂત બોલિંગની જરૂરિયાત હતી.

ક્યુરેટર સાથે ઉગ્ર બોલાચાલી

ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં ઘણીવાર આક્રમક વલણ અપનાવતા અને ઓવલમાં છેલ્લી ટેસ્ટ પહેલા ક્યુરેટર સાથે ઉગ્ર બોલાચાલી બાદ અનેક લોકો ગંભીરને આ ઘટનાને નકારાત્મક કોચિંગ શૈલી સાથે જોડી રહ્યા છે.

ગંભીરના કાર્યકાળમાં ભારતે માત્ર 3 ટેસ્ટ મેચ જીતી 

ઓવલમાં મળેલી જીતે ગૌતમ ગંભીરને ભલે સમય આપ્યો હોય, પરંતુ આંકડા હજુ પણ નિરાશાજનક છે. ગંભીરના કાર્યકાળમાં ભારતે 13 ટેસ્ટ મેચ રમી છે અને ત્રણ મેચ જીતી છે. ભારતે ઓવલ ટેસ્ટ પણ વ્યૂહાત્મક રીતે નહીં પણ છેલ્લા સમયે ખેલાડીઓના સાર પ્રદર્શને કારણે જીતી છે.

Tags :