Get The App

ICCએ WTC-2025ની ટીમો માટે ઇનામની રકમ જાહેર કરી, જાણો કઈ ટીમને મળશે કેટલા રૂપિયા

Updated: May 15th, 2025

GS TEAM


Google News
Google News
ICCએ WTC-2025ની ટીમો માટે ઇનામની રકમ જાહેર કરી, જાણો કઈ ટીમને મળશે કેટલા રૂપિયા 1 - image


WTC 2025 Final Prize Money : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 માટે બમ્પર ઇનામી રકમની જાહેરાત કરી છે. ફાઇનલ મેચ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 11થી 15 જૂને લોર્ડ્સ મેદાન પર રમાશે. આ વખતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના વિજેતા માટે રૅકોર્ડ ઇનામી રકમની જાહેરાત કરાઈ છે. આ વર્ષની રકમમાં ગત વર્ષ કરતાં 125 ટકાનો વધારો કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે.

વિજેતા ટીમને બમ્પર ઇનામ

દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના વિજેતાને લગભગ 30 કરોડ 8 લાખ રૂપિયાની ઇનામી રકમ અપાશે. ફાઇનલમાં હારી જનાર ટીમ એટલે કે રનર-અપ ટીમને લગભગ 18.5 કરોડ રૂપિયા મળશે. ગત વખતે રનર-અપને ઇનામી રકમ તરીકે 6.8 કરોડ રૂપિયા અપાયા હતા.

ફાઇનલ મેચ જીતનાર ટીમને મળશે 30 કરોડ રૂપિયા

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ 11 જૂનથી લોર્ડ્સના મેદાન પર રમાશે. ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની ટીમો એકબીજા સામે ટકરાશે. આ દરમિયાન ICCએ ઇનામી રકમની જાહેરાત કરી છે. ફાઇનલમાં જે પણ ટીમ જીતશે તેને 30 કરોડ 81 લાખ રૂપિયા મળશે, જ્યારે બીજા ક્રમની ટીમને એટલે કે ફાઇનલમાં હારી જનાર ટીમને 18 કરોડ 50 લાખ રૂપિયા અપાશે. હવે વાત કરીએ ભારતની તો, આ વખતી WTC ફાઇનલમાં ટીમ ઇન્ડિયા પોતાનું સ્થાન સુરક્ષિત કરી શકી નથી, પરંતુ ટીમ ચોક્કસપણે ત્રીજા સ્થાને રહી છે.

ICCએ WTC-2025ની ટીમો માટે ઇનામની રકમ જાહેર કરી, જાણો કઈ ટીમને મળશે કેટલા રૂપિયા 2 - image

ટીમ ઇન્ડિયાને મળશે 12 કરોડ રૂપિયા

ભારતીય ટીમને ત્રીજા સ્થાને રહેવા બદલ ઇનામી રકમ રૂ.12 કરોડ 85 લાખ મળશે. પાકિસ્તાનની વાત કરીએ તો તેને આખી સિઝનમાં નબળું પ્રદર્શન કર્યું છે, જેના કારણે તે નવમા ક્રમાંકે આવી છે, તેથી પાકિસ્તાનને ફક્ત 4 કરોડ 11 લાખ રૂપિયા મળશે.

આ પણ વાંચો : સતત 1151 દિવસથી નંબર વન… રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં બનાવ્યો મહારેકોર્ડ

WTCમાં ભારત અને પાકિસ્તાનનો દેખાવ

આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટીમ ઇન્ડિયાએ કુલ 19 મેચ રમી હતી, જેમાંથી 9 જીત, 8 હાર, બે અનિર્ણિતનો સમાવેશ થાય છે. ભારતે કુલ 50 પોઇન્ટ મેળવ્યા હોવાથી ટીમ ત્રીજા સ્થાને રહી હતી. પાકિસ્તાને કુલ 14 મેચ રમી માત્ર પાંચ જીતી હતી. તેણે કુલ 9 મેચમાં હારનો સામનો કર્યો છે. પાકિસ્તાના કુલ 27.980 પોઇન્ટ હતા, તેથી તે ટુર્નામેન્ટ છેલ્લે એટલે કે નવમા સ્થાને આવી છે.

આ પણ વાંચો : પ્રેમાનંદ મહારાજને મળ્યા પછી વિરાટ કોહલી સાસરિયે પહોંચ્યો, વાઈરલ થયો વીડિયો

Tags :