Sports

ICC Test Ranking: ટોચના 10માં માત્ર 2 ભારતીય, જાડેજા અને રાહુલ ટોપ 40થી પણ બહાર, જાણો ગિલ કયા નંબરે

By GS Team
17 Jun 20252 mins read
This article was originally published on 17 Jun 2025
TukuTouch Logo
ભારતીય ટીમ 20 જૂનથી ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ સિરીઝ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત કરશે. એવામાં જો ICC ટેસ્ટ રેન્કિંગની વાત કરીએ તો ભારતીય બેટર પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. ટોપ-10 માં ફક્ત 2 જ બેટર યશસ્વી જયસ્વાલ અને રિષભ પંત સામેલ છે. આ સિવાય, કોઈ ભારતીય બેટર ટોપ-20 માં પણ સ્થાન ધરવતો નથી. જો શુભમન ગિલની વાત કરીએ તો તે ટોપ-30માં સ્થાન ધરાવે છે. તેમજ કેએલ રાહુલ અને રવીન્દ્ર જાડેજા તો ટોપ-40માંથી પણ બહાર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ICC Test Ranking: ટોચના 10માં માત્ર 2 ભારતીય, જાડેજા અને રાહુલ ટોપ 40થી પણ બહાર, જાણો ગિલ કયા નંબરે

ICC Test Batting Ranking: ભારતીય ટીમ 20 જૂનથી  ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ સિરીઝ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત કરશે. એવામાં જો ICC ટેસ્ટ રેન્કિંગની વાત કરીએ તો ભારતીય બેટર પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. ટોપ-10 માં ફક્ત 2 જ બેટર યશસ્વી જયસ્વાલ અને રિષભ પંત સામેલ છે. આ સિવાય, કોઈ ભારતીય બેટર ટોપ-20 માં પણ સ્થાન ધરવતો નથી. જો શુભમન ગિલની વાત કરીએ તો તે ટોપ-30માં સ્થાન ધરાવે છે. તેમજ કેએલ રાહુલ અને રવીન્દ્ર જાડેજા તો ટોપ-40માંથી પણ બહાર છે.

યશસ્વી જયસ્વાલ ટોપ-10માં ચોથા નંબર પર

ICC ટેસ્ટ રેન્કિંગમાં ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટર જો રૂટ 888 રેટિંગ પોઈન્ટ સાથે નંબર વન પર છે. જયારે યશસ્વી જયસ્વાલ 847 રેટિંગ પોઈન્ટ સાથે ચોથા નંબર પર છે. રિષભ પંત 739 રેટિંગ પોઈન્ટ સાથે 10મા નંબર પર છે. તો ઉસ્માન ખ્વાજા 739 રેટિંગ પોઈન્ટ સાથે 9મા નંબર પર અને સઉદ શકીલ 739 રેટિંગ પોઈન્ટ સાથે 11મા નંબર પર છે.

શુભમન ગિલ 631 રેટિંગ પોઈન્ટ સાથે 24મા ક્રમે

ભારતનો નવો ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ ICC ટેસ્ટ રેન્કિંગમાં 631 રેટિંગ પોઈન્ટ સાથે 24મા ક્રમે છે. રવીન્દ્ર જાડેજા 538 રેટિંગ પોઈન્ટ સાથે 46મા ક્રમે છે. કેએલ રાહુલ 533 રેટિંગ પોઈન્ટ સાથે 47મા ક્રમે છે. ભારતીય ટીમમાંથી બહાર રહેલો શ્રેયસ ઐયર 465 રેટિંગ પોઈન્ટ સાથે 64મા ક્રમે અને અક્ષર પટેલ 464 રેટિંગ પોઈન્ટ સાથે 65મા ક્રમે છે. નીતિશ કુમાર રેડ્ડી 459 રેટિંગ પોઈન્ટ સાથે 67મુ સ્થાન ધરાવે છે.

આ પણ વાંચો: અમદાવાદમાં પ્લેન ક્રેશમાં ગુજરાતી ક્રિકેટરનો પણ ગયો જીવ, ટીમે આપી શ્રદ્ધાંજલિ

સુંદર અને જુરેલની ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં પસંદગી 

ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર 409 રેટિંગ પોઈન્ટ સાથે 77મા સ્થાને છે. સરફરાઝ ખાન 380 રેટિંગ પોઈન્ટ સાથે 84મા સ્થાને છે. ધ્રુવ જુરેલ 342 રેટિંગ પોઈન્ટ સાથે 92મા સ્થાને છે. જોકે, આ 3 ખેલાડીઓને ઓછી તકો મળી છે. પરંતુ જ્યારે પણ તેમને તક મળી છે, ત્યારે તેમણે સારું પ્રદર્શન કર્યું છે. જેના કારણે સુંદર અને જુરેલને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં પસંદ કરવામાં આવ્યા છે, પરંતુ સરફરાઝનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.