Get The App

ICCની મોટી કાર્યવાહી: આ ટીમના તમામ ખેલાડીઓને ફટકારી સજા, મેચ ફીસના પૈસા કાપ્યા

Updated: Jun 1st, 2025

GS TEAM


Google News
Google News
ICCની મોટી કાર્યવાહી: આ ટીમના તમામ ખેલાડીઓને ફટકારી સજા, મેચ ફીસના પૈસા કાપ્યા 1 - image


West Indies vs England ODI : ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમનો મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝ રમાઈ રહી છે. બંને ટીમ વચ્ચે 29 મે-2025ના રોજ પ્રથમ વન-ડે મેચ રમાઈ હતી, જેમાં વિન્ડિઝનો 238 રને શરમજનક પરાજય થયો હતો. હાર બાદ વેસ્ટ ઈન્ડિઝને મોટો ઝટકો લાગ્યો છે. ICCએ ટીમના તમામ ખેલાડીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે અને તમામ ખેલાડીઓને સજા આપી છે.

ICCની મોટી કાર્યવાહી: આ ટીમના તમામ ખેલાડીઓને ફટકારી સજા, મેચ ફીસના પૈસા કાપ્યા 2 - image

સ્લો ઓવર રેટ બદલ આખી ટીમને દંડ

આઈસીસીએ સ્લો ઓવર રેટ બદલ વેસ્ટ ઈન્ડિઝના તમામ ખેલાડીઓને દંડ ફટકાર્યો છે. ઈંગ્લેન્ડ સામેની ત્રણ સિરીઝની પ્રથમ વન-ડેમાં વિન્ડિઝે નિર્ધારીત સમયમાં એક ઓવર ઓછી ફેંકી હતી, જેના કારણે આઈસીસીએ આ કાર્યવાહી કરી છે. આઈસીસીના નિયમો મુજબ વન-ડે મેચમાં રમી રહેલી ટીમે નિર્ધારીત સમયમર્યાદની અંદર ઓવર પુરી કરવાની હોય છે, જો ટીમ આમ ન કરે તો ટીમ વિરુદ્ધ સ્લો ઓવર રેટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. આમ વિન્ડિઝની ટીમ મેચમાં આઈસીસીના નિયમનું ઉલ્લંઘન કર્યું છે, જેના કારણે ટીમના તમામ ખેલાડીઓને દંડ ફટકારાયો છે.

આ પણ વાંચો : ટીમ ઈન્ડિયા સાથે સોહમ દેસાઇનો સફર સમાપ્ત થતાં ભાવુક થયો મોહમ્મદ સિરાજ, કહ્યું- તમારો પ્રભાવ હંમેશા રહેશે

ઈંગ્લેન્ડે ફટકાર્યા હતા 400 રન

વિન્ડિઝ સામેની સિરીઝની પ્રથમ વન-ડે મેચમાં ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરી 50 ઓવરમાં 8 વિકેટે 400 રન વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. જ્યારે વિન્ડિઝની ટીમ 26.2 ઓવરમાં ઓલઆઉટ થઈ જતા ઈંગ્લેન્ડનો 238 રને વિજય થયો હતો. 

આ પણ વાંચો : ટીમ ઈન્ડિયાના ધૂરંધર બેટર પાસે છે IPL 2025ની ઓરેન્જ કેપ પર કબજો કરવાનો ચાન્સ, બસ આટલા રન દૂર

Tags :