સતત 1151 દિવસથી નંબર વન… રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં બનાવ્યો મહારેકોર્ડ
Ravindra Jadeja New Record: ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ICC (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ના પુરુષોની ટેસ્ટ રેન્કિંગના ઈતિહાસ રચ્યો છે. વર્ષ 2024ની ICC ટેસ્ટ ટીમમાં જોડાયેલા રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી નંબર વન ઓલરાઉન્ડર રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે. તે સતત 1151 દિવસથી ટેસ્ટ ક્રિકેટમાં નંબર વન ઓલરાઉન્ડર રહયા છે.
રવિન્દ્ર જાડેજાએ આ દિગ્ગજોને પાછળ છોડી દીધા
વર્ષ 2024માં ટેસ્ટ ફોર્મેટમાં સારું પ્રદર્શન કરનાર રવિન્દ્ર જાડેજાએ 29.27ની સરેરાશથી 527 રન બનાવ્યા અને 24.29ની સરેરાશથી 48 વિકેટ પણ લીધી. ઓલરાઉન્ડર તરીકે સૌથી લાંબા સમય સુધી યાદીમાં ટોચ પર રહેવાના સંદર્ભમાં રવિન્દ્ર જાડેજાએ જેક કેસિલ, કપિલ દેવ અને ઇમરાન ખાન જેવા દિગ્ગજોને પણ પાછળ છોડી દીધા. તેમણે પહેલા વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન જેસન હોલ્ડર ટેસ્ટ ક્રિકેટમાં નંબર 1 ઓલરાઉન્ડર હતા, પરંતુ માર્ચ 2022માં જાડેજાએ તેમને પાછળ છોડી દીધા.
નવા ICC ટેસ્ટ રેન્કિંગમાં રવિન્દ્ર જાડેજા 400 પોઈન્ટ સાથે ઓલરાઉન્ડરોના રેન્કિંગમાં ટોચ પર છે. પોતાના શાનદાર પ્રદર્શનને કારણે એક એવી સિદ્ધિ હાંસલ કરી છે જે બહુ ઓછા ખેલાડીઓ મેળવી શકે છે. 36 વર્ષની ઉંમરે પણ રવિન્દ્ર જાડેજાનું પ્રદર્શન ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર રહ્યું છે અને તે ભારત માટે બેટિંગ અને બોલિંગમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે અને તે ફિલ્ડિંગના મોરચે પણ ઉત્તમ છે. તેમની ઉત્તમ ફિટનેસને કારણે તે સતત સારું પ્રદર્શન કરી શક્યો છે.
ICC ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કિંગ -ટોપ 10
•રવિન્દ્ર જાડેજા (ભારત) – 400 પોઈન્ટ
•મેહિદી હસન મિરાઝ (બાંગ્લાદેશ) – 327 પોઈન્ટ
•માર્કો યાનસેન (દક્ષિણ આફ્રિકા) –294 પોઈન્ટ
•પેટ કમિન્સ (ઓસ્ટ્રેલિયા) – 271 પોઈન્ટ
•શાકિબ અલ હસન (બાંગ્લાદેશ) – 253 પોઈન્ટ
•જેસન હોલ્ડર (વેસ્ટ ઇન્ડીઝ) – 249 પોઈન્ટ
•જો રૂટ (ઇંગ્લેન્ડ) – 247 પોઈન્ટ
•ગુસ એટકિન્સન (ઇંગ્લેન્ડ) – 240 પોઈન્ટ
•બેન સ્ટોક્સ (ઇંગ્લેન્ડ) – 235 પોઈન્ટ
•ક્રિસ વોક્સ (ઇંગ્લેન્ડ) – 225 પોઈન્ટ